Book Title: Muni Santbalji
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 3
________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો * એકાંત સાધના અને સંપ્રદાયથી અાગના : આ બધું કરવા છતાં તેમના આંતરમનની ઝંખના હજુ એકાંત સાધના કરવાની હતી, તેથી નર્મદાના પવિત્ર તટે તેઓએ એક વર્ષ સુધી સૌનકાઇૌનથી એકાંતવાસની સાધના કરી. સાધનાકાળ પૂરો થયે, જે કંઈ પ્રકાશ મળ્યો તેનાથી પ્રેરાઈને તેમણે એક નિવેદન પ્રકટ કર્યું. તેમાં તેમણે પોતાનાં, ધર્મદેષ્ટિએ સમાજરચનાના સ્વપર કલ્યાણમાર્ગના પથ પર ચાલવા માટેના કેટલાક પરિવર્તનકારી વિચારો પ્રગટ કર્યા. પરિણામે પોતે જે સંધમાં દીક્ષિત બન્યા હતા તે સંધે એમને સાધુ તરીકે અમાન્ય કરી બહિષ્કૃત કર્યા. પરંતુ મુનિશ્રી સંતબાલજી ભારતભરના સાધુસમાજમાં એક એવા સાધુપુરુષ હતા કે જે હજારો વર્ષોથી ખેડાયેલી આપણી ભારતીય સંસ્કૃતિમાંના યુગને અનુરૂપ એવા સારા અંશોનું સાતત્ય સાચવીને, વિકૃત અને બિનજરૂરી અંશોમાં પરિવર્તન કરવાની વિશિષ્ટ દૃષ્ટિ ધરાવતા હતા. ૨૩૦ સંધે ભલે તેમને અંબાડા બહાર ગણ્યા, પણ એમણે અપાર ધીરજ રાખી. તેઓ પૂરી આત્માદ્ધાથી જૈનધર્મના મૌલિક સિદ્ધાંતો અને પોતાના સંપ્રદાયના સાધુજીવનના આચારવિચાર સાથેની દિનચર્યાનું પાલન કરતા રહ્યા. જૈન સાધુ તરીકે જ પાદવિહાર, ભિક્ષાચરી અને અપરિગ્રહ સાથે પોતાના નિર્ધારિત લક્ષ્ય તરફ તેઓ આગળ વધતો જ રહ્યા. સમાજસેવાના કાંતિકારી પ્રયોગો : એમની જીવનદૃષ્ટિ સમાજથી અલિપ્ત કે વિમુખ થઈ ધર્મસાધના કરવાની નહોતી. વ્યક્તિ સાથે સમાજનું અને સ્વ સાથે પરનું કલ્યાણ થઈ શકે એવી સમાજસાધનાના તેઓ પુરસ્કર્તા બન્યા. અખૂટ સંકલ્પબળના પ્રભાવવડે એમણે ગુજરાતના ભાલનળકાંઠા જેવા તદ્દન પછાત અને નપાણિયા પ્રદેશનાં ગામડાંઓમાં નવું ચેતન, નવો પ્રકાશ અને નવજાગૃતિનું ભારે મોટું મોજું ફેલાવ્યું. ગરીબી, શોષણ, અન્યાય, અજ્ઞાન અને રોગથી ગ્રસ્ત તેમજ શાહુકારી અને જમીનદારી પ્રથાની ભીંસથી ઘેરાયેલી, વેઠપ્રથાથી ાસેલી, વહેમ અને રૂઢિપરંપરાથી જકડાયેલી તેમજ આત્મવિશ્વાસ ગુમાવી બેઠેલી હતાશ જનતાની વચ્ચે તેમણે અત્યંત ધીરજ અને માતાના જેવા વાત્સલ્યભાવથી સેવાનું કામ કર્યું. t સકળ જગતની બની જનેતા વત્સલતા સહુમાં રૅડું.” એ પ્રાર્થનાની પંક્તિને સામુદાયિક પ્રાર્થનામાં વ્યાપક રીતે પ્રચલિત અને લોકભોગ્ય બનાવી. રચનાકાર્યનાં અનેક કેન્દ્રો ઊભાં કરવામાં પ્રેરકબળ બન્યા અને એમાં એમણે પ્રાણ પૂર્યા. ગામડું, પછાત વર્ગ અને નારીજાતિની અવહેલના દૂર કરી એમનું સ્વમાન અને ગૌરવ વધે તે માટે તેમને કેન્દ્રમાં રાખીને આ ત્રણેયને સંગઠિત કર્યાં. સહકારી પ્રવૃત્તિ, નવી તાલીમનું શિક્ષણ, ખાદી અને ગ્રામોદ્યોગ, સુધારેલી ખેતી અને ગૌપાલન પંચાયતો, લવાદી પ્રથાની લોકઅદાલતો, શુદ્ધિપ્રયોગ સમિતિઓ, માતૃસમાજો, ઔષધાલયો, પ્રાયોગિક સંધો, ખેડૂત-મંડળો, ગોપાલક-મંડળો, શ્રમજીવી ગ્રામોદ્યોગ, મજૂરમંડળો એમ અનેક સંસ્થાઓ અને રચનાત્મક કાર્યોનાં ઠેકઠેકાણે ઘાણાં ઊભાં કરવામાં સંતબાલજીએ પ્રેરણા અને માર્ગદર્શન આપ્યાં. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5