Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવતે
૧૪૩ જેમની પવિત્ર સ્મૃતિમાં શત્રુંજય તળેટીમાં વસેલા નગરનું નામ પાદલિપ્તપુર (પાલીતાણા) રખાયું. આકાશગામિની વિદ્યાસંપન્ન : “તરંગવતી” નામક
અદ્દભુત પ્રાકૃત કથાના રચયિતા આચાર્યશ્રી પાદલિપ્તસૂરિજી મહારાજ
આચાર્યશ્રી પાદલિપ્તસૂરિ તરંગવતી' નામક અદ્ભુત પ્રાકૃત કથા (મહાકાવ્યોના રચયિતા અને વિસ્મયકારક મંત્રવિદ્યાના જાણકાર હતા. પગ પર ઔષધિને લેપ કરી આકાશમાં યથેચ્છ વિહાર કરવાની તેમનામાં અસાધારણ શક્તિ હતી. તેઓ સરસ કાવ્યકાર હતા. આચાર્ય પાદલિપ્તસૂરિના ગુરુનું નામ આચાર્યના ગહસ્તિસૂરિ હતું. તેમને આચાર્ય સંગ્રામસિંહસૂરિના વરદ હસ્તે દીક્ષા પ્રાપ્ત થઈ હતી અને મુનિ મંડન પાસે અધ્યયન કર્યું હતું. આચાર્ય સંગ્રામસિંહસૂરિ આચાર્ય નાગહસ્તિના ગુરુભાઈ હતા. પ્રભાવકચરિત્રમાં “પાદલપ્તિ પ્રબંધ” અનુસાર આચાર્ય નાગહસ્તિસૂરિ વિદ્યાધર ગચ્છા હતા. આ વિદ્યાધર ગચ્છ નમિ-વિનમિ વિદ્યાધરોના વંશમાં થયેલા કાલકાચાર્યની સાથે સંબંધ ધરાવતો હતો.
આચાર્યશ્રી પાદલિપ્તસૂરિને જન્મ મરચું અને ગંગાના કિનારા પર વસેલી કેશલા (અયોધ્યા) નગરીમાં થયું હતું. એ સમયે ત્યાં વિજ્યબ્રહ્મરાજાનું રાજ હતું. પાદલિપ્તના પિતાનું નામ કુલ્લચંદ્ર અને માતાનું નામ પ્રતિમા હતું. પાદલિપ્તને ૯ નાના ભાઈઓ હતા. પિતા કુલ્લચંદ્ર કેશલા નગરીના શ્રીમંત શ્રેષ્ટિ હતા. તેમની પત્ની પ્રતિમા રૂપવતી અને ગુણવતી સ્ત્રી હતી. વિવિધ ગુણોથી સંપન્ન પ્રતિમા નિઃસંતાન હોવાને કારણે ચિંતિત રહેતી હતી. અનેક પ્રકારની ઔષધિઓનું સેવન તથા વિવિધ પ્રકારના યંત્ર-મંત્રથી પણ તેની ચિંતા મટી નહિ. એક વખત તેણે સંતાનપ્રાપ્તિ માટે વિરાટ્યા દેવીની આરાધના કરી. આઠ દિવસ તપ કર્યું. તપના પ્રભાવે દેવીએ પ્રગટ થઈને કહ્યું કે–“લબ્ધિસંપન્ન આચાર્ય નાગહસ્તિના પાદપ્રક્ષાલિત જળનું પાન કરે. તેનાથી તમને પુત્રરત્નની પ્રાપ્તિ થશે.” દેવીના માર્ગદર્શનથી પ્રતિમા પ્રસન્ન થઈ. તે ભક્તિભર્યા હૃદયે ઉપાશ્રયમાં પહોંચી. આચાર્ય નાગહસ્તિના પાદપ્રક્ષાલિત જળની પ્રાપ્તિ તેને સન્મુખ આવતાં મુનિ દ્વારા થઈ. ચરણદકનું પાન કરી પ્રતિમાઓ આચાર્ય નાગહસ્તિની પાસે જઈ દર્શન કર્યા. આચાર્ય નાગહસ્તિઓ પ્રતિમાને કહ્યું કે—“તેં મારાથી દશ હાથ દૂર રહીને ચરણોદકનું પાન કર્યું છે, આથી તેને દશ પુત્રેની પ્રાપ્તિ થશે. એમાંથી તારે પ્રથમ પુત્ર તમારાથી દશ યોજન દૂર જઈ ઘણે વિકાસ પામશે. જેનધર્મની વૃદ્ધિ કરશે. સંઘનું ગૌરવ વધારશે. બૃહસ્પતિ સમાન બુદ્ધિવાન થશે. બીજ સંતાને પણ યશસ્વી થશે.”
