Page #1
--------------------------------------------------------------------------
________________
નિબંધવાચનને અંતે થયેલી ખુલ્લી ચર્ચા
બળવંત જાની
આ કામગીરી નિરંતર થતી રહે, follow up રૂપે થતી રહે એ માટે મધ્યકાલીન સાહિત્યની ચિંતા કરતું એક મંડળ થવું જોઈએ. આ મંડળનું અધિવેશન થાય, એમાં ખુલ્લી ચર્ચાઓ થાય તો આ વિષયને અંગે વાત કરવા માટેનું એક ચોક્કસ માધ્યમ મળશે અને આ કામને પ્રોત્સાહન પણ મળશે.
અત્યારે હસ્તપ્રતસૂચિઓ માત્ર યાદી રૂપે પ્રાપ્ય છે પણ એનું કોઈ મધ્યસ્થ કાર્યાલય હોવું જોઈએ જ્યાં હસ્તપ્રતસૂચિની એક નકલ પણ હોય. હસ્તપ્રતોની જાળવણીના પ્રશ્નો પણ છે. જેમની પાસે હસ્તપ્રતો છે તેઓ એમ માને છે કે અમે એ જાળવીએ છીએ. છતાં. એ યોગ્ય રીતે જાળવી રહ્યા નથી. હસ્તપ્રતોની જાળવણીની યોગ્ય તાલીમ અપાવી જોઈએ અને એના સાચા સંરક્ષકો ઊભા કરવા જોઈએ. આપણા સરકારી દફ્તર ભંડારોને વહીવટી રેકર્ડ સાચવવાની ખેવના છે, પણ સાંસ્કૃતિક રેકર્ડ સાચવવાની ખેવના નથી. આ કામ ખરેખર જે કરવા માગે છે એને સરકાર તરફથી કાંઈક તો દાન મળવું જોઈએ. બધું નષ્ટ થાય એ પૂર્વે એનું Microfilming કરીએ અથવા અન્ય રીતે એની જાળવણી કરીએ.
જે સૂચિઓ પ્રકાશિત થઈ છે તે સૂચિઓ શુદ્ધ નથી. અને જ્યારે પ્રત્યક્ષ એનો ઉપયોગ કરવાનો આવે ત્યારે જ એ અશુદ્ધિની ખબર પડે છે. ‘જૈન ગૂર્જર કવિઓ'ના નવસંસ્કરણમાં જે શુદ્ધિ-વૃદ્ધિ કરવામાં આવી છે એનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ.
કોમ્પ્યુટરની મદદથી કઈ હસ્તપ્રત ક્યાં છે એની માહિતી મળવી જોઈએ. હસ્તપ્રતવિદ્યાની તાલીમમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરવો જોઈએ.
મધ્યકાળની ઘણી મુદ્રિત કૃતિઓનો પણ હજી અભ્યાસ થયો નથી. જેમકે ‘આનંદકાવ્ય મહોદધિની ગ્રંથમાળા; જેમાં મહત્ત્વની કૃતિઓ મુદ્રિત છે અને મોહનલાલ દ. દેશાઈ જેવાએ એ વિશે અભ્યાસલેખો પણ લખ્યા છે, છતાં આવી કૃતિઓ એના અભ્યાસીઓની રાહ જોતી પડી છે.
અધ્યાપકોને સારી કૃતિઓના સંપાદન માટે પ્રેરીએ. એ માટે એવી મહત્ત્વની હસ્તપ્રતો સંપાદન માટે એમને સુલભ કરી આપવી પડશે તો જ ખરા અર્થમાં આ કામ માટે નવી પેઢી તૈયાર કરી શકીશું.
Page #2
--------------------------------------------------------------------------
________________
નિબંધવાચનને અંતે થયેલી ખુલ્લી ચર્ચા
રમણલાલ પાઠક
ડૉ. કનુભાઈ શેઠની પૂર્તિ રૂપે થોડી વાત કરવી છે. વડોદરા પાસે પુણિયાદ ગામમાં રામકબીર સંપ્રદાયનો એક ભંડાર છે એનું સાંસ્કૃતિક અને સાહિત્યદષ્ટિએ જે મૂલ્ય છે તે આપણે જાણીએ છીએ. હું ત્યાં ત્રણ દિવસ રહ્યો ને જોયું કે ત્યાં સેંકડો હસ્તપ્રતો પડેલી છે. માત્ર રામકબીર સંપ્રદાયના કવિઓની જ નહીં, વૈષ્ણવ કવિઓ, મુસ્લિમ કવિઓની વાણી પણ એમાં છે. હસ્તપ્રતભંડારોની યાદીમાં જો એનો સમાવેશ ન હોય તો તે કરવાનું મારું સૂચન છે.
