Page #1
--------------------------------------------------------------------------
________________
કે
*
=
1,
**
જ
મોન્ટીસોરી પદ્ધતિ વિશે કેટલાક વાંધા
અને તે સંબંધી મારા વિચારો
[૨૯] શિક્ષણની અનેક નવી નવી પદ્ધતિઓ પ્રચારમાં આવતી જાય છે. મોન્ટીસોરી પદ્ધતિ તેમાંની એક છે. હમણાં હમણું તે આપણા દેશમાં પણ દાખલ થતી જાય છે. તેમાં ભાવનગરનું બાલમંદિર સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે.
આ મંદિરને કાર્યક્રમ જાણ, તેમાં થતા પ્રગાને પરિચય કરી, તેમ જ ત્યાંના શિક્ષકો સાથે ચર્ચા કરી એ પદ્ધતિના સંબંધમાં કાંઈક સવિશેષ જાણવાની મારી વૃત્તિ તે પ્રથમથી હતી. તેવી તક મળી. આ તકને લાભ લઉં તે પહેલાં ઊંચી કેળવણી પામેલા અને સરકારી ઉચે હૈદો ધરાવનાર એક મારા સ્નેહી, જે આ મંદિર અને તેની પદ્ધતિને પરિચય કરી આવ્યા હતા, તેઓને મોન્ટીસોરી પદ્ધતિ વિશે શો અભિપ્રાય છે એ મેં જાણી લીધું. એ ભાઈએ આ પદ્ધતિ વિશે મુખ્યપણે ત્રણ વાંધા મને જણવ્યા. એ વાંધા પહેલેથી જ જાણવામાં આવ્યા એટલે તે બાલમન્દિર અને ત્યાંની પદ્ધતિનું જેમ બને તેમ ચેક્કસ જ્ઞાન મેળવવાની અને પછી તે વાંધામાં કેટલું તથ્ય છે એ વિચારવાની વૃત્તિ ઉભવી.
આ વૃતિને અનુસરી બાલમંદિરના કાર્યક્રમનું સવિશેષ અવકન અને તે ઉપર વિચાર કરવામાં ત્રણ દિવસ વ્યતીત થયા. પરિણામે ભારે વિચાર એ ભાઈના વિચારથી જુદો જ બંધાયે. ત્રણ દિવસના અવકન અને તે દરમિયાન થયેલી ચર્ચાને અત્રે આપ આ લેખ લંબાવવા નથી ઈચ્છત, પણ મેન્ટીસોરી પદ્ધતિ વિશે શા શા વાંધા જણાવવામાં આવ્યા હતા અને તે દરેક વાંધા ઉપર વિચાર કર્યો પછી શે વિચાર બંધાયો એ જ ટૂંકમાં અત્રે આપીશ. આ લેખને ઉદ્દેશ એટલો જ છે કે દરેક યોગ્ય વ્યક્તિ કોઈ પણ શિક્ષણ પદ્ધતિના ગુણ-દેષને અને તેના લાભાલાભને વિચાર કરતી થાય
Page #2
--------------------------------------------------------------------------
________________
મિન્ટીસોરી પદ્ધતિ વિશે કેટલાક વાંધા
[૧૯૫ અને જે પદ્ધતિ વધારે અનુગુણ હોય તેનું વાતાવરણ તૈયાર કરવામાં પિતાથી બનતા ફાળે આપે.