મધુર વાણુથી નિવેદન કરતાં સૂરિજીને પ્રતિમાએ કહ્યું કે –“ગુરુદેવ! મારું પ્રથમ સંતાન આપનાં ચરણોમાં સમર્પિત કરીશ.” કૃતજ્ઞતા બતાવી મોટી આશા સાથે પિતાના ઘેર પાછી ફરી. શ્રેષ્ઠી કુલ્લચંદ્ર પણ પત્ની પાસેથી સમગ્ર વૃત્તાંત સાંભળી પ્રસન્ન થયા અને ગુરુના ચરણે પ્રથમ સંતાનને સમર્પિત કરી દેવાની વાતને પણ સંપૂર્ણ અનુમોદન આપ્યું.
યોગ્ય સમય પૂર્ણ થતાં પ્રતિમાએ કામદેવ કરતાં પણ સુંદર અને તેજસ્વી પુત્રરત્નને
2010_04
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૪૪
શાસનપ્રભાવક
જન્મ આપ્યા. પુત્રના ગ વખતે પ્રતિમાએ નાગનું સ્વપ્ન જોયું હતું. સ્વપ્નના આધારે તેનું નામ નાગેન્દ્ર રાખવામાં આવ્યું. દિવસે જતાં નાગેન્દ્ર મેૉટા થવા લાગ્યું. પુત્રજન્મની પહેલાં જ વચનબદ્ધ થવાને કારણે પ્રતિમાએ પોતાના પુત્રને આચાય નાગહસ્તિના ચરણામાં સમિપત કરી દીધા. નાની વયના બાળકની પ્રતિપાલના માટે શ્રી નાગહસ્તિસૂરિએ તેની માતા પ્રતિમા પાસે રાખ્યા. આઠ વષઁની વયે બાળકને આચાય નાગહસ્તિએ પાતાના સંરક્ષણમાં લીધે. શ્રી સ’ગ્રામસિંહસૂરિ આચાર્ય નાગહસ્તિના ગુરુબંધુ હતા. આચાય નાગહસ્તિના આદેશ મુજબ શુભ મુહૂતે શ્રી સંગ્રામસિ’હસૂરિએ નાગેન્દ્રને દીક્ષા આપી. ત્યાર બાદ મંડન મુનિ પાસે બાળમુનિના અધ્યયનના આરભ થયા. મુનિ નાગેન્દ્રની બુદ્ધિ શીઘ્રગ્રાહી હતી. એક વર્ષમાં તેમણે વ્યાકરણ, ન્યાય, દન અને પ્રમાણુ આદિ વિવિધ વિષયનું જ્ઞાન સફળતાપૂર્વક પ્રાપ્ત કર્યું. એક દિવસ નાગેન્દ્ર સુનિ ગોચરીમાં કાંજી વહોરી લાવી, ઇરિયાવહીપૂર્ણાંક આલોચના કરી, ગુરુને બતાવી. ગુરુએ પૂછ્યું “ આ ફયાંથી લાવ્યેા ? ”
ઉત્તરમાં મુનિ નાગેન્દ્રએ કહ્યું : “ અંત્રે તંવછીપ અરુઘ્ધિય પુતવંતી । નયસાહિયંનિય, નવદૂર કુળ મે વિન્ન ॥૨૮॥ ( તાંબાના જેવાં રક્તનેત્રવાળી, પુષ્પસરખાં દાંતની પંક્તિવાળી એવી નવવધૂએ મને કડછી ભરીને આ કાંછનું પાણી આપ્યું. ) ” શિષ્યના મુખેથી શૃંગારમય ભાષામાં આ લેાક સાંભળી અને એક રીતે ગેાચીમાં અગ્નિદોષ ાણી ગુરુ કાપિત થયા. તેઓએ કહ્યું કે, પાનિોઽસ '' ( અર્થાત્ તું રાગરૂપ અગ્નિથી પ્રદીપ્ત ગૌચરીના અગ્નિદોષથી લેપાયા છે.