પોરબંદર આસપાસના વિસ્તારમાં જયગોપાલજી શાખા છે. એમાં રઘુનાથજીના લાલ જયગોપાલજી, યમુનેશબેટીજી અને ગોપેન્દ્રજીને લક્ષમાં રાખી વિપુલ સાહિત્ય લખાયું છે. ગોકુલેશ સંપ્રદાયનાં કેન્દ્ર કપડવંજ અને ભરૂચમાં છે. એના એક લહિયાની નોંધ વિચારવા જેવી છે. ગોરખનાથની ‘કાયાશોધીને નામે જે નોંધ અખાના છપ્પા પહેલાં મળે છે તેને લહિયાએ અખાને નામે ચઢાવી દીધી છે.
પ્રકાશિત ભજનાવલિઓમાં કવિઓનો સંક્ષિપ્ત પરિચય આપવો જોઈએ. અરુણોદય જાની
ભંડારીમાં અલભ્ય અમૂલ્ય વસ્તુઓ પડેલી છે એને કેવી રીતે બહાર લાવવી તેની જયંતભાઈએ વાત કરી એ સંદર્ભે કહેવાનું કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો જે કોશ થયો એમાં મધ્યકાલીન ત્રણ પ્રવાહો શાક્ત-શૈવ-વૈષ્ણવ કાવ્યોને જોઈએ એવું પ્રતિનિધિત્વ મળ્યું નથી. એ કામ તેઓ સ્વીકારે એવી વિનંતી. કે. આર. ચંદ્રા
અહીં ગુજરાતી ભાષાની હસ્તપ્રતોના જે પ્રશ્નો ચર્ચાયા - પાઠ, પાઠાંતર, સંપાદન વગેરે - તે કોઈ પણ ભાષાની - અમારી પ્રાકૃત ભાષાની હસ્તપ્રતોને પણ લાગુ પડે છે.
કોઈ પણ સંપાદનમાં પાઠાંતરોનું સંપાદન કરતી વેળાએ ભાષાનું જ્ઞાન બહુ જ જરૂરી છે. “આચારાંગસૂત્ર' જેવા સૌથી જૂના આગમગ્રંથમાં “પપાતિક જેવો શબ્દ અનેક જુદાજુદા અર્થોમાં આવે છે. એ જ રીતે “ક્ષેત્રજ્ઞ' શબ્દ પણ. રમણ સોની
હસ્તપ્રતલિપિવાચનની તાલીમની સાથે એ લેનાર સાહિત્યના જાણકાર હોય એ પણ એટલું જ જરૂરી છે. નહિ તો હસ્તપ્રતસૂચિમાં ગડબડ ઊભી થાય. સંપાદિત થતી હરતપ્રતના પરામર્શકો પણ હોવા જોઈએ. વળી એક
એવી કેન્દ્રીય સંસ્થા હોય જે આ કામોને Control કરે. જોકે ખરું નિયંત્રણ
Page #3
--------------------------------------------------------------------------
________________
એક અભિવાદન–ઓચ્છવ, એક ગોષ્ઠિ
તો કડક સમીક્ષાથી જ થઈ શકે. આજે તો મુદ્રિત સંપાદનોમાંથી પાઠાંતરો જ કાઢી નાખવામાં આવે છે. એનું કારણ એ સંપાદનો કેવળ ગાઈડો રૂપે વિદ્યાર્થીઓ પાસે જાય છે એ છે.
