Book Title: Neminatha Bhagwana
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 2
________________ 30 તીર્થંકરો નીક્ળ્યા. રસ્તામાં તેમણે ચિત્કાર કરતા પશુઓને પાંજરામાં જોયાં. પશુઓના રૂદનનું કારણ તેણે સારથિને પૂછ્યું. તમારા લગ્નના જમણવારમાં આ પ્રાણીઓનું માંસ પીરસાશે એમ સારથિએ જણાવ્યું. તેમણે સારથિને બધા પાંજરા ખોલીને પશુઓને મુક્ત કરવા જણાવ્યું. આવી હિંસા કેવી રીતે રોકી શકાય તે વિચારવા લાગ્યા. શું દરેક જીવ માટે શાંતિ અને સલામતીભર્યો રસ્તો જ નહિ હોય? જેમ જેમ તેઓ વિચારતા ગયા તેમ તેમ તેમને સહુના શ્રેય માટેના રસ્તા સમજાતા ગયા. લગ્ન કરીને સંસારમાં ઓતપ્રોત થયા પછી કદાચ તેને છોડવું અઘરું બને તેથી સત્ય અને સુખના રસ્તે પોતાને તથા અન્યને દોરી જવા માટે આ જ યોગ્ય સમય છે. અને તેમણે લગ્ન નહિ કરવાનું નક્કી કર્યું. તેમના આ નિર્ણયથી કન્યા પક્ષવાળા સહુ અચંબામાં પડી ગયા. સગાંવહાલાં અને મિત્રોએ તેમને સમજાવવા ખૂબ પ્રયત્નો કર્યા. તેમણે શાંતિથી સહુને સમજાવ્યું કે તેમનો ઉદ્દેશ જીવ માત્રને તમામ પ્રકારના દુઃખોમાંથી મુક્ત કરવાનો છે. પાંજરામાં બંધાયેલા પ્રાણીઓની જેમ આપણે પણ આપણા ગાઢા કર્મોથી બંધાયેલા છીએ. પ્રાણીઓ મુક્ત થવાથી ઘણો જ આનંદ અનુભવે છે. બંધન કરતાં મુક્તિમાં જ સુખ રહેલું છે. કર્મના બંધનને કાપીને પરમ સુખ મેળવવા માટેના માર્ગે હું જવા ઇચ્છું છું. માટે મને રોકશો નહિ અને સારધિને રથ પાછો વાળવા જણાવ્યું. R નેમકુમારની વિનંતિથી બધા જ પશુ-પક્ષીની બંધન મુક્તિ છોડી દેવાયા પોતાના રાજ્યમાં પાછા ફર્યા બાદ નેમકુમાર એક વર્ષ ગરીબ અને જરૂરિયાતવાળા લોકોને મદદરૂપ થયા. ત્યારબાદ પોતાનો રાજમહેલ છોડીને રૈવત બાગમાં રહેવા લાગ્યા. સાધુ બનેલા નેમકુમાર ધ્યાનસ્થ અવસ્થામાં સાચા સુખનું ચિંતન કરતાં સ્થિર ઊભા રહ્યા. અજ્ઞાનને કારણે બુઢિગમ્ય જ્ઞાન સત્યથી વેગળું રહે છે. પરિણામે ખોટાં પગલાં ભરાતાં દુઃખ અને દર્દ જ મળે છે. તેથી તેઓ આત્મામાં ઊંડા ઊતરી ચિંતન કરવા લાગ્યા. ગિરનાર પર્વત ઉપર ૫૪ દિવસ સુધી ગહન આધ્યાત્મ ધ્યાનમાં પસાર કર્યા બાદ નેમિનાથે પોતાના આત્માના સહજ સ્વરૂપ અને અનંત શક્તિઓને સંધનારા પોતાના ધાતીકર્મોનો સંપૂર્ણ નાશ કર્યો. અને આત્મા અંગે જે ધૂંધળું અને અસ્પષ્ટ જ્ઞાન હતું તે સત્યરૂપે પ્રાપ્ત થયું. તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને સર્વજ્ઞ બન્યા. ચતુર્વિધ ધાર્મિક વ્યવસ્થાની સ્થાપના કરી. જૈનધર્મના બાવીસમા તીર્થંકર બન્યા. ત્યાર બાદ બાકીનું લાંબુ આયુષ્ય સામાન્ય જન સમુદાયને મુક્તિના માર્ગરૂપ ઉપદેશ આપવામાં વિતાવ્યું. જૈન થા સંગ્રહ

Loading...

Page Navigation
1 2 3