''
મુનિ નાગેન્દ્ર હાજરજવાખી હતા. ગુરુ દ્વારા ઉચ્ચારાયેલા શબ્દને અર્થાન્તરિત કરી દેવા માટે મુનિ નાગેન્દ્ર નમ્ર બની કહ્યું કે, “ ગુરુદેવ ! પલિત્તમાં એક માત્રા–કાને વધારી મને પાલિત્ત ( અગ્નિદેષથી રહિત અને પાલેપથી આકાશમાં ઊડનારા ) બનાવવાની આપ કૃપા કરો. ’ માત્રા વધારવાથી વૃત્તિૌતુ સ ંસ્કૃત રૂપ વારિન્ન થાય. આ શબ્દથી મુનિ નાગેન્દ્રનું એ કહેવાનું તાત્પ હતું કે—મને આકાશગમનમાં ઉપાયભૂત પાદલેપ વિદ્યાનું દાન કરે, જેથી હુ પાદલિપ્ત કહેવાઉં. આમ એક માત્રા વધારવાથી પલિત્ત શબ્દના વિલક્ષણ અધ થઈ જાય તેવી મુનિ નાગેન્દ્રની તેજસ્વી બુદ્ધિ જોઇ ગુરુ પ્રસન્ન થયા. તેમણે ગગનગામિની વિદ્યાથી વિભૂષિત ‘વાહિતો મન ના શુભ આશીર્વાદ આપ્યા. ત્યારથી મુનિ નાગેન્દ્રનું નામ પાદલિપ્ત પ્રસિદ્ધ થઈ ગયું. દશ વર્ષની વયે ગુરુએ તેમને આચાર્યપદે સ્થાપ્યા. જૈનશાસનની પ્રભાવના માટે ગુરુના આદેશથી આચાય પાદલિપ્તસૂરિ એક વખત મથુરા પધાર્યાં. કેટલેક વખત ત્યાં રહી મથુરાથી તેઓ પાટિલપુત્ર પધાર્યા. તે વખતે પાટલિપુત્રમાં મુરડ રાજા રાજ કરતા હતા. શ્રી પાદલિપ્તસૂરિએ પોતાના અદ્ભુત વિદ્યાબળ અને કાવ્યથી મુરુડ રાજાને પ્રભાવિત કર્યાં. એક વખત મુરુડ રાજાના મસ્તકમાં ભયંકર પીડા ઉત્પન્ન થઈ. છ મહિના સુધી અનેક ઉપચાર કર્યાં, પણ કોઈ રીતે વેદના શાંત ન થઈ. રાજપરિવારમાં નિરાશા ફેલાઈ. એક દિવસ એક મંત્રીએ રાજાને કહ્યું કે—“ નાથ ! આપની વેદનાના સફળ ઉપચાર કદાચ આ પાદલિપ્તસૂરિના મંત્રપ્રયાગથી થાય. '' રાજા મુરુડે તરત જ આચાય પાદલિપ્તને ખેલાવવા કહ્યું. મંત્રી આચાર્ય
2010-04
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવ તા
૬૪૫
પાદલિપ્ત પાસે ગયા અને વિનમ્ર સ્વરોમાં કહ્યું કે- આચાર્ય પ્રવર ! રાજાના મસ્તકની પીડાને દૂર કરી પ્રીતિ અને ધર્મ તું ઉપાજ ન કરે. ’ મંત્રીની પ્રાર્થના સ્વીકારી આચાય પાદલિપ્તસૂરિ રાજદરબારમાં પધાર્યાં. પોતાની પ્રદેશિની આંગળીને ઢીંચણ પર ફેરવીને ક્ષણવારમાં તેમણે રાજાના મસ્તકની પીડાને ઉપશાંત કરી. પાદલિપ્તસૂરિની મંત્રવિદ્યાર્થી સંપૂર્ણ સ્વસ્થતાને પ્રાપ્ત કરી મહારાજા મુરુડ તેમના ભક્ત બની ગયે.
