________________ પારમાર્થિક લેખસંગ્રહ [ 113 નથી. કેઈ ને કઈ પ્રકારનું જ્ઞાન એનામાં અવશ્ય હોય છે. એ જ જ્ઞાન સમ્યગદર્શનને આવિર્ભાવ થતાં જ સમ્યગજ્ઞાન કહેવાય છે. સમ્યગજ્ઞાન અને અસમ્યજ્ઞાનને તફાવત એ છે કે પહેલું સમ્યકત્વ સહચરિત છે, જ્યારે બીજું સમ્યકત્વરહિત મિથ્યાત્વ સહચરિત છે. પ્ર.–સમ્યકત્વને એ શું પ્રભાવ છે કે–તેના અભાવમાં ચાહે તેટલું વિશાળ જ્ઞાન હોય તે પણ તે અસમ્યગજ્ઞાન યા મિથ્યાજ્ઞાન કહેવાય છે? અને થોડું ને અસ્પષ્ટ જ્ઞાન હોય તે પણ સમ્યકત્વ પ્રગટ થયે છતે સમ્યગજ્ઞાન કહેવાય છે? ઉ.-આ (તત્વાર્થસૂત્ર) અધ્યાત્મશાસ્ત્ર છે, એટલા માટે એમાં સમ્યગ્રજ્ઞાન કે અસમ્યગ્રજ્ઞાનને વિવેક આધ્યાત્મિક દૃષ્ટિથી કરવામાં આવે છે, પરંતુ ન્યાય યા શાસ્ત્રની માફક વિષયની દષ્ટિથી કરવામાં આવતા નથી. ન્યાયશાસ્ત્રમાં જે જ્ઞાનને વિષય યથાર્થ હોય તે જ સમ્યગજ્ઞાન-પ્રમાણ અને જેને વિષય અયથાર્થ હોય તે જ અસમ્યગજ્ઞાન-પ્રમાણાભાસ કહેવાય છે. કિન્તુ આ આધ્યાત્મિક શાસ્ત્રમાં ન્યાય શાસ્ત્રને સમ્મત સમ્ય—અસમ્યગાન વિભાગ માન્ય હવા છતાં પણ ગૌણ છે. અહીં જે જ્ઞાનથી આધ્યાત્મિક ઉત્ક્રાન્તિ થાય તે સમ્યગજ્ઞાન એ દષ્ટિ મુખ્ય છે અને જેનાથી સંસાર વૃદ્ધિ અથવા આધ્યાત્મિક પતન થાય તે અસમ્યગજ્ઞાન છે. આ રીતે સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર -એ ત્રણેય મોક્ષના સાધન છે. એ સાધનની જેટલે એટલે અંશે પ્રાપ્તિ, તેટલે તેટલે અંશે આત્માને ઉચ્ચ વિકાસ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org