Book Title: Nischaya Vyavahara Author(s): Bhanuvijay Publisher: Divya Darshan Trust View full book textPage 6
________________ V નવીન મતનો ઉપરનો દેખાવ કેટલાકને ઝટ આકર્ષી લે છે. કેમકે એ મતમાં વગર મહેનતનો ધર્મ છે! એમ છતાંય સુજ્ઞપુરુષ જરા એટલું જુએ કે “ખુદ નૂતન મત કાઢનાર ધર્મના જે સિદ્ધાન્તો અને જે રીત બતાવે છે, એ રીત અને સિદ્ધાન્ત શું પોતે પોતાના મતના આરાધનમાં અને પ્રચારમાં પાળે છે?” આટલું જોતાં જરૂર એ મતની પોકળતાનો ઘટસ્ફોટ થઈ જાય છે. એ પોકળતા આ પુસ્તકમાં ખૂબજ મુદ્દાસર અને સચોટ શાસ્ત્રાધાર અને યુક્તિપૂર્વક ખુલ્લી કરાઈ છે. આ પ્રસંગને પામીને બીજી પણ કેટલીય તાત્ત્વિક બાબતો આમાં ભરચક ભરી છે. પુસ્તકના છેલ્લા ભાગમાં આત્મોન્નતિનું અભૂતપૂર્વ સાયન્સ રજુ થયેલું છે. જેમાં આજ સુધી આત્માની કેવી અવગતિ-અધોગતિ થઈ તેનો હૃદયભેદક ઇતિહાસ અને તે સ્થિતિમાંથી હવે આત્માની ઉન્નતિ-ઉત્ક્રાન્તિ શી રીતે સધાય તેનું માર્મિક દિગ્દર્શન પૂજયપાદ ગુરુદેવશ્રીએ કરાવેલ છે. એ જેને જૈનદર્શનનો સાચો ઉન્નતિમાર્ગ જાણવો-અપનાવવો હોય તેને ખૂબજ સહાયક અને પ્રેરક બને એમ છે. પ્રાન્ત-નવીન મતનાં ફટાટોપમાં અંજાઈને ભૂલભૂલામણીમાં ન પડતાં, ભવ્ય જીવો મોક્ષમાર્ગે લઈ જનાર સાચા નિશ્ચય અને વ્યવહારના ઉભયચક્રોથી ચાલતા સાધનારથમાં બેસી અનંત કલ્યાણના કેતનમાં પહોંચે તે શુભાભિલાષા સાથે વિરમું છું. – બચુભાઈ ચી. ઝવેરી. | મુખપૃષ્ઠ ચિત્રની સમજ અર્ધદૃશ્ય સમવસરણ પરથી અનંત ઉપકારકારી શ્રી તીર્થંકર પરમાત્માની અતિશયભરી વાણીરૂપી સૂર્યના કિરણો વિશ્વ પર પથરાઈને એને પ્રકાશિત કરી રહ્યા છે. એમાં મોક્ષમાર્ગની સાધનાનો પ્રકાશ મળે છે. એ સાધનાનોરથ ગુરુવચન અને આત્મ-પુરુષાર્થરૂપી બે અશ્વથી શીઘ ચાલી શકે છે. પરંતુ તે પણ પૈડાં વિના ન ચાલી શકે. માટે સાધના અંગેની નિયષ્ટિ અને વ્યવહારદૃષ્ટિ, એ બે પૈડાં છે. ધ્યાનમાં રાખવાનું છે કે બેમાંથી એક પણ પૈડું ન હોય તો ન ચાલે. એકલી નિશ્ચયદૃષ્ટિથી મોક્ષમાર્ગની સાધના નહિ, એકલી વ્યવહારદૃષ્ટિથી પણ નહિ; કિંતુ ઉભયના સુમેળથી જ સાધનાનો રથ પૂરા વેગમાં ચાલે છે; ને તોજ તે ઉંચે ઉજ્જવળ સિદ્ધપદે પહોંચે છે, ને જો વેગ ઓછો હોય તો સ્વર્ગના ધામે પહોંચે છે. | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 322