Book Title: Padliptasuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 3
________________ શ્રમણભગવ તા ૬૪૫ પાદલિપ્ત પાસે ગયા અને વિનમ્ર સ્વરોમાં કહ્યું કે- આચાર્ય પ્રવર ! રાજાના મસ્તકની પીડાને દૂર કરી પ્રીતિ અને ધર્મ તું ઉપાજ ન કરે. ’ મંત્રીની પ્રાર્થના સ્વીકારી આચાય પાદલિપ્તસૂરિ રાજદરબારમાં પધાર્યાં. પોતાની પ્રદેશિની આંગળીને ઢીંચણ પર ફેરવીને ક્ષણવારમાં તેમણે રાજાના મસ્તકની પીડાને ઉપશાંત કરી. પાદલિપ્તસૂરિની મંત્રવિદ્યાર્થી સંપૂર્ણ સ્વસ્થતાને પ્રાપ્ત કરી મહારાજા મુરુડ તેમના ભક્ત બની ગયે. એક વખત મુરુડ રાજાએ વાર્તાલાપમાં આચાર્ય પાદલિપ્તસૂરિને પ્રશ્ન કર્યો કે— હે અમારા પગાર ખાનારા નેકરે પગાર પ્રમાણે કામ કરે છે, જ્યારે આપના શિષ્યે પૈસાના લેભ વિના વગર પગારે આપનું કાર્ય કરવા પર રહે છે, તેનું રહસ્ય શું છે? ” પ્રત્યુત્તરમાં શ્રી પાદલિપ્તસૂરિએ કહ્યું કે— રાજન્ ! ઉભયલાકની હિતકામનાથી પ્રેરિત થઈ, શિષ્યા ગુરુનુ કાર્યો કરવામાં ઉત્સુક રહે છે. ” શ્રી પાદલિપ્તસૂરિના આ ઉત્તરથી મુકુંડ રાજાના મનનું પૂરું સમાધાન ન થયું. રાજાએ ફરી કહ્યું કે—“ લેાકપ્રવૃત્તિનું મુખ્ય નિમિત્ત ધન છે. ” કેટલાક સમય સુધી બંનેમાં આ વિષયની ચર્ચા ચાલી. પોતપોતાની વાતને પ્રામાણિત કરવા માટે રાજાએ પેાતાના પ્રધાનને અને આચાર્ય પાદલિપ્તસૂરિએ પેાતાના નવદીક્ષિત શિષ્યને આદેશ આપ્યા કે “તમે તપાસ કરી આવા કે ગગા કઈ દિશા તરફ વહે છે? ” આ સાંભળી પ્રધાને વિચાર્યુ કે-બાલમુનિની સાથે રહેવાથી રાજાની બુદ્ધિ પણ બાળક જેવી થઇ ગઈ છે. આવા સાધારણ પ્રશ્નના ઉત્તર તે સ્ત્રીએ પણ આપી શકે. આ રીતે બડબડ કરતે પ્રધાન રાજાના આદેશ મુજબ ત્યાંથી ચાલ્યા ગયા અને પેાતાના મિત્રા સાથે જુગાર રમવા લાગ્યા. જુગાર રમવામાં સમય પ્રસાર કરી, રાજાની પાસે આવીને જણાવ્યું કે—“ ગંગા પૂર્વાભિમુખ વહે છે. ” પરંતુ કેટલીક વ્યક્તિ દ્વારા રાજાએ જાણ્યુ કે—પ્રધાને રાજાના આદેશનુ જાતે જઈ પાલન કર્યું ન હતું. જ્યારે આ બાજુ પાદલિપ્તસૂરિના નદીક્ષિત શિષ્ય ગંગાના કિનારા પર ગયા અને પૂરી તપાસ કરી. લેાકેાને પણ પૂછ્યું' અને પૂરી ાણકારી મેળવી, ગુરુની પાસે આવીને વિનમ્ર શબ્દોમાં કહ્યું કે “ગંગા પૂર્વાભિમુખ વહે છે, '' તેમણે ાતે જઈ તપાસ કર્યાની મોકલેલા માણસા દ્વારા જાણી મુરુડ રાજા પ્રભાવિત થયા. વાત. પાતાના પાટલિપુત્રથી વિહાર કરી શ્રી પાદલિપ્તસૂરિ મથુરા પધાર્યા. ત્યાંથી લાટપ્રદેશમાં આવેલા કારપુર પધાર્યાં. એકારપુરમાં એ વખતે ભીમ રાજાનું રાજ હતું. વિદ્વાન આચાર્યશ્રીનું રાજાએ બહુ સન્માન કર્યું.. એક વાર આચાય પાલિપ્તથી પ્રભાવિત થઈ લાટ પ્રદેશના પડિતાએ તેમને પૂછ્યું “ પૃથ્વીમ`ડળ પર વિચરતાં તમે કોઇ ઠેકાણે ચંદનરસ સમાન શીતલ અગ્નિને જોયા છે કે સાંભળ્યે છે? ’” શ્રી પાદલિપ્તસૂરિએ તરત જ કાવ્યમય ભાષામાં ઉત્તર આપ્યો કે—પવિત્ર હૃદયવાળા, અપકીર્તિજન્ય દુઃખને વહન કરનારા પુરુષને અગ્નિ પણ શીતલ ચંદન - સમાન લાગે છે. ” આચાર્ય પાદલિપ્તસૂરિની મત્યુત્પન્ન પ્રતિભાના પ્રભાવથી પડિતા મુગ્ધ થયા. શ્રીસંઘની વિજ્ઞપ્તિથી તેમની સાથે પધારી આચાય પાદલિપ્તસૂરિએ શત્રુંજયતીની યાત્રા કરી. ત્યાંથી તેઓ માનખેતપુર પધાર્યા. માનખેટપુરમાં એ વખતે નરેશ કૃષ્ણનું રાજ હતું. અ. ૧૯ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6