એક વખત મુરુડ રાજાએ વાર્તાલાપમાં આચાર્ય પાદલિપ્તસૂરિને પ્રશ્ન કર્યો કે— હે અમારા પગાર ખાનારા નેકરે પગાર પ્રમાણે કામ કરે છે, જ્યારે આપના શિષ્યે પૈસાના લેભ વિના વગર પગારે આપનું કાર્ય કરવા પર રહે છે, તેનું રહસ્ય શું છે? ” પ્રત્યુત્તરમાં શ્રી પાદલિપ્તસૂરિએ કહ્યું કે— રાજન્ ! ઉભયલાકની હિતકામનાથી પ્રેરિત થઈ, શિષ્યા ગુરુનુ કાર્યો કરવામાં ઉત્સુક રહે છે. ” શ્રી પાદલિપ્તસૂરિના આ ઉત્તરથી મુકુંડ રાજાના મનનું પૂરું સમાધાન ન થયું. રાજાએ ફરી કહ્યું કે—“ લેાકપ્રવૃત્તિનું મુખ્ય નિમિત્ત ધન છે. ” કેટલાક સમય સુધી બંનેમાં આ વિષયની ચર્ચા ચાલી. પોતપોતાની વાતને પ્રામાણિત કરવા માટે રાજાએ પેાતાના પ્રધાનને અને આચાર્ય પાદલિપ્તસૂરિએ પેાતાના નવદીક્ષિત શિષ્યને આદેશ આપ્યા કે “તમે તપાસ કરી આવા કે ગગા કઈ દિશા તરફ વહે છે? ” આ સાંભળી પ્રધાને વિચાર્યુ કે-બાલમુનિની સાથે રહેવાથી રાજાની બુદ્ધિ પણ બાળક જેવી થઇ ગઈ છે. આવા સાધારણ પ્રશ્નના ઉત્તર તે સ્ત્રીએ પણ આપી શકે. આ રીતે બડબડ કરતે પ્રધાન રાજાના આદેશ મુજબ ત્યાંથી ચાલ્યા ગયા અને પેાતાના મિત્રા સાથે જુગાર રમવા લાગ્યા. જુગાર રમવામાં સમય પ્રસાર કરી, રાજાની પાસે આવીને જણાવ્યું કે—“ ગંગા પૂર્વાભિમુખ વહે છે. ” પરંતુ કેટલીક વ્યક્તિ દ્વારા રાજાએ જાણ્યુ કે—પ્રધાને રાજાના આદેશનુ જાતે જઈ પાલન કર્યું ન હતું. જ્યારે આ બાજુ પાદલિપ્તસૂરિના નદીક્ષિત શિષ્ય ગંગાના કિનારા પર ગયા અને પૂરી તપાસ કરી. લેાકેાને પણ પૂછ્યું' અને પૂરી ાણકારી મેળવી, ગુરુની પાસે આવીને વિનમ્ર શબ્દોમાં કહ્યું કે “ગંગા પૂર્વાભિમુખ વહે છે, '' તેમણે ાતે જઈ તપાસ કર્યાની મોકલેલા માણસા દ્વારા જાણી મુરુડ રાજા પ્રભાવિત થયા.
વાત.
પાતાના
પાટલિપુત્રથી વિહાર કરી શ્રી પાદલિપ્તસૂરિ મથુરા પધાર્યા. ત્યાંથી લાટપ્રદેશમાં આવેલા કારપુર પધાર્યાં. એકારપુરમાં એ વખતે ભીમ રાજાનું રાજ હતું. વિદ્વાન આચાર્યશ્રીનું રાજાએ બહુ સન્માન કર્યું.. એક વાર આચાય પાલિપ્તથી પ્રભાવિત થઈ લાટ પ્રદેશના પડિતાએ તેમને પૂછ્યું “ પૃથ્વીમ`ડળ પર વિચરતાં તમે કોઇ ઠેકાણે ચંદનરસ સમાન શીતલ અગ્નિને જોયા છે કે સાંભળ્યે છે? ’” શ્રી પાદલિપ્તસૂરિએ તરત જ કાવ્યમય ભાષામાં ઉત્તર આપ્યો કે—પવિત્ર હૃદયવાળા, અપકીર્તિજન્ય દુઃખને વહન કરનારા પુરુષને અગ્નિ પણ શીતલ ચંદન - સમાન લાગે છે. ” આચાર્ય પાદલિપ્તસૂરિની મત્યુત્પન્ન પ્રતિભાના પ્રભાવથી પડિતા મુગ્ધ થયા.
શ્રીસંઘની વિજ્ઞપ્તિથી તેમની સાથે પધારી આચાય પાદલિપ્તસૂરિએ શત્રુંજયતીની યાત્રા કરી. ત્યાંથી તેઓ માનખેતપુર પધાર્યા. માનખેટપુરમાં એ વખતે નરેશ કૃષ્ણનું રાજ હતું.
