Book Title: Neminatha Bhagwana Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee Catalog link: https://jainqq.org/explore/201004/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ ભવાન નેમિનાથ ૪. ભગવાન નેમિનાથ ભારતમાં ઉત્તર પ્રદેશમાં યમુના નદીને કિનારે આવેલ મથુરા તથા સૌરીપુરમાં યાદવ વંશના રાજા સમુદ્રવિજય રાજ્ય કરતા હતા. તેમને શિવાદેવી નામે રાણી તથા નેમકુમાર નામે રાજકુમાર હતો. તે નેમકુમાર જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે માતાએ અરિષ્ટ નામના કાળા હીરાના ચક્રની નેમિ અર્થાતુ કિનારી જોઈ હતી તેથી તેમને અરિષ્ટનેમિ પણ કહે છે. મથુરાના રાજા વાસુદેવ સમુદ્રવિજયના નાના ભાઈ હતા. તેમને રોહિણી અને દેવકી નામે બે રાણી હતી. રોહિણીએ બલરામને તથા દેવકીએ શ્રીકૃષ્ણને જન્મ આપ્યો હતો. જૈન પરંપરા પ્રમાણે બલરામ અને શ્રીકૃષ્ણ નવમા બલદેવ અને વાસુદેવ ગણાય છે. જ્યારે હિન્દુ પરંપરા પ્રમાણે શ્રીકૃષ્ણને ભગવાન વિષ્ણુના અવતાર મનાય છે. આ સમયમાં શિકાર અને જુગારને બહુ પ્રિય પ્રવૃત્તિઓ ગણવામાં આવતી. ધર્મના નામે પશુનો બલિ અપાતો હતો અને લોકો માંસાહાર પણ કરતા. આખું મધ્યભારત એકબીજા સાથેના અનેક કાવાદાવાથી ભરેલા રાજયોમાં વહેંચાયેલું હતું. તેમાં રાજા કંસ અને મગધનો રાજા જરાસંઘ ખૂબ જ દુષ્ટ અને ઘાતકી સ્વભાવના હતા. જૈન પરંપરા પ્રમાણે જરાસંઘ પ્રતિવાસુદેવ તરીકે ઓળખાય છે. રોજેરોજના આ રાજાઓના ત્રાસથી પ્રજાને બચાવવા રાજા સમુદ્રવિજય, રાજા વાસુદેવ, રાજા ઉગ્રસેન તથા શ્રીકૃષ્ણ અને બલરામ ગુજરાતના પશ્ચિમ કિનારે આવી વસ્યા. શ્રીકૃષ્ણએ રૈવતક (ગિરનાર) પર્વત નજીક દરિયા કિનારે મોટી અને સુંદર દ્વારિકાનગરી વસાવી. એના મજબૂત અને ભવ્ય સ્થાપત્યને કારણે તે નગરી સ્વર્ગ સમી સુંદર લાગતી. ગિરનારની બીજી બાજુએ આવેલ જુનાગઢમાં ઉગ્રસેન રાજા રાજ્ય કરતા હતા. તેમની પત્ની ધારિણીને રાજીમતી અથવા રાજુલ નામે દીકરી હતી. તે સુંદર રાજકુંવરીને અનેક રાજકુંવરો પરણવા ઇચ્છતા હતા. જેમકુમારના ગુણો સાંભળીને રાજીમતી તેમની સાથે પરણવા તૈયાર થઈ ગઈ. ઉગ્રસેને કહેણ મોકલ્યું. મિત્રો તથા વડીલોએ નેમકુમારને ખૂબ સમજાવ્યા. ઘણી આનાકાની બાદ સંસારથી વિરક્ત નેમકુમાર રાજુલ સાથે પરણવા તૈયાર થયા. નેમ-રાજુલનું જોડું આદર્શ જોડું બનશે તેવું બધા માનવા લાગ્યા. ઉગ્રસેન