Book Title: Mangalyatra
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૧૯૦ ] દર્શન અને ચિંતન તત્ત્વ એને એ મજલની કાઈક ક્ષણે ધક્કો મારે છે અને કહે છે કે તું નવું જાણુ પણ માત્ર નવુ જ નહિ પણ તે નવું સત્ય હોવુ જોઈ એ. તે પ્રેય નહિ પણ શ્રેય હોવું જોઈ એ. જિજ્ઞાસાના આ અંતર્મુખ ધક્કાથી માણસ હવે પાતાની દિશા અલે છે. પહેલાં તે નવું જાણવાની ધૂનમાં યાત્રા ક જતા, હવે એને નવું જાણવાની સાથે સત્ય અને શ્રેય શું છે એ જાણવાની ધૂન પ્રગટે છે. અને અહીંથી જ એની પહેલી મજલ પૂરી થઈ બીજી મજલ શરૂ થાય છે. ખીજી મજલમાં માણુસ મુખ્યપણે ક્રિયાના આદ્ય વ્યાપારા દ્વારા જ્ઞાન મેળવવાને બદલે આંતરિક ઈંદ્રિય મન દ્વારા પ્રથમ મેળવેલ જ્ઞાનનું અને નવા મેળવાતા જ્ઞાનનુ સંશાધન શરૂ કરે છે. પહેલી મજલમાં સચિત થયેલ જ્ઞાનભડાળ કે તેના સંસ્કારોનું નિરીક્ષણ દ્વારા પૃથક્કરણ કરી તેમાં સાર શું છે; અસાર શું છે તેને વિવેક કરે છે. મંગળયાત્રાની આ બીજી મજલ છે. પહેલી મજલ એટલી બધી શ્રમસાધ્ય નથી જેટલી ખીજી છે. એટલે સ્વાભાવિક રીતે જ મીજી મજલમાં પ્રવેશ કરનાર અને તેમાં આગળ વધનાર આછા જ માણસે મળી આવે. પણ જે બીજી મજલમાં દાખલ થયા નથી હાતા તેને પણ વહેલા કે મેડા ઈચ્છાએ કે અનિચ્છાએ એ ભ્રુણી ધકેલાવું જ પડે છે. તે વિના કાઈ ને સ ંતોષ થતા જ નથી. ખીજી મજલ માણસને આછું કે વત્તું સત્ય તારવી આપે છે. એ સત્યનું ભાન જ પછી તેને તેની મંગળયાત્રામાં મુખ્ય પાથેય અને છે. એ પાથેયને મળે હવે તે આગળ ને આગળ કૂચ કરવા ઉજમાળ બને છે. એનામાં વીલાસનું એક-ખાળી ન શકાય એવુ' મેાજી પ્રગટે છે, જે તેને મગળયાત્રાની છેલ્લી મજલમાં પ્રવેશ કરાવે છે. આ હેલી મજલ એટલે જે સત્ય અને શ્રેય જણાયું તેને વનમાં વણી નાખવુ. એવી રીતે કે જીવન અને સત્ય એ એ હવે જુદાં ન રહે. જીવન છે તે તે સત્ય જ હેવું જોઈ એ. નિર્દોષ અને નિષ્કલંક જ હોવુ જોઈએ. સત્ય છે તે તે જીવનબાહ્ય રહી જ ન શકે. એ એનુ દ્વૈત વિરમે ત્યાં જ મંગળયાત્રાની છેલ્લી મજલનું છેલ્લું વિશ્રામસ્થાન. વનસાધનાના વિકાસક્રમને જ મગળયાત્રા કહેવામાં આવી છે. એની ઉપર સૂચવેલ ત્રણ મજલાને અનુક્રમે શ્રુતમયી, ચિંતામયી અને પ્રજ્ઞામયી ભાવના તરીકે બૌદ્ધ વિદ્વાનોએ ઓળખાવેલ છે, જ્યારે ઉપનિષદના ઋષિએએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4