Book Title: Mokshna Sadhan Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 2
________________ ૧૧૦ ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા શિલેશ અવસ્થારૂપ પરિપૂર્ણ ચારિત્ર પ્રાપ્ત થતાં જ ત્રણેય સાધનોની પરિપૂર્ણતાના બળથી પૂર્ણ મેક્ષ થાય છે. સાહચર્ય નિયમ-ઉપરના ત્રણેય સાધનમાંથી પહેલા બે એટલે સમ્યગદર્શન અને સમ્યજ્ઞાન અવશ્ય સહચારી હોય છે. જેમ સૂર્યને તાપ અને પ્રકાશ એકબીજાને છોડીને રહી શક્તા નથી તેમ સમ્યગદર્શન અને સમ્યગ જ્ઞાન એકબીજા સિવાય રહી શક્તા નથી, પરંતુ સમ્યારિત્રની સાથે એમનું સાહચર્ય અવયંભાવી નથી; કારણ કે--સમ્યારિત્ર સિવાય પણ કેટલાક સમય સુધી સમ્યગ્દર્શન અને સમ્યગજ્ઞાન જેવામાં આવે છે. આમ હોવા છતાં પણ ઉત્ક્રાંતિના ક્રમ પ્રમાણે સમ્યારિત્ર માટે એવો નિયમ છે કે-જ્યાં તે હોય ત્યાં એની પૂર્વેના સમ્યગદર્શન આદિ બન્ને સાધન અવશ્ય હોય જ. સમ્યગદર્શનનું લક્ષણ-ઉતરવાચકા સTસનમ' યથાર્થ રૂપથી પદાર્થોનો-મુખ્યતાએ આત્મતત્વને નિશ્ચય કરવાની રુચિ તથા તે ચેતન-આત્મતત્વને નિશ્ચય થવામાં કારણભૂત અછવાદિ–જડ પદાર્થોને નિશ્ચય કરવાની જે રુચિ, તે “સમ્યગ્દર્શન.” .. સમ્યગદશનની ઉત્પત્તિના નિમિત્તો-સમ્યગદર્શન નિસર્ગથી એટલે સ્વાભાવિક પરિણામ માત્રથી અથવા અધિગમથી એટલે બાહ્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે. જગતના પદાર્થોને યથાર્થ રૂપથી જાણવાની ચિ સાંસારિક અને આધ્યાત્મિક બન્ને પ્રકારના અભિલાષાથી થાય છે. ધન-પ્રતિષ્ઠા આદિ કેઈ સાંસારિક વાસના માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5