Book Title: Nyayavinshika Author(s): Abhayshekharsuri Publisher: Divya Darshan Trust View full book textPage 5
________________ ક્રિયા અંગે ક્રિયમાણે કૃતિ એ વ્યવહારનયને માન્ય છે; “અહં' શબ્દનો વાચ્યાર્થ માત્ર શરીર કે માત્ર આત્મા નથી, પણ શરીરનુવિદ્ધ આત્મા છે; નય પ્રધાનતયા ઇતરાંશપ્રતિક્ષેપી છે, અપ્રધાનતયા ઈતરાંશઅપ્રતિક્ષેપી છે; પૂર્વ-પૂર્વનયની ઉત્તરોત્તર નયને શિખામણ; વગેરે વગેરે અનેક વાતો આ ગ્રન્થમાં જાણવા મળશે જેને પૂર્વાપર અનુસંધાનપૂર્વક ચિન્તન-મનન કરવાની ખાસ વિનંતી છે. આ ગ્રન્થમાં જે કાંઈ સારું છે તે દેવાધિદેવ શ્રી વર્ધમાનસ્વામીનો અચિન્ય અનુગ્રહ છે. તથા, પૂજયપાદ ગુરુદેવોની અમોઘ કૃપા છે. સિદ્ધાન્ત મહોદધિ સુવિશાળગચ્છસર્જક સ્વ. પૂ.આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.; ન્યાયવિશારદ ભાવાચાર્ય સ્વ. ગુરુદેવ પૂ.આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી. મ.સા.; સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ પ.પૂ.આ. શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા.; અધ્યાત્મરસિક કર્મસાહિત્યમર્મવિદ્ સ્વ. પૂ.આ. શ્રી વિજય ધર્મજિતુસૂરીશ્વરજી મ.સા., શ્રીસૂરિમન્નના પરમસાધક દક્ષિણમહારાષ્ટ્રપ્રભાવક સ્વ. પૂ.આચાર્ય શ્રીમદ્ વિજય જયશેખરસૂરીશ્વરજી મ.સા... આ સુવિહિત ગુરુપરંપરાની માહિતી કૃપા અને સહવર્તી શિષ્યવૃન્દના સેવા-સહકાર વિના આવા ગ્રન્થસર્જનની શક્યતા વિચારી પણ શે શકાય? પંન્યાસ શ્રી અજિતશેખરવિજયજી ગણિવર (હાલ-આચાર્ય) તથા મુનિરાજ શ્રી ઉદયવલ્લભવિજયજી ગણિવરે આ ગ્રન્થનું સૂક્ષ્મતાપૂર્વક સંશોધન કરીને એની ઉપાદેયતામાં વૃદ્ધિ કરી છે. ધન્યવાદ. તેમ છતાં, શ્રી સર્વજ્ઞપ્રભુના ત્રિકાળઅબાધિત પરમપવિત્ર અભિપ્રાયોથી વિપરીત જો કાંઈપણ નિરૂપણ આ ગ્રન્થમાં થયું હોય તો હું એનું હાર્દિક મિચ્છામિ દુક્કડ દઉં છું... સંવિગ્ન બહુશ્રુત ગીતાર્થો એ અંગે મારું ધ્યાન દોરે એવી પ્રાર્થના કરું છું. શ્રી જૈનશાસનના નય અંગેના અદૂભૂત રહસ્યોનો સરળ બોધ મેળવવા માટે આ ગ્રન્થનો સહારો લઈ અધિકારી જિજ્ઞાસુ વર્ગ મારા શ્રમને સફળ કરે એવી નમ્ર વિનંતી સાથે. વિ.સં. ૨૦૬૫, ચૈત્ર સુદ-૪ ગુરુપાદપઘરેણુ - અભયશેખર (સ્વ. પૂ.બા મહારાજ સાધ્વી શ્રી ચન્દ્રરત્નાશ્રીજી મ.ની પ્રથમસ્વર્ગારોહણતિથિ) કાવતીર્થPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 370