Book Title: Nibandh Vachan ne Ante Thayeli Khuli Charcha
Author(s): Balwant Jani
Publisher: Z_Ek_Abhivadan_Occhav_Ek_Goshthi_001184.pdf

View full book text
Previous | Next

Page 3
________________ એક અભિવાદન–ઓચ્છવ, એક ગોષ્ઠિ તો કડક સમીક્ષાથી જ થઈ શકે. આજે તો મુદ્રિત સંપાદનોમાંથી પાઠાંતરો જ કાઢી નાખવામાં આવે છે. એનું કારણ એ સંપાદનો કેવળ ગાઈડો રૂપે વિદ્યાર્થીઓ પાસે જાય છે એ છે. હસ્તપ્રતોમાં સચવાયેલી અપ્રગટ કૃતિઓનાં સંપાદનો બધાં જ સામયિકો કરે એ જરૂરી નથી. ‘અનુસંધાન' જેવું સામયિક આવું કામ કરી શકે. કનુભાઈ જાની ૬૮ સંશોધકો બે પ્રકારના હોય. ૧. જેમને વાંચતાંવાંચતાં સંશોધન સૂઝ્યું છે. ૨. કેટલાકને એ સુઝાડવું પડે. Gener and gendreની પ્રશ્ન પણ છે. Gener and gendre vary with context. બહેનો ગાય તો જેન્ડરની સાથે એકરૂપ હોય, પુરુષ ગાય તો બીજું રૂપ હોય. અધ્યાપકીય સજ્જતામાં આવાં કામોની અનિવાર્યતા ગણાવી જોઈએ. અધ્યાપક સંઘે પણ આ બાબતની નોંધ લેવી જોઈએ. શાંતિલાલ આચાર્ય અહીં જે ચર્ચાઓ સાંભળી એનો સૂર એ છે કે આ ક્ષેત્રના અવ્યવસ્થિતપણામાંથી વ્યવસ્થિતપણામાં આવવું જોઈએ. એ માટે સજ્જતા જોઈશે એ તો પછીની વાત. પણ એ પહેલાં એની ‘બ્લ્યુ પ્રિન્ટ આપણી પાસે હોવી જોઈએ. પછેડી પ્રમાણે સોડ તણાય.' આપણી પાસે એવી પછેડી છે ? જે મંડળ આપણે રચવા માગીએ છીએ એ મંડળે આનો વિચાર કરવો જોઈએ. યુનિ.ઓએ આ કરવું જોઈએ તે કરવું જોઈએ એવી વાતો થઈ. પણ યુનિ.ઓ જો કરી શકતી હોત તો એણે આ કર્યું ન હોત ? એકલે હાથે મોહનલાલ કે જયંતભાઈ જેવા કરે એ જ યુનિવર્સિટી છે. હસ્તપ્રતો ક્યાં પડી છે એ માહિતી મેળવવી જોઈએ. આ અંગે પૈસાની જોગવાઈ પણ કરવી પડે. કઈ સામગ્રી કઈ હસ્તપ્રતો કયા હેતુસર છાપવી છે એ નક્કી કરવું જોઈએ. તાલીમ આપવા માટેની એક પુસ્તિકા પણ તૈયાર કરવી જોઈએ. પછી જ આમાં આગળ વધવું જોઈએ. - દરેક સેમિનારમાં ‘હવે આપણે લાગી પડવું જોઈએ' એમ કહેવાય છે પણ કામ આગળ વધતું નથી. નરોત્તમ પલાણ હસ્તપ્રતો અનેક સ્થળે, ખૂણેખાંચરે પડેલી છે અને એ બધી એકત્ર કરવી જોઈએ. પોરબંદરના દફતરભંડારમાં ૫૦૦ પોટલાં છે. જૂનાગઢમાં જે પોટલાં છે તેની એક સૂચિ કિશનસિંહ ચાવડાના પુત્ર વિજયસિંહે બનાવી છે. નિરંજન રાજ્યગુરુએ ૬૦૦૦થી વધુ ભજનો એકત્ર કર્યાં છે. મોરબી પાસેના કેશિયા ગામના સાધુએ અમને ૮ હસ્તપ્રતો મોકલાવી હતી. એ પ્રતો For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6