Book Title: Nyayavinshika Author(s): Abhayshekharsuri Publisher: Divya Darshan Trust View full book textPage 3
________________ પ્ર...કા...શ...કી...ય વર્તમાનમાં શ્રીસંઘને આરાધનાના દરેક યોગમાં અનુપમ રીતે જોડનાર શ્રી વિજયપ્રેમ-ભુવનભાનુસૂરિ સમુદાયના પૂ. આચાર્ય શ્રી વિજય અભયશેખરસૂરીશ્વરજી મ.સા.ની માર્ગાનુસારી પ્રજ્ઞાના પ્રભાવે ચાલેલી અદ્ભુત ઊંડી અનુપ્રેક્ષાના કારણે, શ્રી જૈનશાસનના પ્રાણભૂત પદાર્થો સપ્તભંગી અને નિક્ષેપ અંગેના અદ્ભુત રહસ્યોનું ઉદ્ઘાટન કરનારા સપ્તભંગીવિંશિકા અને નિક્ષેપવિંશિકા ગ્રન્થોની શ્રીસંઘને ભેટ મળી... અને આજે શ્રી જૈનશાસનની વિશ્વને અનન્ય દેન એવા નયો અંગે તેઓશ્રીની જ શાસ્ત્રાનુસારી તર્કપૂત કલમે ‘નયવિંશિકા’ ગ્રન્થ પ્રકાશિત થઈ રહ્યો છે. જે આપણા સહુનું પરમ સૌભાગ્ય છે. પૂજ્યશ્રીનો માર્ગાનુસારી ક્ષયોપશમ આપણને આવા જ અદ્ભુત રહસ્યો ખોલનારા નવા-નવા ગ્રન્થોની ભેટ આપ્યા કરે એવી ભાવભીની વંદના સાથે ભારભીની વિનંતી... આ ગ્રન્થરત્નના પ્રકાશનનો સંપૂર્ણ લાભ સુરત. ગોંપીપુરા સ્થિત આચાર્ય શ્રી કારસૂરિ આરાધના ભવન સંઘે લીધો છે એની ખૂબ ખૂબ અનુમોદના: આ પુસ્તકનું મુદ્રણકાર્ય ચીવટપૂર્વક કરનારા ભરત ગ્રાફિક્સના સમસ્ત સ્ટાફને ધન્યવાદ. સહુ કોઈ જિજ્ઞાસુ આ ગ્રન્થના અધ્યયન દ્વારા પોતાના નયબોધને વિશદ બનાવે એવી મંગળ કામના. દિવ્યદર્શન ટ્રસ્ટ વતી કુમારપાળ વિ. શાહ શિક્ષણ, સમાજરચના અને અગ્રણીઓની કુતર્ક ભરેલી રજુઆતોના કારણે જ્યારે ધાર્મિક શ્રદ્ધા, જ્ઞાન અને આચરણને મરણતોલ ફટકો પડે એવી ભીતિ નિર્માણ થયેલી ત્યારે ગુરુકૃપા અને પોતાની આગવી કોઠાસૂઝ દ્વારા શિબિરનો પ્રારંભ કરાવી આ ભીતિને ઘણુંખરું દૂર કરવાનો અવિસ્મરણીય અનુપમઉપકાર કરનારા સ્વ. પૂજ્યપાદ ગુરુદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ની જન્મશતાબ્દી પ્રસંગે આ એક અનુપમપ્રકાશનPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 370