અ. ૧૯
2010_04
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૪૬
શાસનપ્રભાવક
રાજા કૃષ્ણ શ્રી પાદલિપ્તસૂરિને ભક્તિપૂર્વક આદરસત્કાર કર્યો. તે સમયે માનખેત્રપુરમાં પ્રાંશુપુરથી રુદ્રદેવસૂરિ અને વિલાસપુરથી શ્રમણસિંહસૂરિ પધાર્યા. વિલાસપુરમાં એ વખતે પ્રજાપતિનું શાસન હતું. શ્રી રુદ્રદેવસૂરિ નિપ્રાભૃતના વિશિષ્ટ જ્ઞાતા હતા. ઉત્પત્તિ સંબંધી તેમને ઘણું જ્ઞાન હતું. શ્રી શ્રમણસિંહસૂરિ ત્મિવિદ્યાના પ્રકાંડ પંડિત હતા. આચાર્યશ્રી પાદલિપ્તસૂરિના બુદ્ધિબાળ અને વિદ્યાબળથી રાજા કૃષ્ણ અને તેમની સભાના વિદ્વાને ઘણા પ્રભાવિત થયા. રાજાના આગ્રહથી શ્રી પાદલિપ્તસૂરિ લાંબા સમય સુધી માનખેત્રપુરમાં બિરાજ્યા હતા.
એક વખત ભરૂચના શ્રાવકોને પ્રાર્થનાથી આચાર્યશ્રી પાદલિપ્તસૂરિએ કાર્તિકી પૂર્ણિમાએ ત્યાં પહોંચવાનું વચન આપ્યું હતું. આચાર્ય મહેન્દ્રની મંત્રવિદ્યાના પ્રવેગથી પરાભવ પામેલા પાટલિપુત્રના બ્રાહ્મણને શ્રી અપુરાચાર્યે ભરૂચમાં જૈન દીક્ષા આપી હતી, અને ત્યારથી તિવૈરના કારણે ભરૂચના બ્રાહ્મણે જૈન સમાજ સાથે પ્રતિકૂળતાથી વર્તતા હતા. શ્રી પાદલિપ્તસૂરિને ભરૂચમાં આવવાને ઉદ્દેશ બ્રાહ્મણે દ્વારા થતા આ વિગ્રહને શાંત કરવાનું હતું. કાર્તિકી પૂર્ણિમાને દિવસે રાજા કૃષ્ણને કહી શ્રી પાલિ-સૂરિ આકાશમાગે વિહાર કરી ભરૂચ પહેચ્યા. શ્રી પાદલિપ્તસૂરિના આગમનથી જૈન સમાજ આનંદ પામે. આચાર્યશ્રી પાદલિપ્તસૂરિની વિસ્મયજનક શક્તિથી ભયભીત બની, વિગ્રહ કરનારા બ્રાહ્મણે ત્યાંથી ચાલ્યા ગયા. ભરૂચ નરેશને પણ આચાર્ય પાદલિપ્તસૂરિના આગમનથી અત્યંત આનંદ થયે. ભરૂચ નરેશે આચાર્યશ્રીને રહેવા માટે પ્રાર્થના કરી પણ શ્રી પાદલિપ્તસૂરિએ કહ્યું કે –“હું અપરહ્નકાળે માનખેત્રપુર પહોંચી જવા માટે રાજ કૃષ્ણ સાથે વચનબદ્ધ છું. તે પછી મારે કેટલીક તીર્થયાત્રા કરવી છે. આથી આજે જ પ્રયાણ કરવું જરૂરી છે.” રાજાને સમજાવી દિવસના પાછલા ભાગમાં તેઓ આકાશમાગે માનખેટનગરમાં પહોંચી ગયા. ત્યાંથી પગે ચાલી તીર્થયાત્રાની શરૂઆત કરી. તીર્થયાત્રાના ક્રમમાં સૌરાષ્ટ્રમાં આવેલ ઢંકાનગરીમાં પહોંચ્યા. ત્યાં તેમને વિદ્યારાધક નાગાનને મેળાપ .
