Book Title: Neminatha Bhagwana Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee View full book textPage 3
________________ ભગવાન નેમિનાથ જ્યારે નેમિનાથે આ ભૌતિક દુનિયાને છોડી દેવાનું નક્કી કર્યું ત્યારે રાજુલની સખીઓ તેની મશ્કરી કરતી હતી. અને નેમિનાથ વરરાજા રૂપે પધારે તે ઘડીઓની આતુરતાપૂર્વક રાહ જોતી હતી. અચાનક નેમકુમાર પરણવાને બદલે તોરણેથી પાછા ફર્યા છે તેવા સમાચાર મળ્યા. કોઈ નેમકુમારના આ નિર્ણયને સમજી ના શક્યા. રાજુલ ઊંડા દુ:ખમાં સરી પડી. તેની સખીઓ તેને કલાકો સુધી આશ્વાસન આપવા લાગી. કેટલીક સખીઓ જેમકુમારને શાપ આપવા લાગી. કેટલીક રાજુલને સમજાવવા લાગી રાજુલને સખીઓનું આશ્વાસન કે ખરેખર નેમકુમાર તારે યોગ્ય હતા જ નહિ. એમનાથી પણ ઉત્તમ વર શોધી કાઢીશું, પણ રાજુલે નેમકુમારને મનોમન પતિ માની લીધા હતા, તેથી કોઈ નેમકુમાર વિરુદ્ધ કંઈપણ બોલે તે તેનાથી સહન થતું નથી. રાજુલ પણ આધ્યાત્મિક સ્વભાવવાળી હતી. જેમકુમારનું પાછા ફરવાનું સાચું કારણ જાણ્યું ત્યારે તે પણ દુ:ખમાંથી બહાર આવી અને વિચારવા લાગી કે જેમકુમારનો ઉમદા હેતુ તેણે પણ સ્વીકારવો જોઈએ. રાજુલ પણ નેમકુમારને પગલે ધાર્મિક પ્રવૃત્તિઓમાં પોતાનો સમય વ્યતીત કરવા લાગી. નેમનાથને કેવળજ્ઞાન થયાનું જાણીને સમવસરણમાં તે પોતાની સખીઓ સાથે ગઈ અને ત્યાં જ દીક્ષા લીધી. બાકીનું જીવન સાથ્વી બનીને ધ્યાન અને સાધનામાં પસાર કર્યું. અંતે સર્વ કર્મોનો ક્ષય થતાં ભવોભવના ફેરામાંથી મુક્તિ મેળવી. ભગવાન કૉમનાથનું જીવન પ્રાણીઓ પ્રત્યેના કરુણાનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રાથ(િશ્નોના વધ અને અસહ્ય પીડાનું નક્ષત્ત પૉતે છે તે સમજાતાં દુઃખમાંથી આત્યંતિક નિવૃતિ ઍટલે કે મોક્ષ માટેના તેમના ઉત્કંઠા પ્રબળ બની. કુલીન રાજકુંવ8 રાજુeત પણ આનંદથી બેમકુમા૨ના સત્ય અને મોક્ષમાગૅને અનુસર્યા. 31 જૈન કથા સંગ્રહPage Navigation
1 2 3