________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૪૬૮ ]
[ મોક્ષશાસ્ત્ર પ્રશ્ન:- મુનિરાજને ગામ-નગર વગેરેમાં પર્યટન કરતાં શેરી-દરવાજા વગેરેમાં પ્રવેશ કરવાથી અદત્તાદાન થાય કે કેમ ?
ઉત્ત૨:- તે અદત્તાદાન ન કહેવાય, કેમ કે તે જગ્યા બધાને આવવા જવા માટે ખુલ્લી છે. વળી શેરી વગેરેમાં પ્રવેશ કરતાં મુનિને પ્રમત્તયોગ હોતો નથી.
બાહ્ય વસ્તુનું ગ્રહણ થાય કે ન થાય, તોપણ ચોરી કરવાનો ભાવ હોય તે જ ચોરી છે અને તે જ બંધનું કારણ છે. પ૨વસ્તુને ખરેખર કોઈ ગ્રહણ કરી શકતું જ નથી, પોતાને પરવસ્તુ ગ્રહણ કરવાનો જે પ્રમાદયુક્ત ભાવ છે તે જ દોષ છે. ।। ૧૫।। કુશીલ (બ્રહ્મચર્ય ) નું સ્વરૂપ મૈથુનમબ્રહ્મ ।। ૬ ।।
અર્થ:- [ મૈથુનમ્ અબ્રહ્મ] મૈથુન તે અબ્રહ્મ અર્થાત્ કુશીલ છે.
ટીકા
૧. મૈથુન:- ચારિત્રમોહનીયના ઉદયમાં જોડાવાથી રાગ-પરિણામ સહિત સ્ત્રીપુરુષોની પરસ્પર સ્પર્શ કરવાની ઈચ્છા તે મૈથુન છે. (આ વ્યાખ્યા વ્યવહાર મૈથુનની છે.)
મૈથુન બે પ્રકારનું છે-નિશ્ચય અને વ્યવહાર. આત્મા પોતે બ્રહ્મસ્વરૂપ છે; આત્માની પોતાના બ્રહ્મસ્વરૂપમાં લીનતા તે ખરું બ્રહ્મચર્ય છે અને રાગ કે કષાય સાથે જોડાણ થવું તે અબ્રહ્મચર્ય છે. આ જ નિશ્ચય મૈથુન છે. વ્યવહા૨ મૈથુનની વ્યાખ્યા ઉપર આપી છે.
૨. તેરમા સૂત્રમાં કહેલા ‘પ્રમત્તયોગાત્' શબ્દની અનુવૃત્તિ આ સૂત્રમાં પણ આવે છે; તેથી, સ્ત્રી-પુરુષના યુગલસંબંધી તિસુખને માટે જે ચેષ્ટા ( પ્રમાદ પરિણામ ) કરવામાં આવે તે મૈથુન છે–એમ સમજવું.
૩. જેના પાલનથી અહિંસાદિક ગુણો વૃદ્ધિ પામે તે બ્રહ્મ છે અને જે બ્રહ્મથી વિરુદ્ધ છે તે અબ્રહ્મ છે. અબ્રહ્મ (મૈથુન) માં હિંસાદિક દોષ પુષ્ટ થાય છે; વળી તેમાં ત્રસ-સ્થાવર જીવો પણ હણાય છે, મિથ્યાવચન બોલાય છે, વિના દીધેલી વસ્તુને ગ્રહણ કરવાનું બને છે અને ચેતન તથા અચેતન પરિગ્રહનું ગ્રહણ પણ થાય છે–માટે તે અબ્રહ્મ છોડવા લાયક છે. ।। ૧૬।।
પરિગ્રહનું સ્વરૂપ મૂર્છા પરિગ્રહ:।। ૭ ।।
અર્થ:- [ મૂર્છા પરિગ્રહ ] મૂર્છા તે પરિગ્રહ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com