Book Title: Mokshna Sadhan Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 3
________________ = પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૧૧ જે તત્વજિજ્ઞાસા થાય છે તે સમ્યગદર્શન નથી, કેમકે-એનું પરિણામ સંસારવૃદ્ધિ છે. પરંતુ આધ્યાત્મિક વિકાસને માટે તવનિશ્ચયની જે રુચિ ફક્ત આત્માની તૃપ્તિ માટે થાય છે તે સમ્યગ્દર્શન છે. નિશ્ચય અને વ્યવહારદષ્ટિથી પૃથક્કરણ-આધ્યાત્મિક વિકાસથી ઉત્પન્ન થએલ એક પ્રકારને આત્માને પ~િ ણામ તે “નિશ્ચય સમ્યકત્વ છે. તેણેય માત્રને તાત્વિક રૂપમાં જાણવાની, હેયને છોડી દેવાની અને ઉપાદેયને ગ્રહણ કરવાની રુચિરૂપ છે અને એ રુચિના બળથી ઉત્પન્ન થતી ધર્મતત્વનિષ્ઠા એ “વ્યવહાર સમ્યકત્વ છે. સમ્યકત્વના લક્ષણ-સમ્યગદર્શનની પ્રતીતિ કરાવે એવા પાંચ લક્ષણે માનવામાં આવે છે તે પ્રશમ (શાંતિ), સંવેગ (વૈરાગ્ય), નિવેદ (સંસાર પર કંટાળે), અનુકંપા (સર્વ પ્રાણી પર દયા) અને આસ્તિક્ય (આસ્થા) છે. પાંચ લક્ષણોની સંક્ષિપ્ત વ્યાખ્યા-1-તત્વના મિથ્યા પક્ષપાતથી ઉત્પન્ન થતાં કદાગ્રહ આદિ દોષોને ઉપશમ એ “પ્રશમ” છે, ૨-સાંસારિક બંધનેને ભય એ “સંવેગ” છે, ૩-વિષયોમાં આસક્તિ ઓછી થવી તે “નિર્વેદ છે, ૪-દુઃખી પ્રાણીઓનું દુઃખ દૂર કરવાની ઈચ્છા તે “અનુકંપા” છે, અને પ-આત્મા આદિ પક્ષ કિન્તુ યુક્તિપ્રમાણથી સિદ્ધ પદાર્થને સ્વીકાર તે આસ્તિક્ય છે. હેતુભેદ-સમ્યગ્દર્શનને ચગ્ય આધ્યાત્મિક ઉલ્કાન્તિ થતાં જ સમ્યગદર્શન પ્રગટ થાય છે, પણ આમાં કઈ આત્માને એના આવિર્ભાવ (પ્રગટ થવા માટે બાહ્ય નિમિત્તની અપેક્ષા રહે છે, જ્યારે કોઈને રહેતી નથી. એ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5