SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ નિબંધવાચનને અંતે થયેલી ખુલ્લી ચર્ચા ૬૯ રવિસાહેબની રચનાઓની છે અને તે દાસી જીવણના હસ્તાક્ષરમાં છે. જૈન હસ્તપ્રતો ભંડારોમાં એક જ સ્થળે સચવાયેલી રહી છે, જ્યારે બ્રાહ્મણ પરંપરાઓની અસંખ્ય હસ્તપ્રતો હજી રખડતી રહી છે. દરેક દેશી રાજ્યમાં જે લહિયાઓ હતા તે કાયસ્થ હતા. તેઓ ફારસીના પણ. જાણકાર હતા. આ લહિયાઓ પાસેથી ઘણી હસ્તપ્રતો મળી આવે છે. માંગરોળમાં ફારસી હસ્તપ્રતોનો એક સંગ્રહ છે. જામનગરના ભંડારમાંથી જે એક હસ્તપ્રત મળી તેને આદિકવિની આર્ષવાણી' નામે પ્રા. ઈશ્વરલાલ દવેએ સંપાદિત કરી પાટડી બજાણાનું લોકગીત શોધવા જતાં હીરાલાલ મોઢા પાસેથી એક મોટું લોકગીત મળી આવ્યું. લોકસાહિત્યમાળાના બીજા ત્રણ ભાગ થાય એટલું સાહિત્ય એમની પાસે પડેલું છે. ખાખી જાળિયામાં પટારો ભરીને હસ્તપ્રતો છે. કેટલીક હસ્તપ્રતો પૂજામાં મુકાય છે. ચારણ-બારોટનાં ઘરોમાં અનેક સરજૂઓ' લખેલી પડેલી છે. ચારણી સાહિત્યની કેટલીક હસ્તપ્રતો સૌરાષ્ટ્ર યુનિ.એ ભેગી કરી છે, પણ હજી ઘણી બાકી રહે છે. ઢાંકના કનુભાઈ બારોટના ઘરમાં ઊભા ચોપડાની એક હસ્તપ્રત છે. નાગાર્જુન જેઠુઆની વાત ૯૦૦ની આસપાસની મળે છે. દેશી રજવાડાના રાજમહેલોએ લહિયાઓ રાખીને જે હસ્તપ્રતો તૈયાર કરાવેલી તે આપણે ભેગી કરવી જોઈએ. જેમકે વાંકાનેરના રાજમહેલમાં ૫૦ જેટલો પોટલાં ધૂળ ખાતાં પડ્યાં છે. આદિપર્વ કરતાં પણ જૂના પાળિયાઓ ગુજરાતી લિપિમાં મળે છે. ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થાએ હસ્તપ્રતો ખરીદીને એકત્ર કરવી જોઈએ. એ આ કામ હાથમાં લે તો એક વર્ષમાં ૧૦૦ હસ્તપ્રતો હું ભેગી કરી આપું કુલીનચંદ્ર યાજ્ઞિક કોમ્યુટરનો પરિચય સાહિત્યકારોને આપવા માટે સાહિત્ય અકાદમીએ એક સેમિનાર નડિયાદમાં ગોઠવેલો. કોમ્યુટર દ્વારા પાંચ મિનિટમાં ત્વરિત માહિતી મળે છે પણ એની પાછળ કલાકોનો સોફ્ટવેર તૈયાર કરવાનો શ્રમ છે. Archives - ગુજરાત સરકાર પાસેના આ ખાતાને ઢંઢોળીને જગાડવા માટે સંશોધકોનો સમુદાય અને એમાં ય જે કટારલેખકો હોય તે દૈનિકપત્રો મારફતે પણ જ્યાં સુધી સબળ Movement – આંદોલન નહીં કરે ત્યાં સુધી કાંઈ નહીં થાય. ઊહાપોહ તો કરવો જ પડે. હર્ષદ ત્રિવેદી યુનિવર્સિટીઓમાં બેઠેલા આ વિષયના અધ્યાપકોને વિનંતી કે એમ.એ., એમ.ફિલ. કક્ષાએ જે વિદ્યાર્થીઓ desertation નોંધાવવા તમારી પાસે આવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249532
Book TitleNibandh Vachan ne Ante Thayeli Khuli Charcha
Original Sutra AuthorN/A
AuthorBalwant Jani
PublisherZ_Ek_Abhivadan_Occhav_Ek_Goshthi_001184.pdf
Publication Year1998
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size287 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy