Page #1
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
( ૧૦૯
મોક્ષના સાધન “
જ્ઞાનજ્ઞાનવારિવાળિ મોક્ષપા.” સમ્યગદર્શન સમ્યગ્રજ્ઞાન અને સમ્યારિત્ર-એ ત્રણેયથી મેક્ષનું સાધન થાય છે.
મોક્ષનું સ્વરૂપ-બંધના કારણેને અભાવ થવાથી જે આત્મિક વિકાસ પરિપૂર્ણ થાય તે મોક્ષ છે અર્થાત્ જ્ઞાન અને વીતરાગભાવની પરાકાષ્ટા એ જ મેક્ષ છે.
સાધનનું સ્વરૂપ-જે ગુણ એટલે શક્તિના વિકાસથી તત્વની અર્થાત્ સત્યની પ્રતીતિ થાય અને જેનાથી હેય-છેડી દેવા ગ્ય અને ઉપાદેય-સ્વીકારવા એગ્ય તત્વના યથાર્થ વિવેકની અભિરુચિ થાય, તે “સમ્યગદર્શન.” નય અને પ્રમાણથી થનારું જીવાદિ તનું યથાર્થ જ્ઞાન તે
સમ્યજ્ઞાન. સમ્યજ્ઞાનપૂર્વક કાષાયિક ભાવોની એટલે રાગ-દ્વેષની અને યોગની નિવૃત્તિ થવાથી જે સ્વરૂપરમણ થાય છે, એ જ “સમ્યફચારિત્ર.”
સાધનનું સાહચાર્ય–ઉપર જણાવેલા ત્રણેય સાધન જ્યારે પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થાય ત્યારે સંપૂર્ણ માક્ષને સંભવ છે, અન્યથા નહિ. એક પણ સાધન જ્યાં સુધી અપૂર્ણ હોય છે ત્યાં સુધી પરિપૂર્ણ મેક્ષ થઈ શકતો નથી. ઉદાહરણ તરીકે–સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાન પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થયા છે, છતાં સમારિત્રની અપૂર્ણતાને લીધે તેરમાં ગુણસ્થાનકમાં પૂર્ણ મેક્ષ અર્થાત્ અશરીર, સિદ્ધિ અથવા વિદેહમુક્તિ થતી નથી અને ચૌદમાં ગુણસ્થાનમાં
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૧૦ ]
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા શિલેશ અવસ્થારૂપ પરિપૂર્ણ ચારિત્ર પ્રાપ્ત થતાં જ ત્રણેય સાધનોની પરિપૂર્ણતાના બળથી પૂર્ણ મેક્ષ થાય છે.
સાહચર્ય નિયમ-ઉપરના ત્રણેય સાધનમાંથી પહેલા બે એટલે સમ્યગદર્શન અને સમ્યજ્ઞાન અવશ્ય સહચારી હોય છે. જેમ સૂર્યને તાપ અને પ્રકાશ એકબીજાને છોડીને રહી શક્તા નથી તેમ સમ્યગદર્શન અને સમ્યગ જ્ઞાન એકબીજા સિવાય રહી શક્તા નથી, પરંતુ સમ્યારિત્રની સાથે એમનું સાહચર્ય અવયંભાવી નથી; કારણ કે--સમ્યારિત્ર સિવાય પણ કેટલાક સમય સુધી સમ્યગ્દર્શન અને સમ્યગજ્ઞાન જેવામાં આવે છે. આમ હોવા છતાં પણ ઉત્ક્રાંતિના ક્રમ પ્રમાણે સમ્યારિત્ર માટે એવો નિયમ છે કે-જ્યાં તે હોય ત્યાં એની પૂર્વેના સમ્યગદર્શન આદિ બન્ને સાધન અવશ્ય હોય જ.
સમ્યગદર્શનનું લક્ષણ-ઉતરવાચકા સTસનમ' યથાર્થ રૂપથી પદાર્થોનો-મુખ્યતાએ આત્મતત્વને નિશ્ચય કરવાની રુચિ તથા તે ચેતન-આત્મતત્વને નિશ્ચય થવામાં કારણભૂત અછવાદિ–જડ પદાર્થોને નિશ્ચય કરવાની જે રુચિ, તે “સમ્યગ્દર્શન.” .. સમ્યગદશનની ઉત્પત્તિના નિમિત્તો-સમ્યગદર્શન નિસર્ગથી એટલે સ્વાભાવિક પરિણામ માત્રથી અથવા અધિગમથી એટલે બાહ્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે.
જગતના પદાર્થોને યથાર્થ રૂપથી જાણવાની ચિ સાંસારિક અને આધ્યાત્મિક બન્ને પ્રકારના અભિલાષાથી થાય છે. ધન-પ્રતિષ્ઠા આદિ કેઈ સાંસારિક વાસના માટે
Page #3
--------------------------------------------------------------------------
________________
=
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૧૧ જે તત્વજિજ્ઞાસા થાય છે તે સમ્યગદર્શન નથી, કેમકે-એનું પરિણામ સંસારવૃદ્ધિ છે. પરંતુ આધ્યાત્મિક વિકાસને માટે તવનિશ્ચયની જે રુચિ ફક્ત આત્માની તૃપ્તિ માટે થાય છે તે સમ્યગ્દર્શન છે.
નિશ્ચય અને વ્યવહારદષ્ટિથી પૃથક્કરણ-આધ્યાત્મિક વિકાસથી ઉત્પન્ન થએલ એક પ્રકારને આત્માને પ~િ ણામ તે “નિશ્ચય સમ્યકત્વ છે. તેણેય માત્રને તાત્વિક રૂપમાં જાણવાની, હેયને છોડી દેવાની અને ઉપાદેયને ગ્રહણ કરવાની રુચિરૂપ છે અને એ રુચિના બળથી ઉત્પન્ન થતી ધર્મતત્વનિષ્ઠા એ “વ્યવહાર સમ્યકત્વ છે.
સમ્યકત્વના લક્ષણ-સમ્યગદર્શનની પ્રતીતિ કરાવે એવા પાંચ લક્ષણે માનવામાં આવે છે તે પ્રશમ (શાંતિ), સંવેગ (વૈરાગ્ય), નિવેદ (સંસાર પર કંટાળે), અનુકંપા (સર્વ પ્રાણી પર દયા) અને આસ્તિક્ય (આસ્થા) છે.
પાંચ લક્ષણોની સંક્ષિપ્ત વ્યાખ્યા-1-તત્વના મિથ્યા પક્ષપાતથી ઉત્પન્ન થતાં કદાગ્રહ આદિ દોષોને ઉપશમ એ “પ્રશમ” છે, ૨-સાંસારિક બંધનેને ભય એ “સંવેગ” છે, ૩-વિષયોમાં આસક્તિ ઓછી થવી તે “નિર્વેદ છે, ૪-દુઃખી પ્રાણીઓનું દુઃખ દૂર કરવાની ઈચ્છા તે “અનુકંપા” છે, અને પ-આત્મા આદિ પક્ષ કિન્તુ યુક્તિપ્રમાણથી સિદ્ધ પદાર્થને સ્વીકાર તે આસ્તિક્ય છે.
હેતુભેદ-સમ્યગ્દર્શનને ચગ્ય આધ્યાત્મિક ઉલ્કાન્તિ થતાં જ સમ્યગદર્શન પ્રગટ થાય છે, પણ આમાં કઈ આત્માને એના આવિર્ભાવ (પ્રગટ થવા માટે બાહ્ય નિમિત્તની અપેક્ષા રહે છે, જ્યારે કોઈને રહેતી નથી. એ તે
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૧૨ ]
શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા પ્રસિદ્ધ છે કે-કોઈ વ્યક્તિ શિક્ષક આદિની મદદથી શિલ્પ આદિ કેટલીક કળાઓ શીખે છે, જ્યારે કેટલાક બીજાની મદદ સિવાય પોતાની જાતે જ શીખી લે છે. આંતરિક કારણેની સમાનતા હોવા છતાં પણ બાહ્ય નિમિત્તની અપેક્ષા અને અનપેક્ષાને લઈને સમ્યગદર્શનના ‘નિસર્ગ સમ્યગદર્શન અને “અધિગમ સમ્યગ્દર્શન” એવા બે ભેદ કર્યા છે. બાહ્ય નિમિત્તો પણ અનેક પ્રકારના હોય છે. કેઈ પ્રતિમા આદિ ધામિક વસ્તુઓના માત્ર અવલોકનથી, કેઈ ગુરુને ઉપદેશ સાંભળીને, કઈ શાસ્ત્રો ભણીને અને કઈ સત્સંગથી પણ સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે.