ત્રણ વાંધા આ છે: (૧) બહુ ખર્ચાળપણું, (૨) સ્વચ્છન્દ (નિયમનને અભાવ), અને (૩) હરીફાઈની ગેરહાજરી. પહેલા વાંધાના સંબંધમાં વિચાર કરીએ તે પહેલાં બાકીના બે વાંધાઓ વિશે પહેલાં વિચાર કરી લે વેચ થશે. ધણક માને છે અને કહે છે કે મેન્ટરી શિક્ષણ પદ્ધતિમાં નિયમન નથી, અને તેમાં બાળકે સ્વચ્છન્દી બને છે. અને તેઓના કથનમાં કાંઈ વજૂદ ન જણાયું. ત્રણથી છ વર્ષનાં બાળકે જે એકાગ્રતાથી, જે અદબથી અને જે અનુકૂળ વાતાવરણથી આકર્ષાઈને બાલમન્દિરમાં શીખતાં અને પ્રયોગ કરતાં જોવામાં આવ્યાં, તે ઉપરથી એમ જણાય છે કે પ્રસ્તુત પદ્ધતિમાં સ્વછન્દ નહિ પણ સાહજિક વિકાસની કેળવણી મળે છે. અલબત્ત, જે શિક્ષકની સેટી, કરડી આંખ અગર આડુંઅવળું વિતરતી તેની વાણુને નિયમન માનવામાં આવતું હોય છે તેવું નિયમન મેન્ટીસોરી શિક્ષણ પદ્ધતિમાં બિલકુલ નથી જ. પણ આવા નિયમનને અત્યંત અભાવ એ તે આ શિક્ષણ પદ્ધતિને અન્તરાત્મા હોઈ તેનું ભૂષણ છે, દુષણ નહિ. જે નાનાં નાનાં બાળકો માબાપનાં અનેક દબાણ, લાલ અને કૃત્રિમ ભયે છતાં પિતાની ચંચળ વૃતિને સ્વાભાવિક રીતે એક વિષયમાં નથી જી શકતાં, તથા જે બાળકોને કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય વિષયક વિકાસ સાધવા શિક્ષકની યમ–દષ્ટિ નિષ્ફળ નીવડે છે, તે બાળકે લાલચ, ભય અને સખ્તાઈ વિના આપોઆપ અપ્રાન્તપણે આનન્દી ચહેરે પિતાની ચંચળ વૃત્તિને પોતાની પસંદગીના વિષયમાં લાંબા વખત સુધી રોકે અને બહારની પ્રેરણા સિવાય જ કર્મોનિય અને જ્ઞાનેન્દ્રિયને વિકાસ સાધે—એ સ્થિતિને જો સ્વચ્છન્દ માનીએ તે સાચી સ્વતંત્રતા, નિર્ભયતા અને સાહજિકતાને શબ્દકોષ સિવાય ક્યાંય સ્થાન નથી એમ માનવું જોઈએ.
મેન્ટરી પદ્ધતિમાં હરીફાઈનું ધોરણ નથી અને તેને લીધે હરીફાઈથી થતી જ્ઞાનવૃદ્ધિ એ પદ્ધતિમાં ન થઈ શકે એ આરોપ મૂકવામાં આવે છે. આ આરોપ મૂકનાર માત્ર એમ જ સમજતા હોવા જોઈએ કે શિક્ષણના પ્રદેશમાં હરીફાઈ એ એકાન્ત લાભદાયક તત્ત્વ છે, પણ ખરી રીતે એમ નથી. કોઈ વાર હરીફાઈથી હરીફોને લાભ થાય છે ખરે, પણ ઘણુવાર હરીફાઈમાં પાછે પડનાર હરીફ આત્મામાનનાને લીધે હતોત્સાહ થઈ જાય
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૯૬ ]
દર્શન અને ચિંતન
છે, અને પછી તે પોતાના ખીજાશય અને પસંદગીના વિષયમાં પણ જોઈતું બળ મેળવી શકતા નથી. દરેક વ્યક્તિમાં ઉત્સાહ એ જ ખરા પ્રાણ છે. ઉત્સાહને હરીફાઈ દ્વારા જગાડવા તેમાં લાભ કરતાં જોખમ ઓછું તે નથી જ. દરેક આળકની દરેક વિષય પરત્વે શક્તિ સરખી હૈાતી નથી. વૃત્તિ પણ જુદી જુદી હાય છે. તેથી પ્રત્યવાય વિનાનું તદ્ન અનુકૂળ વાતાવરણ ઊભું કરી પોતપોતાની વૃત્તિ પ્રમાણે બાળકને શક્તિ ખીલવવાની તક મળે તા તેઓને ઉત્સાહ, કૂવામાં પાણીની સેરા ઝરે તેમ, આપોઆપ પોતપોતાની પસંદગીના વિષયમાં ઝરે છે અને ક્રમશઃ વધે છે. આ સ્વાભાવિક ક્રમથી એ લાલ થાય છે દરેક બાળકને પોતાની રુચિ પ્રમાણે પેતામાં રહેલી વિશિષ્ટ શક્તિ ખિલવવાની તક મળતી હાવાથી પાતાનું વ્યક્તિત્વ સાધવાને અવસર મળે છે અને જે વિષયની શક્તિ કે રુચિ ન હેાય તે વિષયમાં જરા પણ વ્યક્તિ કે સમય ન ખર્ચાવાથી તેને આત્મા સત્ત તેજસ્વી અને ઉત્સાહમય રહે છે. ક્રરજિયાત હરીફાઈના ધારણમાં જે વિષ્યની શક્તિ કે ચિ ન હેાય તેમાં બાળકા નિચોવાઈ જાય છે, અને તેથી આવેલી નિમ્બ ળતા પોતાની પસંદગીના વિષયમાં પણુ દોડતા બાળકને કાંઈક સ્ખલિત કરેજ છે.
