Book Title: Muni Santbalji
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 2
________________ મુનિ શ્રી સંતબાલજી ૨૨૯ સેવા, ભક્તિ, નીતિમય જીવન અને પરોપકારના સંસ્કાર મળ્યા હતા. પાંચમે વરસે પિતાનું અવસાન થતાં, ગુજરાતી સાત ચોપડી સુધીનું શિક્ષણ મોસાળના ભક્તિપરાયણ વાતાવરણમાં લીધું અને તેર વર્ષની ઉંમરે માતુશ્રીને મદદરૂપ થવાના હેતુથી મુંબઈ કમાવા ગયા. ત્યાં તેઓ એફ. કે. મોદી એન્ડ સન્સ નામની પેઢીમાં માસિક પાંત્રીસ રૂપિયાના પગારથી નોકરીમાં રહ્યા. પ્રામાણિકતા, ખંત, બુદ્ધિકૌશલ અને નીતિપરાયણતાથી એમણે પારસી શેઠનું હૃદય જીતી લીધું; પણ પછીથી તેમના એક મુસ્લિમ મિત્રના કારણે એની પેઢીમાં રૂ. ૧૫૦– માં કામ કરવા લાગ્યા. નવા શેઠે તેમના પર પૂરો વિશ્વાસ મૂક્યો અને ભાગીદારીનું નક્કી કર્યું; પણ એમનું હૃદય નો સત્સંગ ઝંખતું હતું. આ અરસામાં ગાંધીવિચારોને અપનાવનાર સુધારક જૈન સાધુ શ્રી નાનચંદ્રજી મહારાજનું મુંબઈમાં આગમન થયું. તેમનાં વ્યાખ્યાનો યુગધર્મ મહાવીર અને ગાંધીજીના ધર્મકાર્યનો સમન્વય કરનારાં હતાં. એ સાંભળી એમનામાં દીક્ષાનો ભાવ પ્રગટટ્યો. માતુશ્રીની ચિરવિદાય પછી બહેન તથા અન્ય કુટુંબીઓની રજા મેળવીને મોરબીમાં શ્રી નાનચંદ્રજી મહારાજને હસ્તે દીક્ષા લેવાની તેમની ઇચ્છા હતી. મોરબી રાજયમાં તે વખતે જૈન મુનિઓની દીક્ષા પર પ્રતિબંધ મૂકતો કાયદો હતો. પરંતુ શ્રી નાનચંદ્રજી મહારાજના પ્રવચનમાં ઉપસ્થિત રહેલા મોરબીના મહારાજા દીક્ષાનાર્થી શિવલાલની તેજસ્વિતાથી પ્રભાવિત બન્યા; અને પ્રતિબંધ દૂર કર્યો. સને ૧૯૮૫ના પોષ સુદ આઠમને દિવસે વિશાળ જૈન-જૈનેતર સમુદાયની હાજરીમાં ઉલ્લાસ અને ભક્તિના વાતાવરણમાં તેમની દીક્ષા સંપન્ન થઈ. આમ તેઓ ચિત્તમુનિ સાથે શ્રી નાનચંદ્રજી મહારાજના શિષ્ય થઈ, શિવલાલમાંથી મુનિ સૌભાગ્યચંદ્ર બન્યા અને પાછળથી સંતલાલ’ નામે પ્રસિદ્ધિ પામ્યા. * શાસ્ત્ર-અભ્યાસ અને વિશિષ્ટ કૃતસાધના : દીક્ષા પછીનાં પાંચેક વર્ષમાં તો એમણે સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી, હિદી વગેરે ભાષાઓનો તેમજ ન્યાય, પ્રમાણ, તર્ક, સાહિત્ય વગેરેનો અભ્યાસ કરી લીધો. જૈન ધર્મનાં અનેક શાસ્ત્રોનો તથા દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોનાં શાસ્ત્રોનો અભ્યાસ પૂરો કરીને તેમણે પંડિતોને અને ગુરુ નાનચંદ્રજીને ચકિત કરી દીધા. તેઓ શતાવધાની પણ બન્યા. અજમેરના સંમેલન પ્રસંગે ભારતના વિદ્વાનોએ તેમને “ભારતરત્ન'ની ઉપાધિથી નવાજયા. પોતાની શ્રતસાધનાના ભાગરૂપે તેમણે આગમનાં ગંભીર રહસ્યોનું ચિંતન કરી ગુજરાતી સમાજને વિ. સં. ૧૯૮૯ થી ૧૯૯૪ ના કાળ દરમ્યાન ઘણું સાહિત્ય સમર્પિત કર્યું. ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, આચારાંગ અને આવશ્યક આ ચાર મુખ્ય સૂત્રોને તેઓએ સરળ તથા સુંદર ગુજરાતી ભાષામાં પરિવર્તિત કરી મહાવીર પ્રકાશન મંદિર દ્વારા પ્રકટ કર્યા. પહેલાં બે સૂત્રોને તેઓએ પદ્યમય શૈલીમાં “સાધક–સહચરી' રૂપે રજુ ક્ય. છેલ્લાં વર્ષોમાં તત્ત્વાર્થસૂત્રનો ગુજરાતી પદ્યાનુવાદ રજૂ કરીને તેઓએ મૂળ આગમને ગુજરાતી સમાજ સુધી પહોંચાડવાની એક વિશિષ્ટ પ્રણાલિકાનું સુંદર અનુસરણ કર્યું. અને પોતાની અગાધ વિદ્વતા અને કવિત્વનો સહજપણે પરિચય કરાવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5