Book Title: Montisory Paddhati vishe Vandha ane Mara Vicharo
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ મિન્ટીસોરી પદ્ધતિ વિશે કેટલાક વાંધા [૧૯૫ અને જે પદ્ધતિ વધારે અનુગુણ હોય તેનું વાતાવરણ તૈયાર કરવામાં પિતાથી બનતા ફાળે આપે. ત્રણ વાંધા આ છે: (૧) બહુ ખર્ચાળપણું, (૨) સ્વચ્છન્દ (નિયમનને અભાવ), અને (૩) હરીફાઈની ગેરહાજરી. પહેલા વાંધાના સંબંધમાં વિચાર કરીએ તે પહેલાં બાકીના બે વાંધાઓ વિશે પહેલાં વિચાર કરી લે વેચ થશે. ધણક માને છે અને કહે છે કે મેન્ટરી શિક્ષણ પદ્ધતિમાં નિયમન નથી, અને તેમાં બાળકે સ્વચ્છન્દી બને છે. અને તેઓના કથનમાં કાંઈ વજૂદ ન જણાયું. ત્રણથી છ વર્ષનાં બાળકે જે એકાગ્રતાથી, જે અદબથી અને જે અનુકૂળ વાતાવરણથી આકર્ષાઈને બાલમન્દિરમાં શીખતાં અને પ્રયોગ કરતાં જોવામાં આવ્યાં, તે ઉપરથી એમ જણાય છે કે પ્રસ્તુત પદ્ધતિમાં સ્વછન્દ નહિ પણ સાહજિક વિકાસની કેળવણી મળે છે. અલબત્ત, જે શિક્ષકની સેટી, કરડી આંખ અગર આડુંઅવળું વિતરતી તેની વાણુને નિયમન માનવામાં આવતું હોય છે તેવું નિયમન મેન્ટીસોરી શિક્ષણ પદ્ધતિમાં બિલકુલ નથી જ. પણ આવા નિયમનને અત્યંત અભાવ એ તે આ શિક્ષણ પદ્ધતિને અન્તરાત્મા હોઈ તેનું ભૂષણ છે, દુષણ નહિ. જે નાનાં નાનાં બાળકો માબાપનાં અનેક દબાણ, લાલ અને કૃત્રિમ ભયે છતાં પિતાની ચંચળ વૃતિને સ્વાભાવિક રીતે એક વિષયમાં નથી જી શકતાં, તથા જે બાળકોને કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય વિષયક વિકાસ સાધવા શિક્ષકની યમ–દષ્ટિ નિષ્ફળ નીવડે છે, તે બાળકે લાલચ, ભય અને સખ્તાઈ વિના આપોઆપ અપ્રાન્તપણે આનન્દી ચહેરે પિતાની ચંચળ વૃત્તિને પોતાની પસંદગીના વિષયમાં લાંબા વખત સુધી રોકે અને બહારની પ્રેરણા સિવાય જ કર્મોનિય અને જ્ઞાનેન્દ્રિયને વિકાસ સાધે—એ સ્થિતિને જો સ્વચ્છન્દ માનીએ તે સાચી સ્વતંત્રતા, નિર્ભયતા અને સાહજિકતાને શબ્દકોષ સિવાય ક્યાંય સ્થાન નથી એમ માનવું જોઈએ. મેન્ટરી પદ્ધતિમાં હરીફાઈનું ધોરણ નથી અને તેને લીધે હરીફાઈથી થતી જ્ઞાનવૃદ્ધિ એ પદ્ધતિમાં ન થઈ શકે એ આરોપ મૂકવામાં આવે છે. આ આરોપ મૂકનાર માત્ર એમ જ સમજતા હોવા જોઈએ કે શિક્ષણના પ્રદેશમાં હરીફાઈ એ એકાન્ત લાભદાયક તત્ત્વ છે, પણ ખરી રીતે એમ નથી. કોઈ વાર હરીફાઈથી હરીફોને લાભ થાય છે ખરે, પણ ઘણુવાર હરીફાઈમાં પાછે પડનાર હરીફ આત્મામાનનાને લીધે હતોત્સાહ થઈ જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6