Book Title: Montisory Paddhati vishe Vandha ane Mara Vicharo Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 6
________________ મારીરી પદ્ધતિ વિશે કેટલાક વાંધા [ 199 કૃત્રિમ રીતે શણગારી સુન્દર બતાવવા પાછળ ઘેલાં થઈ જનાર માબાપને સાચા શિક્ષણ વિરુદ્ધ બહુ ખર્ચાળપણને વાધો યોગ્ય ગણાય શું? જે ધર્મગુરુઓ, મુલ્લા, મેલવી અને પંડિત પિતાને કે પિતાના ભક્તોને હિતપ્રશ્ન વિચાર્યા સિવાય જ ધર્મ અને શાસ્ત્ર વિશેની શ્રદ્ધા રૂપ ફેંચી ફેરવી ભક્તિનું તાળું ઉધાડી ભક્તોની કુપણ તિજોરીમાંથી પણ પૈસે કઢાવી પિતાનું આલસ્ય પિળે જાય છે, તેઓને પ્રજાની સાચી શિક્ષા વિરુદ્ધ ખર્ચાળપણને પ્રશ્ન ઉઠાવો ઘટે કે પિતાને ખર્ચ ઓછો કરી પ્રજાના શિક્ષણમાં ફાળો આપ ઘટે? જે લેકે ઘર વેચીને કે દેવાદાર થઈને દેશમાં કે પરદેશમાં ઊંચી કેળવણી લઈ છેવટે નોકરીના સુવર્ણપિંજરામાં પૂરાય છે અને બિનજરૂરી ખર્ચે વધારી મૂકી દેવામાં, સાદગીનું અને સ્વાશ્રિતપણાનું બર્ડે ખુપું પણ તત્વ ભૂસી જવા જેવી પરિસ્થિતિ ઊભી કરી મૂકે છે, તેઓના માટે સામાન્ય જનતા માટે સ્વાશ્રય અને સાદગી આપનારી શિક્ષણ પદ્ધતિ વિરુદ્ધ ખર્ચાળપણાને વાંધે શેભે ખરે? જે દેશની પ્રજા તીર્થોને વૈભવ અને રાજાઓના વિલાસે પાછળ ખર્ચાતા કરેડો રૂપિયાને બોજો હસતે મોઢે ઉઠાવી શકતી હોય તે પ્રજા પિતાનું ભાવિ ઘડનાર શિક્ષણપદ્ધતિ વિરુદ્ધ ખર્ચાળપણ વિશે આંસુ સારે તે સ્થિતિ ચલાવી લેવા લાયક ગણાય શું ? પણ ખરી રીતે આ પદ્ધતિમાં હંમેશને માટે ખર્ચાળપણને પ્રશ્ન રહી શકે જ નહિ. જેમ જેમ આ પદ્ધતિનાં પરિણામે વધારે વ્યાપતાં જશે અને આ પદ્ધતિ દેશમાં વધારે ને વધારે પચતી જશે તેમ તેમ તેનાં સાધને અને ઉપકરણ અહીં જ સહેલાઈથી અને સસ્તી રીતે ઊભાં કરી શકાય એવી ગોઠવણ પણ સાથે જ થતી જવાની. જે વસ્તુ જે દેશને પચે, તે દેશને તે વસ્તુ છેવટે પિતાને હાથે જ પેદા કર્યો છૂટકે; અને તેવી સ્થિતિમાં તે વસ્તુ વધારે સસ્તી પડે એવા સ્પર્ધામૂલક પ્રયત્ન પણ અનિવાર્ય થઈ પડે છે. એ વસ્તુસ્થિતિ અર્થશાસ્ત્રને જાણનાર માણસથી અજાણું તો ન જ હેવી જોઈએ. એટલે આ પદ્ધતિના પરિણામકારી અખતરાઓ નિશ્ચિત રીતે ચાલતા રહે તેટલા માટે જરૂરનું છે કે આપણે એવા અખતરા કરનારાઓના ઉત્સાહને લેશ પણ ધક્કો પહોંચે તેવું એક પણ પગલું ન ભરીએ અને સાચા, નિર્ભય અને આશાવાદી કાર્યકર્તા શોધક યુવકે તૈયાર થાય તેવું સ્વચ્છ વાતાવરણ કરી મૂકીએ. _શ્રીદક્ષિણામૂર્તિ. મે 1925. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6