Book Title: Mansaharno Prashna Author(s): Dhurandharvijay Publisher: Jeshingbhai Premabhai Sheth View full book textPage 3
________________ [[ ૭૦] શો જન સત્ય પ્રકાશ ઉત્તર-હે ગૌતમ) મહારંભથી, મહાપરિગ્રહથી, માંસાહારથી અને પંચેન્દ્રિયના વધથી નારકીના આયુષ્યને કાર્મણ શરીર પ્રયોગ બંધ થાય છે. એ જ પ્રમાણે શ્રી સ્થાનાંગ સૂત્રમાં એથે ઠાણે નીચે પ્રમાણે પાઠ છે चाहिं ठाणेहिं जीवा रइयत्ताप कम्मं पकरेति तंजहा महारंभयाए महापरिग्गहयाए पंचेदियवहेणं कुणिमाहारेणं ॥ આ ચાર કારણો વડે જીવો નારક એગ્ય કર્મ બાંધે છે–૧ મહારંભ, ૨ મહાપરિગ્રહ, ૩ પંચેન્દ્રિયવધ અને ૪ માંસાહાર. વળી ઉવવાઈ સૂત્રમાં પણ માંસાહારી નારકીને ગ્ય કર્મ બાંધી નરકગતિમાં ઉત્પન્ન થાય છે, એ પાઠ છે તે આ પ્રમાણે चउहिं ठाणेहिं जीवा रइयत्ताए कम्म पकरेंति रहत्ताए कम्म पकरेत्ता रइपसु उववजंति तंजहा महारंभयाए महापरिग्गहयाये पंचदियवहेणं कुणिमाहारेणं ॥ તે જ પ્રમાણે શ્રી દશવૈકાલિક સૂત્ર, ચૂલિકા બીજી; ઉત્તરાધ્યયન સૂત્રના પાંચમા, સાતમા અને એમણુથમા અધ્યયને વગેરે સ્થળોએ માંસાહારને સ્પષ્ટ નિષેધ કરેલ છે. આ બધી વાત ધ્યાનમાં રાખીને જ જે તેની સાથેના સૂત્રને અર્થ કરવામાં આવે તે જ યથાવસ્થિત સ્વરૂપે પ્રાપ્ત થાય. માટે શ્રીઆચારાંગ વગેરે સૂત્રમાં જ્યાં “માં” વગેરે શબ્દોનો ઉપયોગ આવે છે, ત્યાં તે શબ્દનો ઉપયુંકત પાઠોને બાધ ન આવે તેવો “મુનિ વદિ રિમોને ” (ભેગ એટલે બાહ્ય પરિભેગ) અથવા “ માંસ ૪ (માંસ એટલે ફલને ગર્ભ) એવો અર્થ પ્રાચીન ટીકાકારે શ્રી શીલાંકાચાર્ય વગેરેએ સ્કુટ રીતે કરેલ છે. શ્રી દશવૈકાલિક સૂત્ર પંચમ અધ્યયનની ગાથા ૩૭૦ ને અર્થ કરતાં શ્રીહરિભદ્રસૂરિજી પુદ્ગલ શબદનો માંસ અર્થ દર્શાવી તરત જ મને તુ કરીને પૂર્વોપરના અનુસંધાન તથા પ્રકરણને લગતે તેનો અર્થ “તથાવિધ ફળ” એમ વનસ્પતિને લગત કરે છે. તે બીજા અર્થમાં જ તેમની અનુમતિ છે. કારણ કે કોઈ પણ આચાર્યના વાક્યનો અર્થ સમજતાં પૂર્વે તેમની શૈલી જાણવી જોઈએ. શ્રી હરિભદ્રસૂરિજી પ્રખર ન્યાયનિપુણ હતા તેમ તેમના વિરચિત અનેક ગ્રન્થ સાક્ષી પૂરે છે. ન્યાય શાસ્ત્રની એક એવી શિલી છે કે એક પક્ષ બતાવી તે પક્ષમાં પિતાની અરૂચિ દર્શાવવાનો અને સ્વાભિમત સિદ્ધાન્ત અર્થ બનાવવાને માટે જો તુ રે તુ ઇત્યાદિ શબ્દોથી બીજે પક્ષ બતાવાય છે. આ શૈલી ન્યાયશાસ્ત્રના આકરગ્રન્ય ચિન્તામણિની દીધિતિ ઉપર જાગદીશી ગાદાધરી વગેરે ન્યાયગ્રન્થમાં સ્થાને સ્થાને સ્પષ્ટ છે. આ શૈલીથી હરિભદ્રસૂરિજીને વનસ્પતિવાળો અર્થ અભિમત છે. આ રીતે પૂર્વીપરનું અનુસંધાન કરતાં ભગવતી સૂત્રના ૧૫મા શતકમાંના પાઠને અર્થ પણ વનસ્પતિને લગતે જ સંગત અને પ્રામાણિક ગણાય. [૨] શ્રી મહાવીરસ્વામી અને તેમના સાધુઓ નિર્જીવ ભજી હતા અને હોય છે એ વિષયમાં કોઈને મતભેદ નથી. જ્યારે માંસ કોઈ પણ સ્થિતિમાં નિર્જીવ હેતું જ નથી તેને માટે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી માંસનું સ્વરૂપ દર્શાવતાં કહે છે કે: . . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10