નાગાર્જુને ક્ષત્રિયપુત્ર હતો. તેની માતાનું નામ સુવ્રતા હતું. તેને રસાયણસિદ્ધિના પ્રયોગ અને કલાઓ શીખવાની વિશેષ રૂચિ હતી. તેણે ઘણી કલાઓનું શિક્ષણ મેળવ્યું. વન–પર્વતે-નદી કિનારાઓ વગેરે પર ભ્રમણ કરી વનસ્પતિઓનું ઊંડું જ્ઞાન મેળવ્યું. ક્રમે કરીને રસાયણસિદ્ધિમાં તે પારંગત થયો. દૂર દેશાંતરની યાત્રા કરી નાગાર્જુન ઢંકાનગરીમાં આવ્યો. તે વખતે શ્રી પાદલિપ્તસૂરિ પણ ત્યાં પધાર્યા. નાગાર્જુન શ્રી પાદલિપ્તસૂરિના આગમનથી આનંદ પામે. તે જાણતા હતા કે આચાર્યશ્રી પાદલિપ્તસૂરિ પાસે આકાશગામિની વિદ્યા છે. નાગાર્જુન એ વિદ્યા મેળવવા ઇચ્છતા હતા. આથી પાદલિપ્તસૂરિ સાથે ગાઢ સંબંધ સ્થાપન કરવાના ઉદ્દેશથી રસાયણથી ભરેલું એક પાત્ર પિતાના શિષ્યની સાથે મોકલ્યું. શિષ્ય એ રસકૂપિકા આચાર્ય પાદપ્તિસૂરિને વિનયપૂર્વક ભેટ કરી. રસકૂપિકા પાત્રને હાથમાં લઈ પાદલિપ્તસૂરિએ કહ્યું કે—“નાગાર્જુનને મારી સાથે એટલો
નેહ છે કે જે માટે આ રસાયણ તૈયાર કર્યું !” એટલું કહીને હસીને તે રસકૂપિકાના પાત્રને દીવાલ સાથે અથડાવી તેના ટુકડે ટુકડા કરી નાખ્યા અને કાચના વાસણમાં પિતાનું મૂત્ર ભરી તે શિષ્યના હાથમાં આપ્યું. શિષ્ય મનોમન વિચાર્યું કે –“મારા ગુરુ નાગાર્જુન કેટલા મૂર્ખ છે કે સ્નેહહીન પાદલિપ્તસૂરિ સાથે મૈત્રી કરવા ઇચ્છે છે.” શિષ્ય મૂત્રથી ભરેલું પાત્ર નાગાર્જુનની
2010_04
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવંત
૧૪s સામે રાખી દીધું અને કહ્યું“આપની સાથે તેમની આ અદ્ભુત મંત્રી છે.” પાત્રનું ઢાંકણું ઉઘાડી વિદ્વાન નાગાર્જુને સૂછ્યું. તેમાંથી ભારે દુર્ગધ આવતી હતી. આચાર્ય પાદલિપ્તસૂરિના આ વ્યવહારથી નાગાર્જુન કેપિત થયે, અને કાચના પાત્રને પથ્થર પર પટકી ફેડી નાખ્યું. નાગાર્જુનના એક શિષ્ય કેટલાક સમય પછી, ભજન પકાવવા માટે ત્યાં સહજભાવે અગ્નિ સળગાવ્યું. અગ્નિ અને મૂત્રને સંયુક્ત પેગ થવાથી પથ્થર સુવર્ણ થઈ ગયો ! આ વાત શિષ્ય દ્વારા નાગાર્જુન પાસે પહોંચી. આચાર્ય પાદલિપ્તસૂરિના મૂત્રના સ્પર્શ માત્રથી સુવર્ણસિદ્ધિની આ ઘટના સાંભળી પિતાની રસાયણવિદ્યાને નાગાર્જુનને ગર્વ ગળી ગયે.