હસ્તપ્રતોમાં સચવાયેલી અપ્રગટ કૃતિઓનાં સંપાદનો બધાં જ સામયિકો કરે એ જરૂરી નથી. ‘અનુસંધાન' જેવું સામયિક આવું કામ કરી શકે. કનુભાઈ જાની
૬૮
સંશોધકો બે પ્રકારના હોય. ૧. જેમને વાંચતાંવાંચતાં સંશોધન સૂઝ્યું છે. ૨. કેટલાકને એ સુઝાડવું પડે.
Gener and gendreની પ્રશ્ન પણ છે. Gener and gendre vary with context. બહેનો ગાય તો જેન્ડરની સાથે એકરૂપ હોય, પુરુષ ગાય તો બીજું રૂપ હોય. અધ્યાપકીય સજ્જતામાં આવાં કામોની અનિવાર્યતા ગણાવી જોઈએ. અધ્યાપક સંઘે પણ આ બાબતની નોંધ લેવી જોઈએ. શાંતિલાલ આચાર્ય
અહીં જે ચર્ચાઓ સાંભળી એનો સૂર એ છે કે આ ક્ષેત્રના અવ્યવસ્થિતપણામાંથી વ્યવસ્થિતપણામાં આવવું જોઈએ. એ માટે સજ્જતા જોઈશે એ તો પછીની વાત. પણ એ પહેલાં એની ‘બ્લ્યુ પ્રિન્ટ આપણી પાસે હોવી જોઈએ. પછેડી પ્રમાણે સોડ તણાય.' આપણી પાસે એવી પછેડી છે ? જે મંડળ આપણે રચવા માગીએ છીએ એ મંડળે આનો વિચાર કરવો જોઈએ. યુનિ.ઓએ આ કરવું જોઈએ તે કરવું જોઈએ એવી વાતો થઈ. પણ યુનિ.ઓ જો કરી શકતી હોત તો એણે આ કર્યું ન હોત ? એકલે હાથે મોહનલાલ કે જયંતભાઈ જેવા કરે એ જ યુનિવર્સિટી છે.
હસ્તપ્રતો ક્યાં પડી છે એ માહિતી મેળવવી જોઈએ. આ અંગે પૈસાની જોગવાઈ પણ કરવી પડે. કઈ સામગ્રી કઈ હસ્તપ્રતો કયા હેતુસર છાપવી છે એ નક્કી કરવું જોઈએ. તાલીમ આપવા માટેની એક પુસ્તિકા પણ તૈયાર કરવી જોઈએ. પછી જ આમાં આગળ વધવું જોઈએ.
-
દરેક સેમિનારમાં ‘હવે આપણે લાગી પડવું જોઈએ' એમ કહેવાય છે પણ કામ આગળ વધતું નથી.
નરોત્તમ પલાણ
હસ્તપ્રતો અનેક સ્થળે, ખૂણેખાંચરે પડેલી છે અને એ બધી એકત્ર કરવી જોઈએ. પોરબંદરના દફતરભંડારમાં ૫૦૦ પોટલાં છે. જૂનાગઢમાં જે પોટલાં છે તેની એક સૂચિ કિશનસિંહ ચાવડાના પુત્ર વિજયસિંહે બનાવી છે. નિરંજન રાજ્યગુરુએ ૬૦૦૦થી વધુ ભજનો એકત્ર કર્યાં છે. મોરબી પાસેના કેશિયા ગામના સાધુએ અમને ૮ હસ્તપ્રતો મોકલાવી હતી. એ પ્રતો
Page #4
--------------------------------------------------------------------------
________________
નિબંધવાચનને અંતે થયેલી ખુલ્લી ચર્ચા
૬૯
રવિસાહેબની રચનાઓની છે અને તે દાસી જીવણના હસ્તાક્ષરમાં છે.