ઉત્પત્તિકમ-અનાદિકાળના સંસારપ્રવાહમાં તરેહ તરેહના દુઃખને અનુભવ કરતાં કરતાં એગ્ય આત્મામાં કેઈ વાર એવી પરિણામશુદ્ધિ થઈ જાય છે, જે એ આત્માને તે ક્ષણ માટે અપૂર્વ જ છે. એ પરિણામશુદ્ધિને “અપૂર્વ કરણ” કહે છે. અપૂર્વકરણથી તાવિક પક્ષપાતની બાધક રાગ-દ્વેષની તીવ્રતા મટી જાય છે. એવી રાગ-દ્વેષની તીવ્રતા મટી જતાં આત્મા સત્યને માટે જાગરુક બની જાય છે. આ આધ્યાત્મિક જાગરણ એ જ “સમ્યક્ત્વ છે.
સમ્યગ જ્ઞાન-તેના પાંચ ભેદ છે. મતિ, કૃત, અવધિ, મનઃ પર્યાય અને કેવળ,-એ પાંચ જ્ઞાન છે. સૂત્રમાં જેમ સમ્યગદર્શનનું લક્ષણ બતાવ્યું છે તેમ સમ્યગ્રજ્ઞાનનું લક્ષણ બતાવ્યું નથી. તે એટલા માટે કે–સમ્યગ્દર્શનનું લક્ષણ જાણી લીધા પછી સમ્યગ્રજ્ઞાનનું લક્ષણ વિના પ્રયાસેઅનાયાસે જાણી શકાય છે. તે આ રીતે-જીવ કંઈક વાર સમ્યગદર્શનરહિત હોય છે પણ જ્ઞાનરહિત હેતે
Page #5
--------------------------------------------------------------------------
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ 113 નથી. કેઈ ને કઈ પ્રકારનું જ્ઞાન એનામાં અવશ્ય હોય છે. એ જ જ્ઞાન સમ્યગદર્શનને આવિર્ભાવ થતાં જ સમ્યગજ્ઞાન કહેવાય છે. સમ્યગજ્ઞાન અને અસમ્યજ્ઞાનને તફાવત એ છે કે પહેલું સમ્યકત્વ સહચરિત છે, જ્યારે બીજું સમ્યકત્વરહિત મિથ્યાત્વ સહચરિત છે. પ્ર.–સમ્યકત્વને એ શું પ્રભાવ છે કે–તેના અભાવમાં ચાહે તેટલું વિશાળ જ્ઞાન હોય તે પણ તે અસમ્યગજ્ઞાન યા મિથ્યાજ્ઞાન કહેવાય છે? અને થોડું ને અસ્પષ્ટ જ્ઞાન હોય તે પણ સમ્યકત્વ પ્રગટ થયે છતે સમ્યગજ્ઞાન કહેવાય છે? ઉ.-આ (તત્વાર્થસૂત્ર) અધ્યાત્મશાસ્ત્ર છે, એટલા માટે એમાં સમ્યગ્રજ્ઞાન કે અસમ્યગ્રજ્ઞાનને વિવેક આધ્યાત્મિક દૃષ્ટિથી કરવામાં આવે છે, પરંતુ ન્યાય યા શાસ્ત્રની માફક વિષયની દષ્ટિથી કરવામાં આવતા નથી. ન્યાયશાસ્ત્રમાં જે જ્ઞાનને વિષય યથાર્થ હોય તે જ સમ્યગજ્ઞાન-પ્રમાણ અને જેને વિષય અયથાર્થ હોય તે જ અસમ્યગજ્ઞાન-પ્રમાણાભાસ કહેવાય છે. કિન્તુ આ આધ્યાત્મિક શાસ્ત્રમાં ન્યાય શાસ્ત્રને સમ્મત સમ્ય—અસમ્યગાન વિભાગ માન્ય હવા છતાં પણ ગૌણ છે. અહીં જે જ્ઞાનથી આધ્યાત્મિક ઉત્ક્રાન્તિ થાય તે સમ્યગજ્ઞાન એ દષ્ટિ મુખ્ય છે અને જેનાથી સંસાર વૃદ્ધિ અથવા આધ્યાત્મિક પતન થાય તે અસમ્યગજ્ઞાન છે. આ રીતે સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર -એ ત્રણેય મોક્ષના સાધન છે. એ સાધનની જેટલે એટલે અંશે પ્રાપ્તિ, તેટલે તેટલે અંશે આત્માને ઉચ્ચ વિકાસ છે.