Book Title: Nischaya Vyavahara Author(s): Bhanuvijay Publisher: Divya Darshan Trust View full book textPage 5
________________ છે (પ્રથમ આવૃત્તિનું) , . પ્રકાશકીય નિવેદન છે ૦ ગતમાં સદ્ધર્મની સ્થાપના થયા પછી અનેક કુધર્મો નીકળી પડે છે. એ કાં તો સદ્ધર્મની નકલરૂપ હોય છે, યા તો એના પ્રતિપક્ષી તરીકે હોય છે. આ નકલી અને પ્રતિપક્ષી ધર્મો માનવ-મગજને ભ્રમિત કરી નાખે છે; જેના પરિણામે એ મનુષ્યો ધર્મના નામે શુદ્ધ પાપનું સેવન કરીને આત્મકલ્યાણ સાધવાને બદલે આત્માનું અહિત જ સાધે છે ! (૧) તે નકલી ધર્મ કયા? કહો કે જૈન ધર્મના નામ હેઠળ ચાલી પડતા કુમતો. (૨) ત્યારે પ્રતિપક્ષી ધર્મ એટલે? જૈનેતર દર્શનો. વર્તમાનમાં માત્ર શુદ્ધધર્મની એકાંત વાતો કરનાર પહેલા પ્રકારમાં ગણી શકાય. આ મત પોતાની પ્રપંચજાળમાં ભોળા જીવોને ફસાવી, તેમને અસલી જૈનધર્મની શ્રદ્ધા અને સક્રિય સાધના ચૂકાવી ભળતી જ શ્રદ્ધાસાધનામાં જોડી દે છે. આ મતના સ્થાપકે તો હવે માઝા મૂકીને સ્વમતનો પ્રચાર શરૂ કર્યો છે અને કષ્ટભીરુ ભોળી પ્રજામાં પોતાનો પગદંડો જમાવીને સત્ય જૈનધર્મના મહાનશાસ્ત્રકાર મહર્ષિઓને પણ ભાંડવાની ધૃષ્ટતા કરી રહ્યા છે. તેથી એમના મતનું નગ્ન સ્વરૂપે પ્રગટ કરવું જરૂરી લાગ્યું છે. એ માટે એ નવીન મતના મૂળમાંજ કેવી જૈનાભાસતા છે, કેવો સ્વવચન-વિરોધ છે, કેવો સ્વ-પ્રવૃત્તિવિરોધ છે, વગેરેને આ પુસ્તકમાં પૂજ્ય મુનિરાજશ્રીએ ખુલ્લું કરેલું છે. એટલું જ નહિ, બલ્ક નવીન મત કાઢનારાએ સ્વયં ખાસ માનેલા શાસ્ત્રો સમયસાર, પ્રવચનસાર અને નિયમસાર-એમાં જ પોતાના મતના વિરુદ્ધ કેવાં પ્રતિપાદનો છે, અથવા કહો કે શાસ્ત્રોના પ્રતિપાદનથી નવીન મત કેવો વિરુદ્ધમાં જાય છે એ પણ વિસ્તારથી અને યુક્તિપુરસ્સર રીતે આ ગ્રંથમાં દર્શાવાયેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 322