જૈન હસ્તપ્રતો ભંડારોમાં એક જ સ્થળે સચવાયેલી રહી છે, જ્યારે બ્રાહ્મણ પરંપરાઓની અસંખ્ય હસ્તપ્રતો હજી રખડતી રહી છે. દરેક દેશી રાજ્યમાં જે લહિયાઓ હતા તે કાયસ્થ હતા. તેઓ ફારસીના પણ. જાણકાર હતા. આ લહિયાઓ પાસેથી ઘણી હસ્તપ્રતો મળી આવે છે. માંગરોળમાં ફારસી હસ્તપ્રતોનો એક સંગ્રહ છે. જામનગરના ભંડારમાંથી જે એક હસ્તપ્રત મળી તેને આદિકવિની આર્ષવાણી' નામે પ્રા. ઈશ્વરલાલ દવેએ સંપાદિત કરી
પાટડી બજાણાનું લોકગીત શોધવા જતાં હીરાલાલ મોઢા પાસેથી એક મોટું લોકગીત મળી આવ્યું. લોકસાહિત્યમાળાના બીજા ત્રણ ભાગ થાય એટલું સાહિત્ય એમની પાસે પડેલું છે. ખાખી જાળિયામાં પટારો ભરીને હસ્તપ્રતો છે. કેટલીક હસ્તપ્રતો પૂજામાં મુકાય છે. ચારણ-બારોટનાં ઘરોમાં અનેક સરજૂઓ' લખેલી પડેલી છે. ચારણી સાહિત્યની કેટલીક હસ્તપ્રતો સૌરાષ્ટ્ર યુનિ.એ ભેગી કરી છે, પણ હજી ઘણી બાકી રહે છે. ઢાંકના કનુભાઈ બારોટના ઘરમાં ઊભા ચોપડાની એક હસ્તપ્રત છે. નાગાર્જુન જેઠુઆની વાત ૯૦૦ની આસપાસની મળે છે.
દેશી રજવાડાના રાજમહેલોએ લહિયાઓ રાખીને જે હસ્તપ્રતો તૈયાર કરાવેલી તે આપણે ભેગી કરવી જોઈએ. જેમકે વાંકાનેરના રાજમહેલમાં ૫૦ જેટલો પોટલાં ધૂળ ખાતાં પડ્યાં છે. આદિપર્વ કરતાં પણ જૂના પાળિયાઓ ગુજરાતી લિપિમાં મળે છે.
ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થાએ હસ્તપ્રતો ખરીદીને એકત્ર કરવી જોઈએ. એ આ કામ હાથમાં લે તો એક વર્ષમાં ૧૦૦ હસ્તપ્રતો હું ભેગી કરી આપું કુલીનચંદ્ર યાજ્ઞિક
કોમ્યુટરનો પરિચય સાહિત્યકારોને આપવા માટે સાહિત્ય અકાદમીએ એક સેમિનાર નડિયાદમાં ગોઠવેલો. કોમ્યુટર દ્વારા પાંચ મિનિટમાં ત્વરિત માહિતી મળે છે પણ એની પાછળ કલાકોનો સોફ્ટવેર તૈયાર કરવાનો શ્રમ છે. Archives - ગુજરાત સરકાર પાસેના આ ખાતાને ઢંઢોળીને જગાડવા માટે સંશોધકોનો સમુદાય અને એમાં ય જે કટારલેખકો હોય તે દૈનિકપત્રો મારફતે પણ જ્યાં સુધી સબળ Movement – આંદોલન નહીં કરે ત્યાં સુધી કાંઈ નહીં થાય. ઊહાપોહ તો કરવો જ પડે. હર્ષદ ત્રિવેદી
યુનિવર્સિટીઓમાં બેઠેલા આ વિષયના અધ્યાપકોને વિનંતી કે એમ.એ., એમ.ફિલ. કક્ષાએ જે વિદ્યાર્થીઓ desertation નોંધાવવા તમારી પાસે આવે
Page #5
--------------------------------------------------------------------------
________________
૭૦
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
છે ત્યારે જે વિષયો એમને અપાય છે તેમાંથી સોમાંથી ૪૦-૫૦ જેટલા મધ્યકાળના વિષયો એમને આપો. તો ૧૦ વર્ષમાં પણ પ્રાયોગિક ધોરણે મધ્યકાળની કેટલીક કૃતિઓને અગ્રતાક્રમ આપીને અભ્યાસમાં મૂકી શકાય. એ દ્વારા Texનું સાદું સંપાદન પણ આપણે કરી શકીશું. ભલે એ થોડી ક્ષતિઓવાળું હોય પણ આમ જ કામ તો આગળ ચાલતું થશે. જયંત કોઠારી
(પ્રારંભિક અને ખુલ્લી ચર્ચાને નિષ્કર્ષ, પ્રતિભાવ અને સમાપન)
(૧) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યવારસાના જતન અને પ્રકાશનના પ્રશ્નોની વિચારણા અને ઉકેલ માટે એક મંડળ હોવું જોઈએ.
