SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શાસનપ્રભાવક રાજા કૃષ્ણ શ્રી પાદલિપ્તસૂરિને ભક્તિપૂર્વક આદરસત્કાર કર્યો. તે સમયે માનખેત્રપુરમાં પ્રાંશુપુરથી રુદ્રદેવસૂરિ અને વિલાસપુરથી શ્રમણસિંહસૂરિ પધાર્યા. વિલાસપુરમાં એ વખતે પ્રજાપતિનું શાસન હતું. શ્રી રુદ્રદેવસૂરિ નિપ્રાભૃતના વિશિષ્ટ જ્ઞાતા હતા. ઉત્પત્તિ સંબંધી તેમને ઘણું જ્ઞાન હતું. શ્રી શ્રમણસિંહસૂરિ ત્મિવિદ્યાના પ્રકાંડ પંડિત હતા. આચાર્યશ્રી પાદલિપ્તસૂરિના બુદ્ધિબાળ અને વિદ્યાબળથી રાજા કૃષ્ણ અને તેમની સભાના વિદ્વાને ઘણા પ્રભાવિત થયા. રાજાના આગ્રહથી શ્રી પાદલિપ્તસૂરિ લાંબા સમય સુધી માનખેત્રપુરમાં બિરાજ્યા હતા. એક વખત ભરૂચના શ્રાવકોને પ્રાર્થનાથી આચાર્યશ્રી પાદલિપ્તસૂરિએ કાર્તિકી પૂર્ણિમાએ ત્યાં પહોંચવાનું વચન આપ્યું હતું. આચાર્ય મહેન્દ્રની મંત્રવિદ્યાના પ્રવેગથી પરાભવ પામેલા પાટલિપુત્રના બ્રાહ્મણને શ્રી અપુરાચાર્યે ભરૂચમાં જૈન દીક્ષા આપી હતી, અને ત્યારથી તિવૈરના કારણે ભરૂચના બ્રાહ્મણે જૈન સમાજ સાથે પ્રતિકૂળતાથી વર્તતા હતા. શ્રી પાદલિપ્તસૂરિને ભરૂચમાં આવવાને ઉદ્દેશ બ્રાહ્મણે દ્વારા થતા આ વિગ્રહને શાંત કરવાનું હતું. કાર્તિકી પૂર્ણિમાને દિવસે રાજા કૃષ્ણને કહી શ્રી પાલિ-સૂરિ આકાશમાગે વિહાર કરી ભરૂચ પહેચ્યા. શ્રી પાદલિપ્તસૂરિના આગમનથી જૈન સમાજ આનંદ પામે. આચાર્યશ્રી પાદલિપ્તસૂરિની વિસ્મયજનક શક્તિથી ભયભીત બની, વિગ્રહ કરનારા બ્રાહ્મણે ત્યાંથી ચાલ્યા ગયા. ભરૂચ નરેશને પણ આચાર્ય પાદલિપ્તસૂરિના આગમનથી અત્યંત આનંદ થયે. ભરૂચ નરેશે આચાર્યશ્રીને રહેવા માટે પ્રાર્થના કરી પણ શ્રી પાદલિપ્તસૂરિએ કહ્યું કે –“હું અપરહ્નકાળે માનખેત્રપુર પહોંચી જવા માટે રાજ કૃષ્ણ સાથે વચનબદ્ધ છું. તે પછી મારે કેટલીક તીર્થયાત્રા કરવી છે. આથી આજે જ પ્રયાણ કરવું જરૂરી છે.” રાજાને સમજાવી દિવસના પાછલા ભાગમાં તેઓ આકાશમાગે માનખેટનગરમાં પહોંચી ગયા. ત્યાંથી પગે ચાલી તીર્થયાત્રાની શરૂઆત કરી. તીર્થયાત્રાના ક્રમમાં સૌરાષ્ટ્રમાં આવેલ ઢંકાનગરીમાં પહોંચ્યા. ત્યાં તેમને વિદ્યારાધક નાગાનને મેળાપ . નાગાર્જુને ક્ષત્રિયપુત્ર હતો. તેની માતાનું નામ સુવ્રતા હતું. તેને રસાયણસિદ્ધિના પ્રયોગ અને કલાઓ શીખવાની વિશેષ રૂચિ હતી. તેણે ઘણી કલાઓનું શિક્ષણ મેળવ્યું. વન–પર્વતે-નદી કિનારાઓ વગેરે પર ભ્રમણ કરી વનસ્પતિઓનું ઊંડું જ્ઞાન મેળવ્યું. ક્રમે કરીને રસાયણસિદ્ધિમાં તે પારંગત થયો. દૂર દેશાંતરની યાત્રા કરી નાગાર્જુન ઢંકાનગરીમાં આવ્યો. તે વખતે શ્રી પાદલિપ્તસૂરિ પણ ત્યાં પધાર્યા. નાગાર્જુન શ્રી પાદલિપ્તસૂરિના આગમનથી આનંદ પામે. તે જાણતા હતા કે આચાર્યશ્રી પાદલિપ્તસૂરિ પાસે આકાશગામિની વિદ્યા છે. નાગાર્જુન એ વિદ્યા મેળવવા ઇચ્છતા હતા. આથી પાદલિપ્તસૂરિ સાથે ગાઢ સંબંધ સ્થાપન કરવાના ઉદ્દેશથી રસાયણથી ભરેલું એક પાત્ર પિતાના શિષ્યની સાથે મોકલ્યું. શિષ્ય એ રસકૂપિકા આચાર્ય પાદપ્તિસૂરિને વિનયપૂર્વક ભેટ કરી. રસકૂપિકા પાત્રને હાથમાં લઈ પાદલિપ્તસૂરિએ કહ્યું કે—“નાગાર્જુનને મારી સાથે એટલો નેહ છે કે જે માટે આ રસાયણ તૈયાર કર્યું !” એટલું કહીને હસીને તે રસકૂપિકાના પાત્રને દીવાલ સાથે અથડાવી તેના ટુકડે ટુકડા કરી નાખ્યા અને કાચના વાસણમાં પિતાનું મૂત્ર ભરી તે શિષ્યના હાથમાં આપ્યું. શિષ્ય મનોમન વિચાર્યું કે –“મારા ગુરુ નાગાર્જુન કેટલા મૂર્ખ છે કે સ્નેહહીન પાદલિપ્તસૂરિ સાથે મૈત્રી કરવા ઇચ્છે છે.” શિષ્ય મૂત્રથી ભરેલું પાત્ર નાગાર્જુનની Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249064
Book TitlePadliptasuri
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Story
File Size182 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy