Book Title: Padliptasuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 5
________________ શ્રમણભગવંત ૧૪s સામે રાખી દીધું અને કહ્યું“આપની સાથે તેમની આ અદ્ભુત મંત્રી છે.” પાત્રનું ઢાંકણું ઉઘાડી વિદ્વાન નાગાર્જુને સૂછ્યું. તેમાંથી ભારે દુર્ગધ આવતી હતી. આચાર્ય પાદલિપ્તસૂરિના આ વ્યવહારથી નાગાર્જુન કેપિત થયે, અને કાચના પાત્રને પથ્થર પર પટકી ફેડી નાખ્યું. નાગાર્જુનના એક શિષ્ય કેટલાક સમય પછી, ભજન પકાવવા માટે ત્યાં સહજભાવે અગ્નિ સળગાવ્યું. અગ્નિ અને મૂત્રને સંયુક્ત પેગ થવાથી પથ્થર સુવર્ણ થઈ ગયો ! આ વાત શિષ્ય દ્વારા નાગાર્જુન પાસે પહોંચી. આચાર્ય પાદલિપ્તસૂરિના મૂત્રના સ્પર્શ માત્રથી સુવર્ણસિદ્ધિની આ ઘટના સાંભળી પિતાની રસાયણવિદ્યાને નાગાર્જુનને ગર્વ ગળી ગયે. વિધાધર નાગાર્જુન આચાર્ય પાદલિપ્તસૂરિ પાસે પહોંચી ગયું અને બોલ્યો-“ગુરુવર્ય! આપ દેહસિદ્ધ યોગી છે. આપની વિદ્યા સામે મારે અને મારી રસાયણસિદ્ધિને ગર્વ ગળી ગ છે. હવે હું આપની પાસે રહેવા ઇચ્છું છું.” ગગનગામિની વિદ્યા મેળવવાની ઇચ્છાવાળા નાગાર્જુન આચાર્ય પાદલિપ્તસૂરિ પાસે રહેવા લાગ્યા. વિનીતભાવે તેમની દેહસુષા અને ચરણપ્રક્ષાલનનું કાર્ય કરતા હતા. આચાર્ય પાદલિપ્તસૂરિ પગ પર લેપ લગાડી હંમેશાં તીર્થભૂમિએનાં ગિરિશિખર પર આકાશમાર્ગે ગમનાગમન કરતા હતા. તેમનું ગમનાગમનનું કાર્ય એક મુહૂર્તમાં થતું હતું. નાગા ને તેમના પાદપ્રક્ષાલિત જળના વર્ણગંધ-સ્વાદ આદિને સમજી, સૂંઘી અને ચાખીને ૧૦૭ દ્રવ્યને જાણી લીધાં. આચાર્ય પાદલિપ્તસૂરિની જેમ નાગાર્જુન પણ પગ પર લેપ લગાડી આકાશમાં ઊડતા. પરંતુ પૂર્ણ જ્ઞાનના અભાવે થડે ઊંચે ઊડી નીચે પડતા. પગના ઘાને જોઈને પાદલિપ્તસૂરિ નાગાર્જુનની અસફળતાનું કારણ સમજી ગયા. તેઓએ કહ્યું કે “કુશળ બુદ્ધિશાળી ! તમારી આ અપૂર્ણતાનું કારણ શુગમ્ય જ્ઞાનનો અભાવ છે. ગુરુના માર્ગદર્શન વિના કઈ કળા ફળવતી બનતી નથી. ” નાગાર્જુને કહ્યું—“ગુરુદેવ! આપનું વચન પ્રમાણ છે. ગુરુના માર્ગદર્શન વિના સિદ્ધિની પ્રાપ્તિ થતી નથી, એ હું સમજું છું. પરંતુ હું મારી બુદ્ધિની પરીક્ષા કરતો હતે. ” આચાર્ય પાદલિપ્તસૂરિ તેની સરળતાથી પ્રસન્ન થયા અને કહ્યું કે --- “તમારી બુદ્ધિશક્તિથી મને સંતોષ થયું છે. હું તમને વિદ્યાદાન કરીશ. તમે મને ગુરુદક્ષિણામાં શું આપશે?” નાગાર્જુને નમીને કહ્યું કે –“આપ જે કહેશે તે આપવા માટે હું તૈયાર છું.” આચાર્ય પાદલિપ્તસૂરિએ નાગાર્જુનને જૈનધર્મ સ્વીકારવાનો ઉપદેશ આપે. નાગાર્જુને તેમનું કથન સ્વીકાર્યું. ઉદાર ચરિત શ્રી પાદલિપ્તસૂરિએ પાલેપની વિદ્યાને સમગ્રપણે બોધ આપતાં કહ્યું કે—“ભાગ્યવંત! તને ૧૦૭ ઔષધીઓનું જ્ઞાન મળ્યું છે. તેની સાથે કાંજીના પાણીથી મિશ્રિત સાડી તાંદુલને લેપ કર. તું નિબંધગતિથી આકાશગમન કરી શકીશ.” ગુરુના માર્ગદર્શનથી નાગાર્જુનને પિતાના કાર્યમાં પૂરી સફળતા મળી. શ્રી પાદપ્તિસૂરિને ધર્મપ્રચારના કાર્યમાં નાગાર્જુનને ઘણો સહેગ મળે. વિદ્યાધર નાગાર્જુને આચાર્ય પાદલિપ્તસૂરિનો ઘણે ઉપકાર માને. તેમની પવિત્ર સ્મૃતિમાં શત્રુંજયની તળેટીમાં વસેલા નગરનું નામ પાદલિપ્તપુર (પાલીતાણા) રાખ્યું. નાગાન શ્રી પાદલિપ્તસૂરિના અનન્ય ભક્ત હતે. ( એક વખત શ્રી પાદલિપ્તસૂરિ પ્રતિષ્ઠાનપુર પધાર્યા. ત્યાં તે વખતે શાતવાહન રાજાનું Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6