Book Title: Neminatha Bhagwana Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee View full book textPage 1
________________ ભવાન નેમિનાથ ૪. ભગવાન નેમિનાથ ભારતમાં ઉત્તર પ્રદેશમાં યમુના નદીને કિનારે આવેલ મથુરા તથા સૌરીપુરમાં યાદવ વંશના રાજા સમુદ્રવિજય રાજ્ય કરતા હતા. તેમને શિવાદેવી નામે રાણી તથા નેમકુમાર નામે રાજકુમાર હતો. તે નેમકુમાર જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે માતાએ અરિષ્ટ નામના કાળા હીરાના ચક્રની નેમિ અર્થાતુ કિનારી જોઈ હતી તેથી તેમને અરિષ્ટનેમિ પણ કહે છે. મથુરાના રાજા વાસુદેવ સમુદ્રવિજયના નાના ભાઈ હતા. તેમને રોહિણી અને દેવકી નામે બે રાણી હતી. રોહિણીએ બલરામને તથા દેવકીએ શ્રીકૃષ્ણને જન્મ આપ્યો હતો. જૈન પરંપરા પ્રમાણે બલરામ અને શ્રીકૃષ્ણ નવમા બલદેવ અને વાસુદેવ ગણાય છે. જ્યારે હિન્દુ પરંપરા પ્રમાણે શ્રીકૃષ્ણને ભગવાન વિષ્ણુના અવતાર મનાય છે. આ સમયમાં શિકાર અને જુગારને બહુ પ્રિય પ્રવૃત્તિઓ ગણવામાં આવતી. ધર્મના નામે પશુનો બલિ અપાતો હતો અને લોકો માંસાહાર પણ કરતા. આખું મધ્યભારત એકબીજા સાથેના અનેક કાવાદાવાથી ભરેલા રાજયોમાં વહેંચાયેલું હતું. તેમાં રાજા કંસ અને મગધનો રાજા જરાસંઘ ખૂબ જ દુષ્ટ અને ઘાતકી સ્વભાવના હતા. જૈન પરંપરા પ્રમાણે જરાસંઘ પ્રતિવાસુદેવ તરીકે ઓળખાય છે. રોજેરોજના આ રાજાઓના ત્રાસથી પ્રજાને બચાવવા રાજા સમુદ્રવિજય, રાજા વાસુદેવ, રાજા ઉગ્રસેન તથા શ્રીકૃષ્ણ અને બલરામ ગુજરાતના પશ્ચિમ કિનારે આવી વસ્યા. શ્રીકૃષ્ણએ રૈવતક (ગિરનાર) પર્વત નજીક દરિયા કિનારે મોટી અને સુંદર દ્વારિકાનગરી વસાવી. એના મજબૂત અને ભવ્ય સ્થાપત્યને કારણે તે નગરી સ્વર્ગ સમી સુંદર લાગતી. ગિરનારની બીજી બાજુએ આવેલ જુનાગઢમાં ઉગ્રસેન રાજા રાજ્ય કરતા હતા. તેમની પત્ની ધારિણીને રાજીમતી અથવા રાજુલ નામે દીકરી હતી. તે સુંદર રાજકુંવરીને અનેક રાજકુંવરો પરણવા ઇચ્છતા હતા. જેમકુમારના ગુણો સાંભળીને રાજીમતી તેમની સાથે પરણવા તૈયાર થઈ ગઈ. ઉગ્રસેને કહેણ મોકલ્યું. મિત્રો તથા વડીલોએ નેમકુમારને ખૂબ સમજાવ્યા. ઘણી આનાકાની બાદ સંસારથી વિરક્ત નેમકુમાર રાજુલ સાથે પરણવા તૈયાર થયા. નેમ-રાજુલનું જોડું આદર્શ જોડું બનશે તેવું બધા માનવા લાગ્યા. ઉગ્રસેન પોતાની દીકરીને ધામધૂમથી પરણાવવા તૈયારી કરવા લાગ્યા. શ્રી નેમકુમાર, સાજન-મહાજન ઢોલ નગારા સાથે ભવ્ય જાન જોડી પરણવા જેમકુમારના લનનો વરઘોડો જૈન કથા સંગ્રહ 29Page Navigation
1 2 3