Book Title: Mansaharno Prashna Author(s): Dhurandharvijay Publisher: Jeshingbhai Premabhai Sheth View full book textPage 7
________________ [અ ] શ્રી જૈન સત્ય પ્રકાશ અલબત્ત ભગવાન મહાવીરના વ્યાધિનું કારણ તેજોલેસ્યા નામક એક અલૌકિકબુદ્ધિમાં ન આવી શકે કે વૈદ્યક શાસ્ત્રમાં જેને પરિચય ન મળી શકે એવી વસ્તુ હતી. પણ જે વ્યાધિનું કારણ અલૌકિક કે બુદ્ધિગમ્ય ન હોય તેને ઉપચાર પણ અલૌકિક જ હેવા જોઇએ એવો નિયમ ન કરી શકાય. લાકિક કે અલૌકિક ગમે તે કારણથી ઉત્પન્ન થયેલ વ્યાધિની અસર છેવટે તે શરીર ઉપર જ થવાની છે એ નિશ્ચિત છે. તે પછી એ વ્યાધિને (એના કારણને પણ નહીં) વૈદ્યક દૃષ્ટિએ જોઈને વૈદ્યક દૃષ્ટિએ જ એને ઉપચાર કરવામાં આવે તે શું બેટું છે? આપણું ચાલું વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે કેટલાય લેકે અમુક વ્યાધિના કારણ તરીકે વળગાડ, ભૂત, પ્રેત કે અમુક પ્રકારની અશાતનાને માને છે, અને છતાં ય તેવા વ્યાધિ વૈદિક ઉપચારોથી જરૂર શાંત થાય છે. ભગવાન મહાવીરને વ્યાધિ પણ છેવટે શારીરિક જ વ્યાધિ હતો. એટલે એને ઉપચાર પણ વૈદ્યક દૃષ્ટિથી વિરૂદ્ધ જઈને તે ન જ થઈ શકે. અથવા તે વૈદ્યકના વિધાન પ્રમાણે પણ એને ઉપચાર અવશ્ય થઈ શકે. એટલે મહાવીરસ્વામીના વ્યાધિ પર ઉપયોગી કે પદાર્થ હોઈ શકે તે વૈદ્યક શાસ્ત્રથી વિચારીએ. વૈવક ગ્રન્થમાં પ્રમાણભૂત એવા સુશ્રુત નામના વૈદ્ય ગ્રન્થના ૪૬મા અધ્યાયમાં કુષ્માંડ (કળા)ના ગુણે નીચે પ્રમાણે બતાવેલ છે. पित्तघ्नं तेषु कूष्माण्ड बालं मध्य कफापहम् । शुक्लं लघूष्णं सक्षारं दीपनं बस्तिशोधनम् ॥ २१३ ॥ सर्वदोषहर हृधं पथ्यं चेतोविकारिणाम् ॥ શાકમાં બાળ કૂષ્માંડ (કેળું) પિત્તનાશક છે. મધ્ય કૂષ્માંડ કફને નાશ કરનાર અને શુકલ ફૂષ્માંડ હળવું, ક્ષારયુકત દીપન, મૂત્રવિશોધક, સર્વદેષને હરનાર, હા અને મને વિભ્રમવાળાને પથ્ય હોય છે. તે જ ગ્રન્થમાં બીરાનું વર્ણન આ પ્રમાણે છે – लध्वम्लं दीपनं हृद्यं मातुलुङ्गमुदाहृतम् ॥ त्वक्तिक्ता दुर्जरा तस्य वातफ्रिमिकफापहा ॥१४९।। स्वादु शीतं गुरु स्निग्धं मांसं मारुतपित्तजित् ॥ मेध्यं शूलानिलच्छर्दि कफारोचकनाशकम् ॥ १५० ॥ दीपनं लघु संग्राहि गुल्मार्टीनं तु केसरम् ।। शूलानिलविबन्धेषु रसस्तस्योपदिश्यते ॥ १५१ ॥ अरुची च विशेषण मन्देऽग्ना कफमारुते ॥ માતુલુંગ (બી) હળવું ખાટું અગ્નિદીપક હદ્ય છે; તેની છાલ (બીજોરાની છાલ) તિક્ત દુર્જર વાયુ, કમી અને કફનો નાશ કરનારી છે; તેનું (બીજોરાનું) માંસ (ગર્ભ) સ્વાદુ શીતલ, ભારે સ્નિગ્ધ વાત અને પિત્તનાશક, બુદ્ધિવર્ધક, શલ વાયુ વમન કફ અને અરુચિને હરનાર છે; તેનાં કેસર અગ્નિદીપક હળવા ઝાર ગુલ્મ અને અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10