Book Title: Nischaya Vyavahara Author(s): Bhanuvijay Publisher: Divya Darshan Trust View full book textPage 7
________________ શ જૈન વાડ્મય એટલું બધું વિપુલ અને સમૃદ્ધ છે, કે આખા જીવનથી અને તેજસ્વી બુદ્ધિથી પણ એનો પાર પામવો કઠીન છે. એવા ધૃતસાગરના એક બિંદુનોય હું અનુભવી નથી. ત્યારે નિશ્ચય-વ્યવહાર જેવા જટિલ | વિષયના લેખના મુદ્રણપત્રોનું સંશોધન કરવાનું કાર્ય જે પ્રથમ | બુદ્ધિસાધ્ય હતું, એ મારા માથે આવવાથી મને મુંઝવણ આવૃત્તિના હતી. = છતાં એ જવાબદારીભર્યું કાર્ય પણ લાંબે ગાળે પૂર્ણ થયું એ બદલ આનંદ થાય છે. બિનઅનુભવી અને અજ્ઞાન એવા મારે આ પુસ્તકના મુદ્રણપત્રોનું સંશોધન કરવામાં મને અમદાવાદમાં જ વિરાજતા ૫. ૫. શ્રી કાંતિવિજયજી મહારાજ સાહેબ, પૂ. મુનિરાજ શ્રી રત્નાકરવિજયજી મહારાજ સાહેબ તથા પૂ. મુનિરાજ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજશ્રીએ સહાય કરવાની કૃપા કરી છે એટલે આ સ્થળે હું તેઓશ્રીનો અંત:કરણથી આભાર માનું છું. પુસ્તકના મુદ્રણકાર્યમાં રાધાકૃષ્ણ પ્રેસવાળા શ્રી બાબુભાઈ વગેરેના સહકાર બદલ દિવ્યદર્શન કાર્યાલય તરફથી આભાર માનું છું. પ્રૂફ જોવામાં મારા અનુપયોગાદિથી આમાં જે કાંઈ પણ ગ્રંથકાર પૂ. મુનિરાજશ્રીના આશયથી વિરુદ્ધ વચન આવી જવા પામ્યું હોય, તે બદલ હું અંતઃકરણપૂર્વકનો મિથ્યા-દુષ્કત દઉં છું. વળી છપાવવામાં દૃષ્ટિદોષ વગેરે કારણે જે કાંઈ અશુદ્ધિ રહી જવા પામી હોય તો તે સુધારી લેવાની વિનંતિ સાથે હું વિરમું છું. દિવ્યદર્શન કાર્યાલય C/o. શા. ચતુરદાસ ચીમનલાલ કાળુશીની પોળ; કાળુપુર, અમદાવાદ. વીર સં. ૨૪૮૨ પ્ર. ભાદ્ર સુદ ૧૧ સોમ શા. શાન્તિલાલ ફૂલચંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 322