Book Title: Mansaharno Prashna
Author(s): Dhurandharvijay
Publisher: Jeshingbhai Premabhai Sheth

View full book text
Previous | Next

Page 8
________________ અ૪ ૧] માંસાહારને પ્રશ્ન [૨૭૫] નાશ કરનાર છે. વળી શલ અજીર્ણ બધેકેશ અગ્નિમાંદ્ય કફ વાયુ અરૂચિમાં તેને (બીજોરાને) રસ વિશેષે કરીને ઉપદેશાય છે. આ પ્રકરણ વાંચનાર દરેક વિચારકને સ્પષ્ટ માલુમ પડશે કે બાલકૃષ્માંડ (કેળું) સામાન્ય રીતે પિત્તનાશક હેવાથી રેવતી શ્રાવિકા, ભગવાન મહાવીર માટે ઔષધ તરીકે તૈયાર કરે પણ બીજેરૂં પિત્તની સાથે વાયુને પણ હરનાર હઈ શ્રી મહાવીરસ્વામી નિરવધતાને કારણે એ જ મંગાવે તે જ સંગત છે. વળી ઉપર શ્લેક ૧૫૦ માં “માં” શબ્દ સુકૃત મહર્ષિએ કુલગર્ભના અર્થમાં વાપરેલો સ્પષ્ટ દેખાય છે આથી એ વાત વાચકના ધ્યાનમાં ખૂબ રહેવી જોઈએ કે પૂર્વે માંસશબ્દ ફલગર્ભના અર્થમાં પુષ્કળ વપરાતો અને વનસ્પત્યાહારના વિષયમાં “મોક્ષ માંa મુન્ના ” ઈત્યાદિ પાઠ મૂકવામાં સંદિગ્ધતા ન રહેતી. વળી સુશ્રુતમાં કુકર્ટનું વર્ણન કરતાં તેને ઉભુવીર્ય તરીકે વર્ણવેલ છે કે જે પિત્તવર વગેરે દાહક વ્યાધિ ઉપર તેને ઉપયોગ કરવામાં આવે તે તે વ્યાધિનું શમન કરવાને બદલે ઉલટું વિકાર વૃદ્ધિમાં કારણભૂત થાય માટે પિત્તના શમન માટે વૈદ્યક દૃષ્ટિએ વિચાર કરતાં પણ માંસ અર્થ કદી પણ સંગત ન થાય અને વનસ્પતિવાળા અર્થો સર્જાશે સંગત થાય છે. [૫] વાત, પિત્ત અને કફ એમ ત્રિપ્રકૃતિ અને સપ્તધાતુથી બંધાયેલ ભગવાન મહાવીરના શરીરમાં દેહભાવ જન્ય વ્યાધિઓ વૈદ ઉપાયથી નાશ પામે તે જ વાત સર્વ સુનને માન્ય થઈ શકે. માટે જ ચારિત્ર અંગીકાર કર્યા પછીના ભગવાન મહાવીરના અનેક ઉપસર્ગોમાંના એક કર્ણકીલક (કાનમાં ખીલા) નામના ઉપસર્ગના પ્રસંગે શ્રી મહાવીરને કર્ણમાં મહાપીડા હતી ત્યારે વૈદ્યને ત્યાં આહાર માટે જતાં વૈદ્યને તે મહાપુરુષને કંઈક પીડા છે એવું જ્ઞાન થયું, અને તેના નિવારણ માટે તે શ્રીવીરની પાછળ પાછળ ફરવા લાગ્યો અને ભગવાન સ્થિર થયે છતે કીલકાકર્ષણ કર્યા બાદ સંરહિણી ઔષધી વડે તે ઘણુ રૂઝવી નાખે, એ વૃત્તાન્ત જૈન આગમોમાં પ્રસિદ્ધ છે. યુકિતવાદના સમયમાં ભગવાન મહાવીરે એક વખત ઔષધના કારણે પણ માંસને આહાર તરીકે ઉપયોગ કર્યો હતો તેવો વિચાર બુદ્ધિને ગ્રાહ્ય ન થઈ શકે, કારણકે નાયકની પ્રવૃત્તિ ઉપર તેના અનુયાયિઓની પ્રવૃત્તિનો આધાર છે. એ જ વિચારને કારણે ભગવાન મહાવીરે એક વખત સુધા અને વષા મુનિઓને ગુષ્ઠાની અપૂર્વ ગરમીથી અયિત્ત અને નિર્જીવ તલ અને જલને યોગ હોવા છતાં નિષેધ કર્યો હતો. અને બુધે પિતાના જીવનમાં એક વખત માંસભક્ષણ કરેલ તેને પરિણામે આજ પણ બૌદ્ધાનુયાયિઓમાં માંસાહારની પ્રચુરતા દેખાય છે અને મહાવીરના અનુયાયિઓમાં માંસભક્ષણ પ્રત્યે તેટલી જ ધૃણું દેખાય છે. એ પ્રમાણે કાર્ય ઉપર પણ કારણનું અનુમાન થઈ શકે છે કે મનુષ્ય સ્વભાવના વેત્તા ભગવાન મહાવીર એક પણ વખત માંસ ભક્ષણ કરી જગતને માંસાહારને માર્ગ ખુલ્લો કરી આપે નહિ. કપડવણજ ૧૯૫, માર્ગશીર્ષ, અમાવાસ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10