________________
નિબંધવાચનને અંતે થયેલી ખુલ્લી ચર્ચા
રમણલાલ પાઠક
ડૉ. કનુભાઈ શેઠની પૂર્તિ રૂપે થોડી વાત કરવી છે. વડોદરા પાસે પુણિયાદ ગામમાં રામકબીર સંપ્રદાયનો એક ભંડાર છે એનું સાંસ્કૃતિક અને સાહિત્યદષ્ટિએ જે મૂલ્ય છે તે આપણે જાણીએ છીએ. હું ત્યાં ત્રણ દિવસ રહ્યો ને જોયું કે ત્યાં સેંકડો હસ્તપ્રતો પડેલી છે. માત્ર રામકબીર સંપ્રદાયના કવિઓની જ નહીં, વૈષ્ણવ કવિઓ, મુસ્લિમ કવિઓની વાણી પણ એમાં છે. હસ્તપ્રતભંડારોની યાદીમાં જો એનો સમાવેશ ન હોય તો તે કરવાનું મારું સૂચન છે.
પોરબંદર આસપાસના વિસ્તારમાં જયગોપાલજી શાખા છે. એમાં રઘુનાથજીના લાલ જયગોપાલજી, યમુનેશબેટીજી અને ગોપેન્દ્રજીને લક્ષમાં રાખી વિપુલ સાહિત્ય લખાયું છે. ગોકુલેશ સંપ્રદાયનાં કેન્દ્ર કપડવંજ અને ભરૂચમાં છે. એના એક લહિયાની નોંધ વિચારવા જેવી છે. ગોરખનાથની ‘કાયાશોધીને નામે જે નોંધ અખાના છપ્પા પહેલાં મળે છે તેને લહિયાએ અખાને નામે ચઢાવી દીધી છે.
પ્રકાશિત ભજનાવલિઓમાં કવિઓનો સંક્ષિપ્ત પરિચય આપવો જોઈએ. અરુણોદય જાની
ભંડારીમાં અલભ્ય અમૂલ્ય વસ્તુઓ પડેલી છે એને કેવી રીતે બહાર લાવવી તેની જયંતભાઈએ વાત કરી એ સંદર્ભે કહેવાનું કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો જે કોશ થયો એમાં મધ્યકાલીન ત્રણ પ્રવાહો શાક્ત-શૈવ-વૈષ્ણવ કાવ્યોને જોઈએ એવું પ્રતિનિધિત્વ મળ્યું નથી. એ કામ તેઓ સ્વીકારે એવી વિનંતી. કે. આર. ચંદ્રા
અહીં ગુજરાતી ભાષાની હસ્તપ્રતોના જે પ્રશ્નો ચર્ચાયા - પાઠ, પાઠાંતર, સંપાદન વગેરે - તે કોઈ પણ ભાષાની - અમારી પ્રાકૃત ભાષાની હસ્તપ્રતોને પણ લાગુ પડે છે.
કોઈ પણ સંપાદનમાં પાઠાંતરોનું સંપાદન કરતી વેળાએ ભાષાનું જ્ઞાન બહુ જ જરૂરી છે. “આચારાંગસૂત્ર' જેવા સૌથી જૂના આગમગ્રંથમાં “પપાતિક જેવો શબ્દ અનેક જુદાજુદા અર્થોમાં આવે છે. એ જ રીતે “ક્ષેત્રજ્ઞ' શબ્દ પણ. રમણ સોની
હસ્તપ્રતલિપિવાચનની તાલીમની સાથે એ લેનાર સાહિત્યના જાણકાર હોય એ પણ એટલું જ જરૂરી છે. નહિ તો હસ્તપ્રતસૂચિમાં ગડબડ ઊભી થાય. સંપાદિત થતી હરતપ્રતના પરામર્શકો પણ હોવા જોઈએ. વળી એક
એવી કેન્દ્રીય સંસ્થા હોય જે આ કામોને Control કરે. જોકે ખરું નિયંત્રણ Jain Education International
For Private & Personal Use Only