Book Title: Muni Santbalji Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 5
________________ 232 અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ત્યાં જ કાળધર્મ પામ્યા. એ દિવસ હતો ૨૨મી માર્ચ, 1982 ને શુક્રવારનો. મહારાષ્ટ્રમાં ઘેર ઘેર જેનાં મંગલ વધામણાં થનાં હતાં એવા ગુડી પડવાના દિવસે સંતબાલજી સ્વધામ સિધાવ્યા. ભારતીય સંસ્કૃતિના કેટલાક મધ્યયુગીન સંતોની પરંપરાને અનુસરીને તેઓ સંતોના અનુજ સંતબાલ બન્યા અને પ્રજાને રામાયણ, મહાભારત, ભાગવતધર્મ, ગીના તેમજ મહાવીરની આગમવાણીને યુગાનુરૂપ બનાવી સંભળાવના જ રહ્યા. આમ સૌને સમાજોદ્ધારનાં કાર્યો કરવાની પ્રેરણા આપતા રહ્યા. તેઓશ્રી જન્મજાત કર્મયોગીના સંસ્કાર લઈને આવ્યા હતા તેથી ત્યાગમાર્ગનો સ્વીકાર કરીને પણ સ્વહિતની ભાવના સાથે નિ:સ્પૃહપણે લોકહિતનાં કાર્યોમાં મહાત્મા ગાંધીજીની વિચારધારાને અનુસરીને તેઓએ પ્રવૃત્તિ કરી. જનસેવા તે પ્રભુની સેવા એહ સમજ વિસરાય નહીં” તે એમનો જીવનસંદેશ આપણે સદા સ્મરણમાં રાખીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5