Book Title: Padliptasuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 1
________________ શ્રમણભગવતે ૧૪૩ જેમની પવિત્ર સ્મૃતિમાં શત્રુંજય તળેટીમાં વસેલા નગરનું નામ પાદલિપ્તપુર (પાલીતાણા) રખાયું. આકાશગામિની વિદ્યાસંપન્ન : “તરંગવતી” નામક અદ્દભુત પ્રાકૃત કથાના રચયિતા આચાર્યશ્રી પાદલિપ્તસૂરિજી મહારાજ આચાર્યશ્રી પાદલિપ્તસૂરિ તરંગવતી' નામક અદ્ભુત પ્રાકૃત કથા (મહાકાવ્યોના રચયિતા અને વિસ્મયકારક મંત્રવિદ્યાના જાણકાર હતા. પગ પર ઔષધિને લેપ કરી આકાશમાં યથેચ્છ વિહાર કરવાની તેમનામાં અસાધારણ શક્તિ હતી. તેઓ સરસ કાવ્યકાર હતા. આચાર્ય પાદલિપ્તસૂરિના ગુરુનું નામ આચાર્યના ગહસ્તિસૂરિ હતું. તેમને આચાર્ય સંગ્રામસિંહસૂરિના વરદ હસ્તે દીક્ષા પ્રાપ્ત થઈ હતી અને મુનિ મંડન પાસે અધ્યયન કર્યું હતું. આચાર્ય સંગ્રામસિંહસૂરિ આચાર્ય નાગહસ્તિના ગુરુભાઈ હતા. પ્રભાવકચરિત્રમાં “પાદલપ્તિ પ્રબંધ” અનુસાર આચાર્ય નાગહસ્તિસૂરિ વિદ્યાધર ગચ્છા હતા. આ વિદ્યાધર ગચ્છ નમિ-વિનમિ વિદ્યાધરોના વંશમાં થયેલા કાલકાચાર્યની સાથે સંબંધ ધરાવતો હતો. આચાર્યશ્રી પાદલિપ્તસૂરિને જન્મ મરચું અને ગંગાના કિનારા પર વસેલી કેશલા (અયોધ્યા) નગરીમાં થયું હતું. એ સમયે ત્યાં વિજ્યબ્રહ્મરાજાનું રાજ હતું. પાદલિપ્તના પિતાનું નામ કુલ્લચંદ્ર અને માતાનું નામ પ્રતિમા હતું. પાદલિપ્તને ૯ નાના ભાઈઓ હતા. પિતા કુલ્લચંદ્ર કેશલા નગરીના શ્રીમંત શ્રેષ્ટિ હતા. તેમની પત્ની પ્રતિમા રૂપવતી અને ગુણવતી સ્ત્રી હતી. વિવિધ ગુણોથી સંપન્ન પ્રતિમા નિઃસંતાન હોવાને કારણે ચિંતિત રહેતી હતી. અનેક પ્રકારની ઔષધિઓનું સેવન તથા વિવિધ પ્રકારના યંત્ર-મંત્રથી પણ તેની ચિંતા મટી નહિ. એક વખત તેણે સંતાનપ્રાપ્તિ માટે વિરાટ્યા દેવીની આરાધના કરી. આઠ દિવસ તપ કર્યું. તપના પ્રભાવે દેવીએ પ્રગટ થઈને કહ્યું કે–“લબ્ધિસંપન્ન આચાર્ય નાગહસ્તિના પાદપ્રક્ષાલિત જળનું પાન કરે. તેનાથી તમને પુત્રરત્નની પ્રાપ્તિ થશે.” દેવીના માર્ગદર્શનથી પ્રતિમા પ્રસન્ન થઈ. તે ભક્તિભર્યા હૃદયે ઉપાશ્રયમાં પહોંચી. આચાર્ય નાગહસ્તિના પાદપ્રક્ષાલિત જળની પ્રાપ્તિ તેને સન્મુખ આવતાં મુનિ દ્વારા થઈ. ચરણદકનું પાન કરી પ્રતિમાઓ આચાર્ય નાગહસ્તિની પાસે જઈ દર્શન કર્યા. આચાર્ય નાગહસ્તિઓ પ્રતિમાને કહ્યું કે—“તેં મારાથી દશ હાથ દૂર રહીને ચરણોદકનું પાન કર્યું છે, આથી તેને દશ પુત્રેની પ્રાપ્તિ થશે. એમાંથી તારે પ્રથમ પુત્ર તમારાથી દશ યોજન દૂર જઈ ઘણે વિકાસ પામશે. જેનધર્મની વૃદ્ધિ કરશે. સંઘનું ગૌરવ વધારશે. બૃહસ્પતિ સમાન બુદ્ધિવાન થશે. બીજ સંતાને પણ યશસ્વી થશે.” મધુર વાણુથી નિવેદન કરતાં સૂરિજીને પ્રતિમાએ કહ્યું કે –“ગુરુદેવ! મારું પ્રથમ સંતાન આપનાં ચરણોમાં સમર્પિત કરીશ.” કૃતજ્ઞતા બતાવી મોટી આશા સાથે પિતાના ઘેર પાછી ફરી. શ્રેષ્ઠી કુલ્લચંદ્ર પણ પત્ની પાસેથી સમગ્ર વૃત્તાંત સાંભળી પ્રસન્ન થયા અને ગુરુના ચરણે પ્રથમ સંતાનને સમર્પિત કરી દેવાની વાતને પણ સંપૂર્ણ અનુમોદન આપ્યું. યોગ્ય સમય પૂર્ણ થતાં પ્રતિમાએ કામદેવ કરતાં પણ સુંદર અને તેજસ્વી પુત્રરત્નને Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6