________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ બીજું પર્વ
પદ્મપુરાણ ઉજ્જવળ છે. જાણે કે કેલાસ પર્વત સુવર્ણની સાંકળથી સંયુક્ત ન હોય! તેનું કુંભસ્થળ ભમરાઓની પંક્તિથી મંડિત છે જેણે દશે દિશાઓને સુગંધમય બનાવી છે, મહામદોન્મત્ત છે, જેના નખ ચિકણા છે. રોમ કઠોર છે, મસ્તક ભલા શિષ્યના જેવું વિનયવાન અને કોમળ છે, અંગ દઢ છે, તે દીર્ઘકાય છે, જેના સ્કંધ નાના છે, લમણામાંથી મદ ઝરે છે અને નારદ સમાન કપ્રિય છે. જેમ ગરુડ સર્પને જીતે છે તેમ આ નાગ એટલે હાથીઓને જીતે છે. જેમ રાત્રિ નક્ષત્રોની પંક્તિથી શોભે છે તેમ આ નક્ષત્રમાળાથી – આભરણોથી શોભે છે. સિંદૂરથી લાલ, ઊંચું કુંભસ્થળ દેવ અને મનુષ્યોનાં મન હરે છે એવા ઐરાવત હાથી ઉપર બેસીને સુરપતિ આવ્યા અને બીજા દેવો પણ પોતપોતાનાં વાહનો ઉપર બેસીને ઇન્દ્રની સાથે આવ્યાં. જિનેન્દ્રના દર્શનના ઉત્સાહથી જેમનાં મુખ ખીલી ઊઠયાં છે એવા સોળે ય સ્વર્ગના સમસ્ત દેવ તથા ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી દેવો આવ્યા તેમ જ કમલાયુધ આદિ સર્વ વિદ્યાધરો પોતાની સ્ત્રીઓ સહિત આવ્યા. તે વિધાધરો રૂપ અને વૈભવમાં દેવ સમાન હતા.
ઇન્દ્ર સમોસરણમાં ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરી. “હે નાથ ! મહામોહરૂપી નિંદ્રામાં સૂતેલા આ જગતને આપે જ્ઞાનરૂપ સૂર્યના ઉદયથી જગાડયું છે. હું સર્વજ્ઞ વીતરાગ ! આપને નમસ્કાર હો. આપ પરમાત્મા પુરુષોત્તમ છો, સંસારસમુદ્રથી પાર થઈ ગયા છો, આપ મહાન સાર્થવાહુ છો, ભવ્ય જીવરૂપી વેપારીઓ ચૈતન્યધન સાથે આપના સંગે નિર્વાણદ્વીપ જશે ત્યારે માર્ગમાં તે દોષરૂપી ચોરોથી લૂંટાશે નહિ, આપે મોક્ષાભિલાષીઓને નિર્મળ મોક્ષનો પંથ બતાવ્યો છે અને ધ્યાનરૂપી અગ્નિથી કર્મબંધનને ભસ્મીભૂત કરેલ છે. જેમને કોઈ ભાઈ નથી, નાથ નથી તેવા દુ:ખરૂપી અગ્નિના તાપથી સંતપ્ત જગતનાં પ્રાણીઓના આપ ભાઈ છો, નાથ છો. આપ પરમ પ્રતાપવંત છો. અમે આપના ગુણોનું વર્ણન કેવી રીતે કરીએ? આપના ગુણ ઉપમારહિત અનંત છે, તે કેવળજ્ઞાનગમ્ય છે.” આ પ્રમાણે ઇન્દ્ર ભગવાનની સ્તુતિ કરીને અષ્ટાંગ નમસ્કાર કર્યા. તે સમોસરણનો વૈભવ જોઇને ખૂબ આશ્ચર્ય પામ્યા. તેનું સંક્ષેપમાં વર્ણન કરીએ છીએ.
તે સમોવસરણ અનેક વર્ણનાં મહારત્નો અને સુવર્ણથી રચાયેલું છે. તેમાં પ્રથમ રત્નધૂળિનો બનેલ ધૂલિસાલ નામનો કોટ છે અને તેના ઉપર ત્રણ કોટ છે. એક એક કોટને ચાર ચાર દ્વાર છે. દરેક દ્વાર પર અષ્ટમંગળ દ્રવ્ય છે, ત્યાં રમણીક વાવ છે, સરોવર અને ધજાઓ અદ્દભુત શોભા આપે છે. ત્યાં સ્ફટિકમણિની દીવાલ છે અને ગોળાકારે બાર કોઠા છે. એક કોઠામાં મુનિરાજ છે, બીજામાં કલ્પવાસી દેવોની દેવીઓ છે, ત્રીજામાં અજિંકાઓ છે, ચોથામાં જ્યોતિષી દેવોની દેવીઓ છે, પાંચમામાં વ્યંતરદેવીઓ છે, છઠ્ઠીમાં ભવનવાસિની દેવીઓ છે, સાતમામાં જ્યોતિષી દેવી છે, આઠમામાં વ્યંતરદેવ છે, નવમામાં ભવનવાસી દેવ, દશમામાં કલ્પવાસી દેવ, અગિયારમામાં મનુષ્ય અને બારમામાં તિર્યંચ છે. આ બધા જીવો પરસ્પર વેરભાવરહિત બેઠા છે. ભગવાન અશોકવૃક્ષ સમીપે સિંહાસન પર બિરાજે છે. તે અશોકવૃક્ષ પ્રાણીઓનો શોક દૂર કરે છે, સિંહાસન નાના પ્રકારના રત્નોના ઉદ્યોતથી ઇન્દ્રધનુષ્ય સમાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com