________________
૧૯૬ ]
દર્શન અને ચિંતન
છે, અને પછી તે પોતાના ખીજાશય અને પસંદગીના વિષયમાં પણ જોઈતું બળ મેળવી શકતા નથી. દરેક વ્યક્તિમાં ઉત્સાહ એ જ ખરા પ્રાણ છે. ઉત્સાહને હરીફાઈ દ્વારા જગાડવા તેમાં લાભ કરતાં જોખમ ઓછું તે નથી જ. દરેક આળકની દરેક વિષય પરત્વે શક્તિ સરખી હૈાતી નથી. વૃત્તિ પણ જુદી જુદી હાય છે. તેથી પ્રત્યવાય વિનાનું તદ્ન અનુકૂળ વાતાવરણ ઊભું કરી પોતપોતાની વૃત્તિ પ્રમાણે બાળકને શક્તિ ખીલવવાની તક મળે તા તેઓને ઉત્સાહ, કૂવામાં પાણીની સેરા ઝરે તેમ, આપોઆપ પોતપોતાની પસંદગીના વિષયમાં ઝરે છે અને ક્રમશઃ વધે છે. આ સ્વાભાવિક ક્રમથી એ લાલ થાય છે દરેક બાળકને પોતાની રુચિ પ્રમાણે પેતામાં રહેલી વિશિષ્ટ શક્તિ ખિલવવાની તક મળતી હાવાથી પાતાનું વ્યક્તિત્વ સાધવાને અવસર મળે છે અને જે વિષયની શક્તિ કે રુચિ ન હેાય તે વિષયમાં જરા પણ વ્યક્તિ કે સમય ન ખર્ચાવાથી તેને આત્મા સત્ત તેજસ્વી અને ઉત્સાહમય રહે છે. ક્રરજિયાત હરીફાઈના ધારણમાં જે વિષ્યની શક્તિ કે ચિ ન હેાય તેમાં બાળકા નિચોવાઈ જાય છે, અને તેથી આવેલી નિમ્બ ળતા પોતાની પસંદગીના વિષયમાં પણુ દોડતા બાળકને કાંઈક સ્ખલિત કરેજ છે.
ફરજિયાત હરીફાઈથી જ્ઞાનવૃદ્ધે કાઈ કાઈ વ્યક્તને થઈ હાય અને થાય છે એ વાત માની લઈ એ, તાપણુ તે હરીફાઈની પાછળ કેટલાંક એવાં અનિષ્ટ તત્ત્વા રહેલાં છે કે જે શિક્ષણ લેનારમાં ઘુસી જવાથી તેના આત્માને શિક્ષણથી મળેલા પ્રકાશ કરતાં પણ વધારે અધકાર અર્પે છે. એ અનિષ્ટ તત્ત્વામાં કાંઈ મળવાનું પ્રલેોભન અને નામના એ બે મુખ્ય છે. આ મે અનિષ્ટ તત્ત્વામાંથી (જો શિક્ષણ લેનારના આત્મા નિળ હોય તો ) ઈર્ષ્યા. અને અદેખાઈ જન્મે છે, અને એ અદેખાઈ જિન્દગીના છેડા સુધી આત્માને કાતરી ખાય છે. તેથી મારા વિચાર પ્રમાણે મેન્ટીસારી શિક્ષણપદ્ધતિમાં ફ્રજિયાત હરીફાઈ ને તિલાંજલિ દેવામાં આવી છે તે, એ પદ્ધતિની ઇચ્છવાલાયક વિશિષ્ટતા છે.
હવે અતિખર્ચાળપણાના આરોપનો વિચાર કરીએ. આ આરાપને વિચાર કરતાં એ પ્રશ્નો ઉદ્ભવે છે. તે એ કે મેન્ડીસારી શિક્ષણપદ્ધતિ એ ખીજી શિક્ષણપદ્ધતિ કરતાં ઊતરતા પ્રકારની છે કે બીજી પદ્ધતિઓની સમકક્ષ કુ તેએથી ચઢિયાતા પ્રકારની છે? જો બહુ ખર્ચાળપણા સિવાયની ખીજી કાઈ કસોટી દ્વારા મેન્ડીસારી શિક્ષણપદ્ધતિ ઇતરપદ્ધતિ કરતાં ઊતરતા પ્રકારની સાબિત કરી શકાય તો તે ઊતરતાપણાને લીધે જ મરણને શરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org