ફરજિયાત હરીફાઈથી જ્ઞાનવૃદ્ધે કાઈ કાઈ વ્યક્તને થઈ હાય અને થાય છે એ વાત માની લઈ એ, તાપણુ તે હરીફાઈની પાછળ કેટલાંક એવાં અનિષ્ટ તત્ત્વા રહેલાં છે કે જે શિક્ષણ લેનારમાં ઘુસી જવાથી તેના આત્માને શિક્ષણથી મળેલા પ્રકાશ કરતાં પણ વધારે અધકાર અર્પે છે. એ અનિષ્ટ તત્ત્વામાં કાંઈ મળવાનું પ્રલેોભન અને નામના એ બે મુખ્ય છે. આ મે અનિષ્ટ તત્ત્વામાંથી (જો શિક્ષણ લેનારના આત્મા નિળ હોય તો ) ઈર્ષ્યા. અને અદેખાઈ જન્મે છે, અને એ અદેખાઈ જિન્દગીના છેડા સુધી આત્માને કાતરી ખાય છે. તેથી મારા વિચાર પ્રમાણે મેન્ટીસારી શિક્ષણપદ્ધતિમાં ફ્રજિયાત હરીફાઈ ને તિલાંજલિ દેવામાં આવી છે તે, એ પદ્ધતિની ઇચ્છવાલાયક વિશિષ્ટતા છે.
હવે અતિખર્ચાળપણાના આરોપનો વિચાર કરીએ. આ આરાપને વિચાર કરતાં એ પ્રશ્નો ઉદ્ભવે છે. તે એ કે મેન્ડીસારી શિક્ષણપદ્ધતિ એ ખીજી શિક્ષણપદ્ધતિ કરતાં ઊતરતા પ્રકારની છે કે બીજી પદ્ધતિઓની સમકક્ષ કુ તેએથી ચઢિયાતા પ્રકારની છે? જો બહુ ખર્ચાળપણા સિવાયની ખીજી કાઈ કસોટી દ્વારા મેન્ડીસારી શિક્ષણપદ્ધતિ ઇતરપદ્ધતિ કરતાં ઊતરતા પ્રકારની સાબિત કરી શકાય તો તે ઊતરતાપણાને લીધે જ મરણને શરણ
Page #4
--------------------------------------------------------------------------
________________
મોન્ટીસારી પદ્ધતિ વિશે કેટલાક વાંધા
થવા યોગ્ય છે. પણ હજી સુધી મોન્ટીસારી શિક્ષણપદ્ધતિનું ઊતરતાપણું સાબિત કરી શકાયું નથી; એટલું જ નહિ, પણ દિવસે દિવસે વિચારવમાં તેના ચઢિયાતાપણા વિશે ચેસ અભિપ્રાય અધાતો જાય છે; અને તેના નિઃસ્વાર્થ તથા પ્રામાણિક પ્રયોગકર્તાઓ તેા બીજી કાઈ પણ શિક્ષણપદ્ધતિ કરતાં તેને વધારે શાસ્ત્રીય અને વધારે સ્વાભાવિક માને છે. હજી એ પતિના પ્રયાગતો કરતાં વધારે અનુભવ ધરાવનાર ખાજો કાઈ પણ એ પદ્ધતિનુ ઊતરતાપણું સાબિત કરી શકયો નથી. તેથી બહુ ખચોંળપણાના આરોપને વિચાર બીજા વિકલ્પને સ્વીકારીને જ કરવા ઘટે છે. મેન્ડીસારી શિક્ષણપદ્ધતિની પાછી જે શાસ્ત્રીયતા અને સાહજિકતાનું બળ છે તે જ તે પતિના શ્રીજી ધી પદ્ધતિ કરતાં ચઢિયાતાપણાની સાબિતી છે. એ પતિના પ્રયાગ, અનુભવે અને નિયમોના વિચાર