________________
૧૯૮ ]
દર્શન અને ચિંતન
વાતાવરણ સાધારણ લોકાના મનને આકર્ષિત કરે તો બહુ ખર્ચાળપણાને પ્રશ્ન રહે જ કેવી રીતે ? અત્યારે પ્રજાને જે ગરીબ, સાધારણ અને તવંગર વર્ગ પોતાનાં બાળકાનાં આત્મા, મન અને વાણીના સાહજિક વિકાસમાં રસ નથી લેતા કે વગર ખર્ચે તે વિકાસ સાધવાના લાભ મળતા હાય તેાયે તે લાભ ઉઠાવવા લક્ષ નથી આપતા; પણ તેથી ઊલટું ભીખ માગીને, કરજ કરીને કે સ્વ હામીને પોતાનાં બાળકાના ઉપનયન, વિવાહ વગેરે પ્રસ ગેામાં કૃતકૃત્યતા માને છે, તે જ પ્રજા કોઈ પણ શિક્ષણપદ્ધતિનું આકર્ષક વાતાવરણ જુએ ત્યારે તે ખર્ચની દિશા બદલાવી એ પદ્ધતિને જરૂર પેપે. પ્રજાના માટે ભાગ ધર્મને નામે જડ સંસ્કારોની અભ્યર્થનામાં લાખા અને કરાડા રૂપિયાનો ખર્ચ કરે છે તથા ધર્મગુરુએ પોતાના દમામ સાચવવા પાછળ પ્રજાની રેટીમાંથી મોટા ભાગ ચોરે છે. પ્રજા પણ પોતાના અનેક નિરક રીતરિવાજોમાં નિચેાવાઈ ખર્ચ કર્યું જાય છે. પરંતુ જ્યારે પ્રજાનું ધ્યાન કાઈ પણ શિક્ષણપદ્ધતિના સુન્દરતમ પરિણામવાળા વાતાવરણ તરફ આકર્ષાય ત્યારે એ પ્રજાને હાથે જડ સકારે, ધમગુરુઓના અણુછાજતા આખરેશ અને નાશકારક રીતરિવાજો ન જ પોષાઈ શકે, એ નિયમ ઐતિહાસિક છે. જો મોન્ટીસારી શિક્ષણપદ્ધતિના પ્રયોગ કરનારાઓના અનુભવ તેને પેાતાને ધૈય' અને ઊંડી આશા અપ°તા હોય તો ખર્ચાળપણાના પ્રશ્ન આડે આવવા જ નથી. અલબત્ત, એ ખર્ચાળપણાના પ્રશ્ન તત્કાળ પૂરતા હેાય તે તે કઈક અંશે ઠીક છે, પણ જો કાયમ માટે બહુ ખર્ચાળપણાને આ પદ્ધતિના પ્રચારમાં કાઈ આધક માને તે તે મારા વિચાર પ્રમાણે એક ભૂલ છે. જો આ પદ્ધતિ ઇષ્ટ પરિણામ ઉત્પન્ન ન કરી શકે. તે તેના પ્રત્યેાક્તાએ જાતે જ તેને નાવવાનું બળ ધરાવે છે, અને જો એ પતિ સૌથી વધારે સરસ પરિણામ લાવશે( જેવા મારા તે વિશ્વાસ છે) તો તેને બહુ ખર્ચાળપણુ` કદી આડે આવવાનું જ નથી.
મેન્ટીસોરી પદ્ધતિ ખરેખર ખર્ચાળ છે. એ વાત માન્ય રાખીને જ એકદેશીય રીતે અત્યાર સુધી આ ચર્ચા કરવામાં આવી છે, તે ખાસ હેતુસર. એ હેતુ એ છે કે પરાધીનતા, ગરીબાઈ, વહેમ અને અજ્ઞાનના દોષોથી પીડાતા જે દેશ, એ જ દોષોના પોષણ પાછળ આંખો મીચી અપવ્યય કચે જતા હોય અને જ્યારે તેની સમક્ષ ઉપર્યુક્ત દોષનુ નિવારણ કરે તેવી શિક્ષણપદ્ધતિ મૂકવામાં આવતી હોય ત્યારે, તે દેશને તે પતિ વિરુદ્ધ ખોળપણાના વાંધા ઉઠાવવાના અધિકાર જ કેવી રીતે સંભવે ? પેાતાનાં બાળકોના આત્માની અને શરીરની ખરી સુન્દરતા જોવાને બદલે માત્ર તેનાં શરીરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org