Book Title: Moksh shastra
Author(s): Umaswati, Umaswami, Ram Manekchand Doshi
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 648
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates પ૯૪ ] [ મોક્ષશાસ્ત્ર મોક્ષમાર્ગ કહ્યો, તેથી તેને વ્યવહાર કહેવાય છે. એ પ્રમાણે ભૂતાર્થ મોક્ષમાર્ગપણા વડે નિશ્ચયનય અને અભૂતાર્થ મોક્ષમાર્ગપણા વડે વ્યવહારનય કહ્યા છે એમ જાણવું. પણ એ બન્નેને સાચા મોક્ષમાર્ગ જાણીને તેને ઉપાદેય માનવા તે તો મિથ્થાબુદ્ધિ જ છે. (જાઓ, શ્રી મોક્ષમાર્ગ-પ્રકાશક. પા. ૨૫૪) ૪. નિશ્ચય-વ્યવહારનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર કોઈ જીવને ધર્મ કે સંવર-નિર્જરા થાય નહિ, શુદ્ધ આત્માનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર નિશ્ચયવ્યવહારનું યથાર્થ સ્વરૂપ સમજાય નહિ; માટે આત્માનું યથાર્થ સ્વરૂપ સમજવાની પહેલી જરૂર છે. પાત્રની અપેક્ષાએ નિર્જરામાં થતી ન્યૂનાધિકતા सम्यग्दृष्टिश्रावकविरतानन्तवियोजकदर्शनमोहक्षपकोपशमकोपशान्त मोहक्षपकक्षीणमोहजिनाः क्रशोऽसंख्येयगुणनिर्जराः।। ४५ ।। અર્થ - [ સમ્પણ શ્રાવ વિરતિ] સમ્યગ્દષ્ટિ, પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક, વિરત મુનિ, [ ગનન્તવિયોનવ વર્ણનમોક્ષપs] અનંતાનુબંધીનું વિસંયોજન કરનાર, દર્શનમોહનો ક્ષય કરનાર, [૩પશમ ઉપશાન્તમો] ઉપશમશ્રેણી માંડનાર, ઉપશાંતમોહ, [ક્ષપ ક્ષીનમોદ] ક્ષપકશ્રેણી માંડનાર, ક્ષીણમોહ અને [ નિના: ] જિનએ સર્વને (અંતર્મુહૂર્તપર્યત પરિણામોની વિશુદ્ધતાની અધિકતાથી, આયુકર્મને છોડીને) પ્રતિસમય [ મર: સંરધ્યેયTMનિર્નર :] ક્રમથી અસંખ્યાતગુણી નિર્જરા થાય છે. ટીકા (૧) અહીં પ્રથમ સમ્યગ્દષ્ટિની-ચોથા ગુણસ્થાનની દશા જણાવી છે. જે અસંખ્યાતગુણી નિર્જરા કહી છે તે, સમ્યગ્દર્શન પામ્યા પહેલાંની તદ્દન નજીકની આત્માની દશામાં થતી નિર્જરા કરતાં અસંખ્યાતગુણી સમજવી. પ્રથમોપશમ સમ્યકત્વની ઉત્પતિ પહેલાં ત્રણ કરણ થાય છે તેમાં અનિવૃત્તિકરણનાઅંત સમયમાં વર્તતી વિશુદ્ધતાથી વિશુદ્ધ જે સમ્યકત્વ સન્મુખ મિથ્યાદષ્ટિ તેને આયુ સિવાયના સાત કર્મોની જે નિર્જરા થાય છે તેના કરતાં અસંખ્યાતગુણી નિર્જરા અસંતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાન પ્રાપ્ત કરતાં અંતર્મુહૂર્તપર્યત સમયે સમયે થાય છે એટલે કે સમ્યકત્વ સન્મુખ મિથ્યાષ્ટિની નિર્જરા કરતાં સમ્યગ્દષ્ટિને ગુણશ્રેણી નિર્જરામાં અસંખ્ય ગુણા દ્રવ્ય છે. આ ચોથા ગુણસ્થાનવાળા અવિરતિ સમ્યગ્દષ્ટિની નિર્જરા છે. (૨) તે જીવ જ્યારે પાંચમું ગુણસ્થાન-શ્રાવકપણું પ્રગટ કરે ત્યારે અંતર્મુહૂર્તપર્યંત નિર્જરા થવા યોગ્ય કર્મપુદ્ગલરૂપ ગુણશ્રેણી નિર્જરાદ્રવ્ય ચોથા ગુણસ્થાન કરતાં અસંખ્યાતગુણા છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710