વિધાધર નાગાર્જુન આચાર્ય પાદલિપ્તસૂરિ પાસે પહોંચી ગયું અને બોલ્યો-“ગુરુવર્ય! આપ દેહસિદ્ધ યોગી છે. આપની વિદ્યા સામે મારે અને મારી રસાયણસિદ્ધિને ગર્વ ગળી ગ છે. હવે હું આપની પાસે રહેવા ઇચ્છું છું.” ગગનગામિની વિદ્યા મેળવવાની ઇચ્છાવાળા નાગાર્જુન આચાર્ય પાદલિપ્તસૂરિ પાસે રહેવા લાગ્યા. વિનીતભાવે તેમની દેહસુષા અને ચરણપ્રક્ષાલનનું કાર્ય કરતા હતા. આચાર્ય પાદલિપ્તસૂરિ પગ પર લેપ લગાડી હંમેશાં તીર્થભૂમિએનાં ગિરિશિખર પર આકાશમાર્ગે ગમનાગમન કરતા હતા. તેમનું ગમનાગમનનું કાર્ય એક મુહૂર્તમાં થતું હતું. નાગા ને તેમના પાદપ્રક્ષાલિત જળના વર્ણગંધ-સ્વાદ આદિને સમજી, સૂંઘી અને ચાખીને ૧૦૭ દ્રવ્યને જાણી લીધાં. આચાર્ય પાદલિપ્તસૂરિની જેમ નાગાર્જુન પણ પગ પર લેપ લગાડી આકાશમાં ઊડતા. પરંતુ પૂર્ણ જ્ઞાનના અભાવે થડે ઊંચે ઊડી નીચે પડતા. પગના ઘાને જોઈને પાદલિપ્તસૂરિ નાગાર્જુનની અસફળતાનું કારણ સમજી ગયા. તેઓએ કહ્યું કે “કુશળ બુદ્ધિશાળી ! તમારી આ અપૂર્ણતાનું કારણ શુગમ્ય જ્ઞાનનો અભાવ છે. ગુરુના માર્ગદર્શન વિના કઈ કળા ફળવતી બનતી નથી. ”
નાગાર્જુને કહ્યું—“ગુરુદેવ! આપનું વચન પ્રમાણ છે. ગુરુના માર્ગદર્શન વિના સિદ્ધિની પ્રાપ્તિ થતી નથી, એ હું સમજું છું. પરંતુ હું મારી બુદ્ધિની પરીક્ષા કરતો હતે. ” આચાર્ય પાદલિપ્તસૂરિ તેની સરળતાથી પ્રસન્ન થયા અને કહ્યું કે --- “તમારી બુદ્ધિશક્તિથી મને સંતોષ થયું છે. હું તમને વિદ્યાદાન કરીશ. તમે મને ગુરુદક્ષિણામાં શું આપશે?” નાગાર્જુને નમીને કહ્યું કે –“આપ જે કહેશે તે આપવા માટે હું તૈયાર છું.” આચાર્ય પાદલિપ્તસૂરિએ નાગાર્જુનને જૈનધર્મ સ્વીકારવાનો ઉપદેશ આપે. નાગાર્જુને તેમનું કથન સ્વીકાર્યું. ઉદાર ચરિત શ્રી પાદલિપ્તસૂરિએ પાલેપની વિદ્યાને સમગ્રપણે બોધ આપતાં કહ્યું કે—“ભાગ્યવંત! તને ૧૦૭ ઔષધીઓનું જ્ઞાન મળ્યું છે. તેની સાથે કાંજીના પાણીથી મિશ્રિત સાડી તાંદુલને લેપ કર. તું નિબંધગતિથી આકાશગમન કરી શકીશ.” ગુરુના માર્ગદર્શનથી નાગાર્જુનને પિતાના કાર્યમાં પૂરી સફળતા મળી. શ્રી પાદપ્તિસૂરિને ધર્મપ્રચારના કાર્યમાં નાગાર્જુનને ઘણો સહેગ મળે. વિદ્યાધર નાગાર્જુને આચાર્ય પાદલિપ્તસૂરિનો ઘણે ઉપકાર માને. તેમની પવિત્ર સ્મૃતિમાં શત્રુંજયની તળેટીમાં વસેલા નગરનું નામ પાદલિપ્તપુર (પાલીતાણા) રાખ્યું. નાગાન શ્રી પાદલિપ્તસૂરિના અનન્ય ભક્ત હતે.