પોતાની દીકરીને ધામધૂમથી પરણાવવા તૈયારી કરવા લાગ્યા. શ્રી નેમકુમાર, સાજન-મહાજન ઢોલ નગારા સાથે ભવ્ય જાન જોડી પરણવા જેમકુમારના લનનો વરઘોડો જૈન કથા સંગ્રહ 29 Page #2 -------------------------------------------------------------------------- ________________ 30 તીર્થંકરો નીક્ળ્યા. રસ્તામાં તેમણે ચિત્કાર કરતા પશુઓને પાંજરામાં જોયાં. પશુઓના રૂદનનું કારણ તેણે સારથિને પૂછ્યું. તમારા લગ્નના જમણવારમાં આ પ્રાણીઓનું માંસ પીરસાશે એમ સારથિએ જણાવ્યું. તેમણે સારથિને બધા પાંજરા ખોલીને પશુઓને મુક્ત કરવા જણાવ્યું. આવી હિંસા કેવી રીતે રોકી શકાય તે વિચારવા લાગ્યા. શું દરેક જીવ માટે શાંતિ અને સલામતીભર્યો રસ્તો જ નહિ હોય? જેમ જેમ તેઓ વિચારતા ગયા તેમ તેમ તેમને સહુના શ્રેય માટેના રસ્તા સમજાતા ગયા. લગ્ન કરીને સંસારમાં ઓતપ્રોત થયા પછી કદાચ તેને છોડવું અઘરું બને તેથી સત્ય અને સુખના રસ્તે પોતાને તથા અન્યને દોરી જવા માટે આ જ યોગ્ય સમય છે. અને તેમણે લગ્ન નહિ કરવાનું નક્કી કર્યું. તેમના આ નિર્ણયથી કન્યા પક્ષવાળા સહુ અચંબામાં પડી ગયા. સગાંવહાલાં અને મિત્રોએ તેમને સમજાવવા ખૂબ પ્રયત્નો કર્યા. તેમણે શાંતિથી સહુને સમજાવ્યું કે તેમનો ઉદ્દેશ જીવ માત્રને તમામ પ્રકારના દુઃખોમાંથી મુક્ત કરવાનો છે. પાંજરામાં બંધાયેલા પ્રાણીઓની જેમ આપણે પણ આપણા ગાઢા કર્મોથી બંધાયેલા છીએ. પ્રાણીઓ મુક્ત થવાથી ઘણો જ આનંદ અનુભવે છે. બંધન કરતાં મુક્તિમાં જ સુખ રહેલું છે. કર્મના બંધનને કાપીને પરમ સુખ મેળવવા માટેના માર્ગે હું જવા ઇચ્છું છું. માટે મને રોકશો નહિ અને સારધિને રથ પાછો વાળવા જણાવ્યું. R નેમકુમારની વિનંતિથી બધા જ પશુ-પક્ષીની બંધન મુક્તિ છોડી દેવાયા પોતાના રાજ્યમાં પાછા ફર્યા બાદ નેમકુમાર એક વર્ષ ગરીબ અને જરૂરિયાતવાળા લોકોને મદદરૂપ થયા. ત્યારબાદ પોતાનો રાજમહેલ છોડીને રૈવત બાગમાં રહેવા લાગ્યા. સાધુ બનેલા નેમકુમાર ધ્યાનસ્થ અવસ્થામાં સાચા સુખનું ચિંતન કરતાં સ્થિર ઊભા રહ્યા. અજ્ઞાનને કારણે બુઢિગમ્ય જ્ઞાન સત્યથી વેગળું રહે છે. પરિણામે ખોટાં પગલાં ભરાતાં દુઃખ અને દર્દ જ મળે છે. તેથી તેઓ આત્મામાં ઊંડા ઊતરી ચિંતન કરવા લાગ્યા. ગિરનાર પર્વત ઉપર ૫૪ દિવસ સુધી ગહન આધ્યાત્મ ધ્યાનમાં પસાર કર્યા બાદ નેમિનાથે પોતાના આત્માના સહજ સ્વરૂપ અને અનંત શક્તિઓને સંધનારા પોતાના ધાતીકર્મોનો સંપૂર્ણ નાશ કર્યો. અને આત્મા અંગે જે ધૂંધળું અને અસ્પષ્ટ જ્ઞાન હતું તે સત્યરૂપે પ્રાપ્ત થયું. તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને સર્વજ્ઞ બન્યા. ચતુર્વિધ ધાર્મિક વ્યવસ્થાની સ્થાપના કરી. જૈનધર્મના બાવીસમા તીર્થંકર બન્યા. ત્યાર બાદ બાકીનું લાંબુ આયુષ્ય સામાન્ય જન સમુદાયને મુક્તિના માર્ગરૂપ ઉપદેશ આપવામાં વિતાવ્યું. જૈન થા સંગ્રહ Page #3 -------------------------------------------------------------------------- ________________ ભગવાન નેમિનાથ જ્યારે નેમિનાથે આ ભૌતિક દુનિયાને છોડી દેવાનું નક્કી કર્યું ત્યારે રાજુલની સખીઓ તેની મશ્કરી કરતી હતી. અને નેમિનાથ વરરાજા રૂપે પધારે તે ઘડીઓની આતુરતાપૂર્વક રાહ જોતી હતી. અચાનક નેમકુમાર પરણવાને બદલે તોરણેથી પાછા ફર્યા છે તેવા સમાચાર મળ્યા. કોઈ નેમકુમારના આ નિર્ણયને સમજી ના શક્યા. રાજુલ ઊંડા દુ:ખમાં સરી પડી. તેની સખીઓ તેને કલાકો સુધી આશ્વાસન આપવા લાગી. કેટલીક સખીઓ જેમકુમારને શાપ આપવા લાગી. કેટલીક રાજુલને સમજાવવા લાગી રાજુલને સખીઓનું આશ્વાસન કે ખરેખર નેમકુમાર તારે યોગ્ય હતા જ નહિ. એમનાથી પણ ઉત્તમ વર શોધી કાઢીશું, પણ રાજુલે નેમકુમારને મનોમન પતિ માની લીધા હતા, તેથી કોઈ નેમકુમાર વિરુદ્ધ કંઈપણ બોલે તે તેનાથી સહન થતું નથી. રાજુલ પણ આધ્યાત્મિક સ્વભાવવાળી હતી. જેમકુમારનું પાછા ફરવાનું સાચું કારણ જાણ્યું ત્યારે તે પણ દુ:ખમાંથી બહાર આવી અને વિચારવા લાગી કે જેમકુમારનો ઉમદા હેતુ તેણે પણ સ્વીકારવો જોઈએ. રાજુલ પણ નેમકુમારને પગલે ધાર્મિક પ્રવૃત્તિઓમાં પોતાનો સમય વ્યતીત કરવા લાગી. નેમનાથને કેવળજ્ઞાન થયાનું જાણીને સમવસરણમાં તે પોતાની સખીઓ સાથે ગઈ અને ત્યાં જ દીક્ષા લીધી. બાકીનું જીવન સાથ્વી બનીને ધ્યાન અને સાધનામાં પસાર કર્યું. અંતે સર્વ કર્મોનો ક્ષય થતાં ભવોભવના ફેરામાંથી મુક્તિ મેળવી. ભગવાન કૉમનાથનું જીવન પ્રાણીઓ પ્રત્યેના કરુણાનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રાથ(િશ્નોના વધ અને અસહ્ય પીડાનું નક્ષત્ત પૉતે છે તે સમજાતાં દુઃખમાંથી આત્યંતિક નિવૃતિ ઍટલે કે મોક્ષ માટેના તેમના ઉત્કંઠા પ્રબળ બની. કુલીન રાજકુંવ8 રાજુeત પણ આનંદથી બેમકુમા૨ના સત્ય અને મોક્ષમાગૅને અનુસર્યા. 31 જૈન કથા સંગ્રહ