Book Title: Nasikya Pachi Vyanjanagama ane Sarupya
Author(s): H C Bhayani
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 3
________________ નાસિર્ચ પછી વ્યંજનાગમ અને સારૂ ? ૨૨૧ અર્વાચીન ગુજરાતી ઉચ્ચારણમાં ઉપરના વલણથી સ્થૂળ દૃષ્ટિએ વિપરીત કહી શકાય તેવું વલણ પ્રવર્તે છે, સાનુનાસિક સ્વર પછીનો મધ્યવર્તી અપપ્રાણ ઘોષ સ્પર્શ (ઘણુંખરું તો બ) અનુનાસિકની અસર નીચે સારૂપ્ય પામીને પોતાના વર્ગનો નાસિકય સ્પર્શ બને છે. ઉદાહરણો : અમરાઈ (પ્રા. અંબરાઈ સંત આમ્રરાજિ), શીમળો (પ્રા. સિંબલિ, સં. શામલિ), કામઠી-કામડી (ા કંબા), ચીમટો (મૂળમાં ચિંબુ-). ઉપરાંત આંબળું-આમ, આંબલી-આમલી, ઉંબરો-ઊમરો, કાંબળો-કામળો, તાંબડી–તામડી, તંબડી-તૂમડી, પુંભડું-પૂમડું, લીંબડો-લીમડો એવી માન્ય જોડણીઓ; તથા જબળી-જામળી, સાંબેલું-સોમેલું, લાંબડો-લામડો, ચાનકી (ચાંદ, ચંદ્ર), બીનકી (બિન્દુ) સાનુનાસિક સ્વર પછીનો શબ્દાંત અલ્પપ્રાણ ઘોષ સ્પર્શ (ખાસ કરીને બ્ર-, તેથી ઓ છે અંશે દૂ, ડુ) નાસિક્ય સ્પર્શ (મ, ન, ણ) બનવાનું વલણ વિશેષ ધરાવે છે. ઉદાહરણઃ કરમો-કરમલો (કરબ) ચૂમવું-ચૂમી (ચુંબ-ચું) ઝૂમવું, ઝૂમણું, ઝુમ્મર (પ્રાઝુંબ-બણગ), સુબુક બૂમ (પ્રા. બુબા) લૂમ (લંબ, લૅબી) સામ (સાંબેલું, સંબ, શ...) અડીખમ, મલખમ (૧ખબ, ખંભ) ડામવું (ડાંભવું, પ્રારા ભણ) વામ (વાંભ). આ ઉપરાંત રોજની લોકવ્યવહારની ભાષામાં પ્રાદેશિક પ્રયોગો લેખે ખાણ (ખાંડ), ગાણ (ગાંઠ), માણ (માંડ), રાણનો (રાંડનો), કનમૂળ (કંદમૂળ), બનબારણે (બંધ બારણે), ચનરા (ચંદ્રા), વાન, પાલડી, પનર, ચૂનડી, વનરાવન, અનરાધાર, શિનરી (શીંદરી), ગન (કે ઘન, ગંધ), ગોવનજી (ગોવિંદ) જેવાં ઉચ્ચારણ પ્રચલિત છે. તે પણ આ વલણ અંગે દિશાસૂચક છે." નાસિક્ય ધ્વનિના પ્રભાવ નીચે > ણ, ન્ > ણ, ન્યૂ > (કણબી, વાણંદ, બમણું, ગભરામણ વગેરે) એ પરિવર્તનવલણો ઉપર વર્ણવેલા વલણ સાથે સંવાદી છે. ટિપ્પણ ૧ ચર્ચેલા પરિવર્તનોનો પૂર્વનિશ, વિચારણા વગેરે માટે જુઓ હેમચંદ્ર, સિદ્ધહેમ, ૮, ૨પ૬, ૧૨૬૪, ૨૫૦ ૨૭૪, ૪૫૪૧૨; પિશલ, ગ્રામાતિક, $ ૨૮૫, ૨૬ ૭; ટર્નર, ગુજરાતી ફોનોલૉજિ, ૬ ૭૮, ૮૪; નરસિંહરાવ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5