Book Title: Nibandh Vachan ne Ante Thayeli Khuli Charcha Author(s): Balwant Jani Publisher: Z_Ek_Abhivadan_Occhav_Ek_Goshthi_001184.pdf View full book textPage 5
________________ ૭૦ એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ છે ત્યારે જે વિષયો એમને અપાય છે તેમાંથી સોમાંથી ૪૦-૫૦ જેટલા મધ્યકાળના વિષયો એમને આપો. તો ૧૦ વર્ષમાં પણ પ્રાયોગિક ધોરણે મધ્યકાળની કેટલીક કૃતિઓને અગ્રતાક્રમ આપીને અભ્યાસમાં મૂકી શકાય. એ દ્વારા Texનું સાદું સંપાદન પણ આપણે કરી શકીશું. ભલે એ થોડી ક્ષતિઓવાળું હોય પણ આમ જ કામ તો આગળ ચાલતું થશે. જયંત કોઠારી (પ્રારંભિક અને ખુલ્લી ચર્ચાને નિષ્કર્ષ, પ્રતિભાવ અને સમાપન) (૧) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યવારસાના જતન અને પ્રકાશનના પ્રશ્નોની વિચારણા અને ઉકેલ માટે એક મંડળ હોવું જોઈએ. (૨) જે મંડળ રચાશે તે બેઠકો કરીને આ અંગે ઝીણવટથી વિચારશે. પણ આ વિષયમાં જે મિત્રોને ખરેખર રસ છે તે પોતાનાં નામ આપે ને કામમાં ખડે પગે ઊભા રહે. મારી દષ્ટિએ આર્થિક પ્રશ્ન એ એટલો મોટો પ્રશ્ન નથી. મધ્યકાળની જે કેટલીક મહત્ત્વની કૃતિઓમાંથી પાઠાંતરી કાઢી નંખાયાં છે એમાં આર્થિક પ્રશ્નને હું બિલકુલ જવાબદાર ગણતો નથી. આમાં તો ટૂંકી દષ્ટિ સિવાય બીજું કાંઈ નથી. પ્રકાશકો-વિક્રેતાઓને હું નજીકથી જાણું છું એ આધારે હું આમ કહું છું. ભાયાણીસાહેબ જેવાએ “મદનમોહનાનાં પાઠાંતરો કાઢવાની ક્યાં જરૂર હતી ? (૩) યુનિવર્સિટીઓ પાસે – સરકાર પાસે જવાની વાત થઈ. પણ એમની પાસે બહુ અપેક્ષા રાખવા જેવું નથી. વધુ મહત્ત્વાકાંક્ષી થયા વિના આપણે આપણી રીતે જ વિચારીએ. (૪) હસ્તપ્રત-સંચયોની જે માહિતી ઉપલબ્ધ બને તે અમને આપો. (૫) હસ્તપ્રતભંડારો માટેનું એક તંત્ર વિચારવું જોઈએ. આપણે આવું તંત્ર ઊભું કરી શકીએ જે એની સૂચિઓ પણ કરી શકે ? વર્ણનાત્મક નહીં તો કમસેકમ સાદી સૂચિ પણ. (૬) એક પૂલ રચવો જોઈએ. કોઈ એક કેન્દ્ર એવું હોય જ્યાં આ વિષયની તમામ પ્રકારની માહિતી મળે. હસ્તપ્રત મેળવી આપવાનું કામ પણ એ કેન્દ્ર કરી શકે. શક્ય હોય તો ઝેરોક્ષ પણ કરાવી આપે. (૭) હસ્તપ્રતના વર્ગોનું સૂચન થયું. પણ વર્ગો થયા પછી એનું “ફોલો અપ' થવું જોઈએ. પહેલાં કૃતિઓની યાદી થવી જોઈએ. આટલું કરવાનું કામ આપણી પાસે છે એ આપણે બતાવી શકીએ. જે કામો શરૂ થાય એમાં પરામર્શનની વ્યવસ્થા પણ હોવી જોઈએ. એકે ઉતારેલી હસ્તપ્રત બીજાએ જોવી જોઈએ. શક્ય એટલી કાળજીથી હસ્તપ્રતનું કામ થવું જોઈએ. (૮) સંપાદિત થયેલી કૃતિઓના પ્રકાશનની વ્યવસ્થા પણ થઈ શકે. શિરીષભાઈ પંચાલનું તો આ અંગે સૂચન છે જ, પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6