( એક વખત શ્રી પાદલિપ્તસૂરિ પ્રતિષ્ઠાનપુર પધાર્યા. ત્યાં તે વખતે શાતવાહન રાજાનું
2010_04
Page #6
--------------------------------------------------------------------------
________________ 148 શાસનપ્રભાવક રાજ હતું. આચાર્ય પાદલિપ્તસૂરિ પધાર્યા તે પહેલાં શાતવાહનની સભામાં ચાર કવિઓ આવ્યા હતા. ચારે કવિઓએ મળીને રાજાને એક કલેક સંભળાવ્યું કે –“ની મોજનમાય, પઝ કાળનાં રચા ! ક્ષતિરવિશ્વાસ: પાયારું સ્ત્રીપુ માર્દવમ્ " અર્થાત્ , આત્રેય ઋષિએ ભૂખ લાગે ત્યારે ભજન કરવાનું કહ્યું છે. કપિલે પ્રાણી માત્ર પર દયા રાખવાનું કહ્યું છે. બૃહસ્પતિએ કેઈન વિશ્વાસ રાખવો નહિ એમ કહ્યું છે અને પાંચાલે સ્ત્રીઓની સાથે કેમળ વ્યવહાર રાખવાનું કહ્યું છે. આ પદ્ય સાંભળી શાતવાહન રાજાની સભાના બધા સભ્યોએ કવિઓની ઘણી પ્રશંસા કરી. પણ ભગવતી નામની ગણિકા મૌન રહી. રાજાએ ગણિકાને કહ્યું--“તમે તમારા વિચાર જણાવે.” ત્યારે ભગવતીએ કહ્યું કે-“આકાશગામિની વિદ્યાસંપન્ન પાદલિપ્તસૂરિ સિવાય અન્ય વિદ્વાનની હું સ્તુતિ કરતી નથી. આજે એમના સિવાય સંસારમાં બીજા કેઈ વિદ્વાન નથી.” શાતવાહન રાજાએ શ્રી પાદલિપ્તસૂરિને પિતાને ત્યાં મોકલવા માટે માનખેત્રપુરમાં રાજા કૃષ્ણ પર આમંત્રણ મોકલ્યું. રાજા શાવાહનની પ્રાર્થના પર વિચાર કરી આર્ય પાદલિપ્તસૂરિ પ્રતિષ્ઠાનપુર પધાર્યા. નગરપ્રવેશ વેળાએ શાતવાહન રાજાએ પ્રવેશ–મહોત્સવ કર્યો. - શ્રી પાદલિપ્તસૂરિએ તરંગવઈ (તરંગવતી) કથા, જેન નિત્યક્રમ દીક્ષા, પ્રતિષ્ઠા પદ્ધતિ, શિલ્પ પર નિર્વાણકલિકા અને પ્રશ્નપ્રકાશ વગેરે ગ્રંથની રચના કરી હતી. ) આચાર્ય પાદલિપ્તસૂરિના ગુરુ આચાર્ય નાગહસ્તિ હતા. શ્રી નાગહસ્તિને સમય વીરનિર્વાણ દ૨૧ થી 689 માનવામાં આવે છે. આર્ય પાદલિપ્તસૂરિને 10 વર્ષની વયે શ્રી નાગહસ્તિસૂરિએ આચાર્યપદે સ્થાપ્યા હતા. તેથી શ્રી પાદલિપ્તસૂરિનો સમય વીરનિર્વાણ સં. સાતમી શતાબ્દીને ઉત્તરાર્ધ સિદ્ધ થાય છે. તેઓશ્રી શત્રુંજય તીર્થે 32 દિવસનું અનશન કરી સ્વર્ગવાસ પામ્યા હતા. લબ્ધિપ્રભાવક યુગપ્રધાન, અંતિમ દશપૂર્વધર મહર્ષિ : આચાર્યશ્રી વજાસ્વામી સૂરિજી મહારાજ અવન્તિ (માળવા) નામના દેશમાં તંબુવન નામે એક સમૃદ્ધ નગર હતું. તે નગરમાં ધનશેઠ નામે એક શેઠ રહેતા હતા. તેમને ધનગિરિ નામે એક પુત્ર હતા. તે રૂપમાં કામદેવ સમાન હતું. મહાત્માઓના સંસર્ગથી વિરક્ત થયેલે ધનગિરિ પાણિગ્રહણ કરવા ઇચ્છતું ન હતું. તે નગરમાં ધનપાલ નામે એક વ્યવહાર વસતે હતો. તેને સમિત નામે પુત્ર હતું અને સુનંદા નામે પુત્રી હતી. પુત્ર સમિતે આચાર્યશ્રી સિંહગિરિસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી હતી. પુત્રી સુનંદાને નવયૌવન પામેલી જોઈને પિતા ધનપાલે તેના માટે ધનગિરિની પસંદગી કરી. એક દિવસ ધનપાલે ધનગિરિને કહ્યું કે—“તું મારી પુત્રી સુનંદાને સ્વીકાર કર.” ત્યારે ધનગિરિએ વિરક્તભાવ બતાવ્યું. પણ પછી ધનપાલના અત્યંત આગ્રહે ધનગિરિએ સુનંદાને સ્વીકાર કર્યો. 2010_04