કરતાં મને તે તેના ચઢિયાતાપણા વિશે જરાયે શક નથી. તેથી જે પ્રારંભમાં આ પદ્ધતિના અખતરામાં બહુ ખર્ચાળપણ હોય અને છે, તાય તે જાણીબૂઝીને ચલાવી લેવું એ જ સરકારી પ્રજા તૈયાર કરવાને માટે યોગ્ય છે. આપણે પ્રચલિત સરકારી પદ્ધતિનાં આછાં અને માાં પરિણામે અનુભવીએ છીએ તથા તેનુ ખર્ચાળપણું પણ જાણીએ છીએ. એ પદ્ધતિથી શિક્ષણ લેનારનાં શરીર અને મન બળવાન થવાને બદલે કેટલાં નિર્માલ્ય અને હતપ્રભ થઈ જાય છે; સરકારી શિક્ષણ આપવા જતાં માબાપનાં ધર કેટલાં ખાલી થઈ જાય છે; તેઓ કેટલાં દેવાદાર થઈ જાય છે અને છતાંયે તે શિક્ષણુ લેનાર સો પૈકી કેટલા જણ પેત્તાને અને પોતાની પાછળ આશા રાખી ખેડેલાંને નિશ્ચિન્ત કરે છે, એ પ્રશ્નોના ઉત્તર હવે સૌ કાઈ જાણે છે. તેમ છતાં એવી નિર્માણ અને ગુલામીપાક પદ્ધતિમાં ગણ્યાંગાંવ્યાં કાઈ આગળ વધે છે. એ જ પ્રલાભનમાં આપણી આખી પ્રજા સડાવાયેલી છે અને તેથી તે નિષ્ફળ પદ્ધતિમાં બહુ ખર્ચાળપણું હાવા છતાં પણ પ્રશ્ન તેને નભાવી લે છે.
આથી ઊલટુ, મોન્ટીસોરી પદ્ધતિમાં સ્વાભાવિકતા હાઈ ખળાનાં આત્મા, મન અને વાણી એ ત્રણે વ્યવસ્થિત રીતે ખીલે એવી ચેાજના છે. આ યાજના પ્રમાણે શિક્ષણ લેવા જનારને મોટામાં મોટુ' પ્રલાભન સરકારી પ્રતિષ્ઠા નહિ, પણ સર્વાંગીણ વિકાસ એ છે. જો આ પદ્ધતિના પ્રયાગા વિચારશીલ અને Üય શાળી વ્યક્તિઓને હાથે ચેડાં વર્ષે અવિચ્છિન્ન ચાલે તો તેનાં પરિણામે લેાક સમક્ષ આવે, અને પરિણામ સામે આવતાં વાતાવરણ તે પ્રવ્રુતિને અનુકૂળ થાય. એકવાર મેન્ટીસોરી પદ્ધતિનુ
૧૯૭
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૯૮ ]
દર્શન અને ચિંતન
વાતાવરણ સાધારણ લોકાના મનને આકર્ષિત કરે તો બહુ ખર્ચાળપણાને પ્રશ્ન રહે જ કેવી રીતે ? અત્યારે પ્રજાને જે ગરીબ, સાધારણ અને તવંગર વર્ગ પોતાનાં બાળકાનાં આત્મા, મન અને વાણીના સાહજિક વિકાસમાં રસ નથી લેતા કે વગર ખર્ચે તે વિકાસ સાધવાના લાભ મળતા હાય તેાયે તે લાભ ઉઠાવવા લક્ષ નથી આપતા; પણ તેથી ઊલટું ભીખ માગીને, કરજ કરીને કે સ્વ હામીને પોતાનાં બાળકાના ઉપનયન, વિવાહ વગેરે પ્રસ ગેામાં કૃતકૃત્યતા માને છે, તે જ પ્રજા કોઈ પણ શિક્ષણપદ્ધતિનું આકર્ષક વાતાવરણ જુએ ત્યારે તે ખર્ચની દિશા બદલાવી એ પદ્ધતિને જરૂર પેપે. પ્રજાના માટે ભાગ ધર્મને નામે જડ સંસ્કારોની અભ્યર્થનામાં લાખા અને કરાડા રૂપિયાનો ખર્ચ કરે છે તથા ધર્મગુરુએ પોતાના દમામ સાચવવા પાછળ પ્રજાની રેટીમાંથી મોટા ભાગ ચોરે છે. પ્રજા પણ પોતાના અનેક નિરક રીતરિવાજોમાં નિચેાવાઈ ખર્ચ કર્યું જાય છે. પરંતુ જ્યારે પ્રજાનું ધ્યાન કાઈ પણ શિક્ષણપદ્ધતિના સુન્દરતમ પરિણામવાળા વાતાવરણ તરફ આકર્ષાય ત્યારે એ પ્રજાને હાથે જડ સકારે, ધમગુરુઓના અણુછાજતા આખરેશ અને નાશકારક રીતરિવાજો ન જ પોષાઈ શકે, એ નિયમ ઐતિહાસિક છે. જો મોન્ટીસારી શિક્ષણપદ્ધતિના પ્રયોગ કરનારાઓના અનુભવ તેને પેાતાને ધૈય' અને ઊંડી આશા અપ°તા હોય તો ખર્ચાળપણાના પ્રશ્ન આડે આવવા જ નથી. અલબત્ત, એ ખર્ચાળપણાના પ્રશ્ન તત્કાળ પૂરતા હેાય તે તે કઈક અંશે ઠીક છે, પણ જો કાયમ માટે બહુ ખર્ચાળપણાને આ પદ્ધતિના પ્રચારમાં કાઈ આધક માને તે તે મારા વિચાર પ્રમાણે એક ભૂલ છે. જો આ પદ્ધતિ ઇષ્ટ પરિણામ ઉત્પન્ન ન કરી શકે. તે તેના પ્રત્યેાક્તાએ જાતે જ તેને નાવવાનું બળ ધરાવે છે, અને જો એ પતિ સૌથી વધારે સરસ પરિણામ લાવશે( જેવા મારા તે વિશ્વાસ છે) તો તેને બહુ ખર્ચાળપણુ` કદી આડે આવવાનું જ નથી.
મેન્ટીસોરી પદ્ધતિ ખરેખર ખર્ચાળ છે. એ વાત માન્ય રાખીને જ એકદેશીય રીતે અત્યાર સુધી આ ચર્ચા કરવામાં આવી છે, તે ખાસ હેતુસર. એ હેતુ એ છે કે પરાધીનતા, ગરીબાઈ, વહેમ અને અજ્ઞાનના દોષોથી પીડાતા જે દેશ, એ જ દોષોના પોષણ પાછળ આંખો મીચી અપવ્યય કચે જતા હોય અને જ્યારે તેની સમક્ષ ઉપર્યુક્ત દોષનુ નિવારણ કરે તેવી શિક્ષણપદ્ધતિ મૂકવામાં આવતી હોય ત્યારે, તે દેશને તે પતિ વિરુદ્ધ ખોળપણાના વાંધા ઉઠાવવાના અધિકાર જ કેવી રીતે સંભવે ? પેાતાનાં બાળકોના આત્માની અને શરીરની ખરી સુન્દરતા જોવાને બદલે માત્ર તેનાં શરીરને
Page #6
--------------------------------------------------------------------------
