Book Title: Montisory Paddhati vishe Vandha ane Mara Vicharo Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ કે * = 1, ** જ મોન્ટીસોરી પદ્ધતિ વિશે કેટલાક વાંધા અને તે સંબંધી મારા વિચારો [૨૯] શિક્ષણની અનેક નવી નવી પદ્ધતિઓ પ્રચારમાં આવતી જાય છે. મોન્ટીસોરી પદ્ધતિ તેમાંની એક છે. હમણાં હમણું તે આપણા દેશમાં પણ દાખલ થતી જાય છે. તેમાં ભાવનગરનું બાલમંદિર સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ મંદિરને કાર્યક્રમ જાણ, તેમાં થતા પ્રગાને પરિચય કરી, તેમ જ ત્યાંના શિક્ષકો સાથે ચર્ચા કરી એ પદ્ધતિના સંબંધમાં કાંઈક સવિશેષ જાણવાની મારી વૃત્તિ તે પ્રથમથી હતી. તેવી તક મળી. આ તકને લાભ લઉં તે પહેલાં ઊંચી કેળવણી પામેલા અને સરકારી ઉચે હૈદો ધરાવનાર એક મારા સ્નેહી, જે આ મંદિર અને તેની પદ્ધતિને પરિચય કરી આવ્યા હતા, તેઓને મોન્ટીસોરી પદ્ધતિ વિશે શો અભિપ્રાય છે એ મેં જાણી લીધું. એ ભાઈએ આ પદ્ધતિ વિશે મુખ્યપણે ત્રણ વાંધા મને જણવ્યા. એ વાંધા પહેલેથી જ જાણવામાં આવ્યા એટલે તે બાલમન્દિર અને ત્યાંની પદ્ધતિનું જેમ બને તેમ ચેક્કસ જ્ઞાન મેળવવાની અને પછી તે વાંધામાં કેટલું તથ્ય છે એ વિચારવાની વૃત્તિ ઉભવી. આ વૃતિને અનુસરી બાલમંદિરના કાર્યક્રમનું સવિશેષ અવકન અને તે ઉપર વિચાર કરવામાં ત્રણ દિવસ વ્યતીત થયા. પરિણામે ભારે વિચાર એ ભાઈના વિચારથી જુદો જ બંધાયે. ત્રણ દિવસના અવકન અને તે દરમિયાન થયેલી ચર્ચાને અત્રે આપ આ લેખ લંબાવવા નથી ઈચ્છત, પણ મેન્ટીસોરી પદ્ધતિ વિશે શા શા વાંધા જણાવવામાં આવ્યા હતા અને તે દરેક વાંધા ઉપર વિચાર કર્યો પછી શે વિચાર બંધાયો એ જ ટૂંકમાં અત્રે આપીશ. આ લેખને ઉદ્દેશ એટલો જ છે કે દરેક યોગ્ય વ્યક્તિ કોઈ પણ શિક્ષણ પદ્ધતિના ગુણ-દેષને અને તેના લાભાલાભને વિચાર કરતી થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6