(૨) જે મંડળ રચાશે તે બેઠકો કરીને આ અંગે ઝીણવટથી વિચારશે. પણ આ વિષયમાં જે મિત્રોને ખરેખર રસ છે તે પોતાનાં નામ આપે ને કામમાં ખડે પગે ઊભા રહે. મારી દષ્ટિએ આર્થિક પ્રશ્ન એ એટલો મોટો પ્રશ્ન નથી. મધ્યકાળની જે કેટલીક મહત્ત્વની કૃતિઓમાંથી પાઠાંતરી કાઢી નંખાયાં છે એમાં આર્થિક પ્રશ્નને હું બિલકુલ જવાબદાર ગણતો નથી. આમાં તો ટૂંકી દષ્ટિ સિવાય બીજું કાંઈ નથી. પ્રકાશકો-વિક્રેતાઓને હું નજીકથી જાણું છું એ આધારે હું આમ કહું છું. ભાયાણીસાહેબ જેવાએ “મદનમોહનાનાં પાઠાંતરો કાઢવાની ક્યાં જરૂર હતી ?
(૩) યુનિવર્સિટીઓ પાસે – સરકાર પાસે જવાની વાત થઈ. પણ એમની પાસે બહુ અપેક્ષા રાખવા જેવું નથી. વધુ મહત્ત્વાકાંક્ષી થયા વિના આપણે આપણી રીતે જ વિચારીએ.
(૪) હસ્તપ્રત-સંચયોની જે માહિતી ઉપલબ્ધ બને તે અમને આપો.
(૫) હસ્તપ્રતભંડારો માટેનું એક તંત્ર વિચારવું જોઈએ. આપણે આવું તંત્ર ઊભું કરી શકીએ જે એની સૂચિઓ પણ કરી શકે ? વર્ણનાત્મક નહીં તો કમસેકમ સાદી સૂચિ પણ.
(૬) એક પૂલ રચવો જોઈએ. કોઈ એક કેન્દ્ર એવું હોય જ્યાં આ વિષયની તમામ પ્રકારની માહિતી મળે. હસ્તપ્રત મેળવી આપવાનું કામ પણ એ કેન્દ્ર કરી શકે. શક્ય હોય તો ઝેરોક્ષ પણ કરાવી આપે.
(૭) હસ્તપ્રતના વર્ગોનું સૂચન થયું. પણ વર્ગો થયા પછી એનું “ફોલો અપ' થવું જોઈએ. પહેલાં કૃતિઓની યાદી થવી જોઈએ. આટલું કરવાનું કામ આપણી પાસે છે એ આપણે બતાવી શકીએ. જે કામો શરૂ થાય એમાં પરામર્શનની વ્યવસ્થા પણ હોવી જોઈએ. એકે ઉતારેલી હસ્તપ્રત બીજાએ જોવી જોઈએ. શક્ય એટલી કાળજીથી હસ્તપ્રતનું કામ થવું જોઈએ.
(૮) સંપાદિત થયેલી કૃતિઓના પ્રકાશનની વ્યવસ્થા પણ થઈ શકે. શિરીષભાઈ પંચાલનું તો આ અંગે સૂચન છે જ, પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજીની
Page #6
--------------------------------------------------------------------------
________________ નિબંધવાચનને અંતે થયેલી ખુલ્લી ચર્ચા પણ એવી ઈચ્છા છે કે આપણે એવું અર્ધવાર્ષિક કે વાર્ષિક શરૂ કરીએ જેમાં આવી હતપ્રતો પ્રકાશિત કરી શકાય. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપીઠ જેવું કાંઈક કરવાની એમની ઈચ્છા (9) મિત્રો પોતે કઈ બાબતમાં મદદરૂપ થઈ શકે એમ છે તે જણાવે અને આ અંગે પોતાનાં નામ/સૂચનો પ્રા. કાન્તિભાઈ બી. શાહ અને પ્રા. કીર્તિદા જોશીને આપે.