Book Title: Nyayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 4
________________ માતંગ સિદ્ધાયિકા પરિપૂજિતાય શ્રી વર્ધમાન સ્વામિને નમઃ ( પ્રસ્તાવના) ચાર નિક્ષેપે રે સાત નયે કરી રે, વળી માંહિ સપ્તભંગી વિખ્યાત રે; કુમતિ જનના મદ મોડાય, વીર તારી દેશના રે... સમકિત બીજ આરોપણ થાય, વીર તારી દેશના રે.... સમ્યક્તરૂપી બીજનું આરોપણ કરનારી પ્રભુની દેશના ચાર નિક્ષેપાઓથી વ્યાપ્ત હોય છે, સાત નયોથી ગૂંથાયેલી હોય છે ને સપ્તભંગીથી વણાયેલી હોય છે. એટલે પ્રભુવચનના ઊંડા રહસ્યો પામી સમ્યક્તની પ્રાપ્તિ-દઢતા અને નિર્મળતા કરવી હોય તો આ ચાર નિક્ષેપા વગેરેની ઊંડી સમજણ જોઈએ જ. એ સમજણ કેળવવા માટે કરેલી, જિનવચનોના પૂર્વાપર અનુસંધાનપૂર્વકની અનુપ્રેક્ષાએ આ નિક્ષેપા, સપ્તભંગી તથા નયો અંગે ઘણા ઘણા અપૂર્વ રહસ્યો ખોલી આપ્યા... તદનુસાર સપ્તભંગીવિંશિકા અને નિક્ષેપવિંશિકાના પ્રકાશન બાદ હવે નાયવિંશિકા પ્રકાશિત થઈ રહી છે. આ ગ્રન્થમાં જ એક સ્થળે મેં મારા અંતસ્તોષને વ્યક્ત કર્યો છે. - બેશક, માત્ર અધ્યેતાઓને જ નહીં, ખુદ અધ્યાપકોને પણ કેટલીય વાતો સાવ અપૂર્વ લાગશે... ને તેથી એની શ્રદ્ધેયતા સામે પ્રશ્નો પણ ઊભા થશે જ. પ્રથમ દૃષ્ટિએ, મારા નિરૂપણથી સાવ અલગ ભાસે એવા અનેક શાસ્ત્રપાઠો પણ એમને મળશે જ. માત્ર એવા શાસ્ત્રપાઠોને જ નજરમાં રાખીને વિચાર્યા કરવામાં ઉસૂત્રપ્રરૂપણા ભાસવાની શક્યતા પણ નકારી ન શકાય. આ બધા વિદ્વાનોને મારી એક જ નમ્ર વિનંતી છે કે અપૂર્વ ભાસતા તે તે રહસ્યાર્થના સમર્થનમાં મેં જે શાસ્ત્રપાઠો આપ્યા છે, ને એ શાસ્ત્રપાઠોનો, અન્ય શાસ્ત્રપાઠોના સંદર્ભમાં તર્કસભર અનુપ્રેક્ષા કરીને જે અર્થ કર્યો છે, એના પર તેઓ વિચાર કરે, ને તેમાં કોઈ તર્કદોષ ભાસે તો મને જરૂર જણાવે. આજે ઉપલબ્ધ પૂર્વગ્રન્થોમાં જે જોવા નથી મળતી એવી, નૈગમનયનો વિષય ઊર્ધ્વતા સામાન્ય છે; ઋજુસૂત્રનય દ્રવ્યાર્થિક પણ છે ને પર્યાયાર્થિક પણ; નૈગમનયમાંથી સાંખ્યદર્શન નીકળ્યું છે, વ્યવહારનયમાંથી ન્યાયવૈશેષિકદર્શન નીકળ્યું છે; નૈગમનયે પિંડાદિ અવસ્થાઓમાં ઘટ એ જ ઊર્ધ્વતા સામાન્ય છે, માટી દ્રવ્ય નહીં; સંગ્રહનયે ઘટ એ જ તિર્યસામાન્ય છે, ઘટવ નહીં; સાતે નયોના ઉપન્યાસક્રમના હેતુઓ; દીર્ઘકાલીન

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 370