________________ મારીરી પદ્ધતિ વિશે કેટલાક વાંધા [ 199 કૃત્રિમ રીતે શણગારી સુન્દર બતાવવા પાછળ ઘેલાં થઈ જનાર માબાપને સાચા શિક્ષણ વિરુદ્ધ બહુ ખર્ચાળપણને વાધો યોગ્ય ગણાય શું? જે ધર્મગુરુઓ, મુલ્લા, મેલવી અને પંડિત પિતાને કે પિતાના ભક્તોને હિતપ્રશ્ન વિચાર્યા સિવાય જ ધર્મ અને શાસ્ત્ર વિશેની શ્રદ્ધા રૂપ ફેંચી ફેરવી ભક્તિનું તાળું ઉધાડી ભક્તોની કુપણ તિજોરીમાંથી પણ પૈસે કઢાવી પિતાનું આલસ્ય પિળે જાય છે, તેઓને પ્રજાની સાચી શિક્ષા વિરુદ્ધ ખર્ચાળપણને પ્રશ્ન ઉઠાવો ઘટે કે પિતાને ખર્ચ ઓછો કરી પ્રજાના શિક્ષણમાં ફાળો આપ ઘટે? જે લેકે ઘર વેચીને કે દેવાદાર થઈને દેશમાં કે પરદેશમાં ઊંચી કેળવણી લઈ છેવટે નોકરીના સુવર્ણપિંજરામાં પૂરાય છે અને બિનજરૂરી ખર્ચે વધારી મૂકી દેવામાં, સાદગીનું અને સ્વાશ્રિતપણાનું બર્ડે ખુપું પણ તત્વ ભૂસી જવા જેવી પરિસ્થિતિ ઊભી કરી મૂકે છે, તેઓના માટે સામાન્ય જનતા માટે સ્વાશ્રય અને સાદગી આપનારી શિક્ષણ પદ્ધતિ વિરુદ્ધ ખર્ચાળપણાને વાંધે શેભે ખરે? જે દેશની પ્રજા તીર્થોને વૈભવ અને રાજાઓના વિલાસે પાછળ ખર્ચાતા કરેડો રૂપિયાને બોજો હસતે મોઢે ઉઠાવી શકતી હોય તે પ્રજા પિતાનું ભાવિ ઘડનાર શિક્ષણપદ્ધતિ વિરુદ્ધ ખર્ચાળપણ વિશે આંસુ સારે તે સ્થિતિ ચલાવી લેવા લાયક ગણાય શું ? પણ ખરી રીતે આ પદ્ધતિમાં હંમેશને માટે ખર્ચાળપણને પ્રશ્ન રહી શકે જ નહિ. જેમ જેમ આ પદ્ધતિનાં પરિણામે વધારે વ્યાપતાં જશે અને આ પદ્ધતિ દેશમાં વધારે ને વધારે પચતી જશે તેમ તેમ તેનાં સાધને અને ઉપકરણ અહીં જ સહેલાઈથી અને સસ્તી રીતે ઊભાં કરી શકાય એવી ગોઠવણ પણ સાથે જ થતી જવાની. જે વસ્તુ જે દેશને પચે, તે દેશને તે વસ્તુ છેવટે પિતાને હાથે જ પેદા કર્યો છૂટકે; અને તેવી સ્થિતિમાં તે વસ્તુ વધારે સસ્તી પડે એવા સ્પર્ધામૂલક પ્રયત્ન પણ અનિવાર્ય થઈ પડે છે. એ વસ્તુસ્થિતિ અર્થશાસ્ત્રને જાણનાર માણસથી અજાણું તો ન જ હેવી જોઈએ. એટલે આ પદ્ધતિના પરિણામકારી અખતરાઓ નિશ્ચિત રીતે ચાલતા રહે તેટલા માટે જરૂરનું છે કે આપણે એવા અખતરા કરનારાઓના ઉત્સાહને લેશ પણ ધક્કો પહોંચે તેવું એક પણ પગલું ન ભરીએ અને સાચા, નિર્ભય અને આશાવાદી કાર્યકર્તા શોધક યુવકે તૈયાર થાય તેવું સ્વચ્છ વાતાવરણ કરી મૂકીએ. _શ્રીદક્ષિણામૂર્તિ. મે 1925.