________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ચોથું પર્વ
૩૫ સમાન કોઈ ધર્મ નથી. મનુષ્યના ભોગ, સ્વર્ગના ભોગ અને સિધ્ધોનું પરમસુખ ધર્મથી જ મળે છે. માટે ધર્મ વિના બીજો ઉદ્યમ કરવાથી શો લાભ? જે વિદ્ધ૪નો જીવોની દયા વડે નિર્મળ ધર્મનું સેવન કરે છે તેમને જ ઊર્ધ્વગતિ મળે છે, બીજા અધોગતિ પામે છે. જો કે દ્રવ્યલિંગી મુનિ તપની શક્તિથી સ્વર્ગમાં જાય છે, તો પણ મોટા દેવોના દાસ બનીને તેમની સેવા કરે છે. દેવલોકમાં નીચ દેવ બનવું તે દેવ-દુર્ગતિ છે. તે દેવદુર્ગતિનાં દુઃખો ભોગવીને તિર્યંચગતિના દુઃખ ભોગવે છે અને જે જિનશાસનના અભ્યાસી, સમ્યગ્દષ્ટિ, તપ-સંયમ ધારણ કરનારા દેવલોકમાં જાય છે તે ઇન્દ્રાદિ મોટા દેવ થઈને ઘણો કાળ સુખ ભોગવીને દેવલોકમાંથી ચ્યવીને મનુષ્ય થઈ મોક્ષ પામે છે. ધર્મ બે પ્રકારના છે. એક મુનિધર્મ, બીજો શ્રાવકધર્મ. આ સિવાયનો ત્રીજો ધર્મપ્રકાર માનનાર મોહાગ્નિથી દગ્ધ છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ શ્રાવકનો ધર્મ છે. શ્રાવક મરણ સમયે સર્વ આરંભનો ત્યાગ કરી, શરીર પ્રત્યે નિર્મમ બની, સમાધિમરણ કરીને ઉત્તમ ગતિને પામે છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ આ તેર પ્રકારનું ચારિત્ર એ મુનિઓનો ધર્મ છે. દસે દિશા એ જ મુનિઓનાં વસ્ત્ર છે. જે પુરુષ મુનિધર્મ અંગીકાર કરે છે, તે શુદ્ધોપયોગના પ્રસાદથી નિર્વાણ પામે છે અને જેમને શુભોપયોગનો અંશ રહે છે તે સ્વર્ગ પામે છે, પરંપરાએ મોક્ષ પામે છે. જે જીવ ભારપૂર્વક મુનિઓની સ્તુતિ કરે છે તે પણ ધર્મ પામે છે. કેવા છે મુનિ? પરમ બ્રહ્મચર્યના ધારક છે. આ જીવ ધર્મના પ્રભાવથી સર્વ પાપોથી છૂટે છે અને જ્ઞાન પામે છે.
આ પ્રમાણે દેવાધિદેવ ધર્મનું વ્યાખ્યાન કર્યું તે સાંભળીને બધા પાપથી નિવૃત્ત થયા. દેવ, મનુષ્ય સર્વ પરમ હર્ષ પામ્યા. કેટલાકે સમ્યકત્વ ધારણ કર્યું, કેટલાકે સમ્યકત્વ સહિત શ્રાવકનાં વ્રત ધારણ કર્યા. કેટલાકે મુનિવ્રત ધારણ કર્યા. સુર, અસુર મનુષ્ય ધર્મ શ્રવણ કરીને પોતપોતાના ઠેકાણે ગયા. ભગવાને જે જે દેશોમાં વિહાર કર્યો, તે તે દેશોમાં ધર્મનો ઉધોત થયો. તેઓ જ્યાં જ્યાં બિરાજતા હતા ત્યાં સો સો યોજનો સુધી દુર્ભિક્ષાદિની સર્વ બાધાઓ મટી જતી હતી. ભગવાનને ચોર્યાસી ગણધર હતા અને ચોર્યાસી હજાર સાધુ હતા. આ બધા સાથે તેમણે સર્વ ઉત્તમ દેશમાં વિહાર કર્યો.
પછી ભરત ચક્રવર્તીપદ પામ્યા. ભરતના બધા જ ભાઈઓ મુનિવ્રત લઈને પરમપદ પામ્યા. ભરતે કેટલાક કાળ સુધી છ ખંડનું રાજ્ય કર્યું. અયોધ્યા રાજ્યપાની હતી, નવનિધિ, ચૌદ રત્ન, દરેકની હજાર હજાર દેવ સેવા કરતા. ત્રણ કરોડ ગાય, એક કરોડ હુળ, ચોર્યાસી લાખ હાથી, એટલા જ રથ, અઢાર કરોડ ઘોડા, બત્રીસ હજાર મુગટબંધ રાજા અને એટલા જ મહાસંપદાથી ભરેલા દેશ, દેવાંગના સમાન છનું હજાર રાણીઓ ઈત્યાદિ ચક્રવર્તીના વૈભવનું ક્યાં સુધી વર્ણન કરીએ? પોદનપુરમાં બીજી માતાના પુત્ર બાહુબલીએ ભરતની આજ્ઞા ન માની અને કહ્યું કે અમે પણ ઋષભદેવના પુત્ર છીએ, શા માટે આજ્ઞા માનીએ? ત્યારે ભારતે બાહુબલી પર ચડાઈ કરી, સેના વચ્ચે યુદ્ધ ન થયું. માત્ર બેઉ ભાઈ પરસ્પર યુદ્ધ કરે એમ નક્કી કર્યું.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com