Book Title: Mangalyatra
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249300/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મગળયાત્રા [૧] જીવન પોતે જ યાત્રામય છે. માણસ કે ખીજું પ્રાણી જીવે છે તે સાથે એની વનયાત્રા સંકળાયેલી જ છે. એ એક અથવા બીજી રીતે પ્રગતિ, અને અપ્રતિના ચક્રમાં ફેરા ફર્યાં જ કરે છે. એવા ફેરાઓને આપણે જાણતા પણ હાઈ એ છીએ. ઘણીવાર જાણુવા છતાં જાણે અજાણ્યા હાઈ એ તે રીતે પણ વીએ છીએ. એવા અજ્ઞાનથી ઉગરવા અને કાંઈક જાણુતા હાઈ એ તા તેથી વધારે ઊંડું, વધારે સ્પષ્ટ અને વધારે સ્થાયી જાણુવાની દૃષ્ટિએ ધવી પુરુષોએ મંગળયાત્રા વિષેના પોતાના અનુભવ આપણી સમક્ષ રજૂ કર્યો છે. તે યાત્રા કઈ અને કેવી એ જાણીએ તા પશુસણના દિવસે। કાંઈક સાથૅક અને. મંગળયાત્રાનું પહેલું લક્ષણુ એ છે કે જે પરિમિતમાંથી અપરિમિત ભણી લઈ જાય, જે લઘુતામાંથી મહત્તા સર્જ, જે અપને ભૂમા (મેટા) બનાવે. ખીજું લક્ષણ એ છે કે તે યાગ્ય રીતે જ ઉપર ઉપરના પગથિયે ચડાવે, જેથી એના યાત્રિકને પાવા વારા કે પીછેહઠ કરવા વારા ન આવે. ત્રીજી અને મહત્ત્વનું ખાસ લક્ષણ એ છે કે એ તેના યાત્રિકમાં કદી પણ વિષાદ, કંટાળા કે ચાફ આવવા ન દે. મનુષ્યમાં કાંઈ પણ સૌની નજરે તરે તેવુ જીવિત તત્ત્વ હાય તે તે તેની જિજ્ઞાસાવૃત્તિ છે. જાવું, કાંઇક જાણવું, નવું નવું જાણુલું, ગમે તે રીતે પણ જાણવું ને નવું જ, એ માણસની અદૃમ્ય ત્તિ છે. એ વૃત્તિ તેની મંગળયાત્રાને મૂળ પાયેા છે. જિજ્ઞાસાને જોરેજ માણુસ જુદી જુદી ઈંદ્રિયાથી જ્ઞાન મેળવે છે, જ્યાં ઇંદ્રિયાની ગતિ ન હોય એવા વિષયાને કે એવી બાબતાને તે વિશ્વાસપાત્ર મનાતાં શાસ્ત્રોમાંથી સાંભળી જ્ઞાન મેળવે છે. આ ભૂમિકા મંગળયાત્રાની પહેલી મજલ છે. આ મજલ બહુ જ લાંખી છે. તેમાં માણસ નજીકના, દૂરના, કામના, કાવિનાના, સ્થૂળ, સૂક્ષ્મ એવા અનેક વિષયાનુ જ્ઞાનભડાળ સંચિત કરતા જાય છે. એ સંચયથી એનેા આત્મા પ્રફુલ્લ થાય છે, ભર્યાભર્યાં અને છે. પણ માણસનું મૌલિક જિજ્ઞાસા Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] દર્શન અને ચિંતન તત્ત્વ એને એ મજલની કાઈક ક્ષણે ધક્કો મારે છે અને કહે છે કે તું નવું જાણુ પણ માત્ર નવુ જ નહિ પણ તે નવું સત્ય હોવુ જોઈ એ. તે પ્રેય નહિ પણ શ્રેય હોવું જોઈ એ. જિજ્ઞાસાના આ અંતર્મુખ ધક્કાથી માણસ હવે પાતાની દિશા અલે છે. પહેલાં તે નવું જાણવાની ધૂનમાં યાત્રા ક જતા, હવે એને નવું જાણવાની સાથે સત્ય અને શ્રેય શું છે એ જાણવાની ધૂન પ્રગટે છે. અને અહીંથી જ એની પહેલી મજલ પૂરી થઈ બીજી મજલ શરૂ થાય છે. ખીજી મજલમાં માણુસ મુખ્યપણે ક્રિયાના આદ્ય વ્યાપારા દ્વારા જ્ઞાન મેળવવાને બદલે આંતરિક ઈંદ્રિય મન દ્વારા પ્રથમ મેળવેલ જ્ઞાનનું અને નવા મેળવાતા જ્ઞાનનુ સંશાધન શરૂ કરે છે. પહેલી મજલમાં સચિત થયેલ જ્ઞાનભડાળ કે તેના સંસ્કારોનું નિરીક્ષણ દ્વારા પૃથક્કરણ કરી તેમાં સાર શું છે; અસાર શું છે તેને વિવેક કરે છે. મંગળયાત્રાની આ બીજી મજલ છે. પહેલી મજલ એટલી બધી શ્રમસાધ્ય નથી જેટલી ખીજી છે. એટલે સ્વાભાવિક રીતે જ મીજી મજલમાં પ્રવેશ કરનાર અને તેમાં આગળ વધનાર આછા જ માણસે મળી આવે. પણ જે બીજી મજલમાં દાખલ થયા નથી હાતા તેને પણ વહેલા કે મેડા ઈચ્છાએ કે અનિચ્છાએ એ ભ્રુણી ધકેલાવું જ પડે છે. તે વિના કાઈ ને સ ંતોષ થતા જ નથી. ખીજી મજલ માણસને આછું કે વત્તું સત્ય તારવી આપે છે. એ સત્યનું ભાન જ પછી તેને તેની મંગળયાત્રામાં મુખ્ય પાથેય અને છે. એ પાથેયને મળે હવે તે આગળ ને આગળ કૂચ કરવા ઉજમાળ બને છે. એનામાં વીલાસનું એક-ખાળી ન શકાય એવુ' મેાજી પ્રગટે છે, જે તેને મગળયાત્રાની છેલ્લી મજલમાં પ્રવેશ કરાવે છે. આ હેલી મજલ એટલે જે સત્ય અને શ્રેય જણાયું તેને વનમાં વણી નાખવુ. એવી રીતે કે જીવન અને સત્ય એ એ હવે જુદાં ન રહે. જીવન છે તે તે સત્ય જ હેવું જોઈ એ. નિર્દોષ અને નિષ્કલંક જ હોવુ જોઈએ. સત્ય છે તે તે જીવનબાહ્ય રહી જ ન શકે. એ એનુ દ્વૈત વિરમે ત્યાં જ મંગળયાત્રાની છેલ્લી મજલનું છેલ્લું વિશ્રામસ્થાન. વનસાધનાના વિકાસક્રમને જ મગળયાત્રા કહેવામાં આવી છે. એની ઉપર સૂચવેલ ત્રણ મજલાને અનુક્રમે શ્રુતમયી, ચિંતામયી અને પ્રજ્ઞામયી ભાવના તરીકે બૌદ્ધ વિદ્વાનોએ ઓળખાવેલ છે, જ્યારે ઉપનિષદના ઋષિએએ Page #3 -------------------------------------------------------------------------- ________________ મંગળયાત્રા [૧૯૧ શ્રવણ, મનન અને નિદિધ્યાસન–સાક્ષાત્કાર શબ્દથી સૂચવી છે. જૈન ચિંતકોએ પણ ઈચ્છાગ, સાગ અને સામર્થ્યગ જેવા સંકેતથી એનું સૂચન કર્યું છે. ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ અને પારસી વગેરે ધર્મોમાં પણ જુદા -જુદા નામથી મંગળયાત્રાનું વર્ણન છે જ. ધર્મના દિવસે માત્ર શ્રવણ માટે કે મૃતમયભાવના માટે નથી. એ સ્થિતિ તે રેજ-બ-રોજના જીવનમાં પણ ઓ છે વત્ત અંશે ચાલુ રહે જ છે. પણ એ દિવસે આપણને મંગળયાત્રાની, બીજી મજલ ભણી વાળવા માટે નિર્ણાયા છે. આપણે સાંભળેલું વિચારીએ, ત્યાસત્યને વિવેક કરીએ એ જ વ્યક્તિગત અને સામૂહિક ધર્મપર્વને મુખ્ય હેતુ છે. સત્ય છેડા પણ અંશે બરાબર સમજાય તો અસત્ય સામે થવાની હિંમત પ્રગટાવ્યા વિના રહેતી જ નથી. સત્ય સેવવા માટે ગમે તેવાં જોખમ ખેડવાને ઉત્સાહ એમાંથી જ પ્રગટે છે. આ રીતે વ્યક્તિગત અને સામૂહિક જીવન શુદ્ધિ -ભણી વળે છે. મંગળયાત્રા પૂર્ણ કરી હોય એવા અનેક નરપુંગવો દુનિયાના જુદા જાદા ભાગમાં થઈ ગયા છે. મંગળયાત્રા અસાધ્ય નથી. એ વસ્તુ પણ આપણી વચ્ચે જ થઈ ગયેલા પુરુષોએ દર્શાવી આપી છે. ગાંધીજીએ પિતાની ઢબે એ જ મંગળયાત્રા સાધી છે, જેમને આપણામાંના ઘણાએ નજરે નજર જોયા છે. શ્રી અરવિંદને નહિ જેનાર પણ તેમનાં લખાણોથી અને સર્જનથી તેમની મંગળયાત્રાની પ્રતીતિ કરી શકે છે. મંગળયાત્રાની સાયતા વિષે સંદેહ હોય તેને દૂર કરવા જ જાણે વિનોબા ભાવેએ પ્રસ્થાન આદર્યું ન હોય એમ એમનું સમગ્ર જીવન, વચન અને વર્તન દર્શાવી આપે છે. મંગળયાત્રાની પહેલી મજલમાં દેશ, જાતિ, પંથ, વેશ, ક્રિયાકાંડ આદિને અભિનિવેશ રહે છે, જે માણસને એક કે બીજી રીતે બાંધી રાખે છે. બીજી મજલ શરૂ થતાં જ એ અભિનિવેશ ઢીલે થવા લાગે છે અને બીજી ભજલમાં જેમ જેમ આગળ વધાય તેમ તેમ અભિનિવેશ કે મિથ્યા આગ્રહ વધારે ગળતા જાય છે, એટલે જ એ મજલમાં સત્ય અને શ્રેય વધારે સ્પષ્ટ સમજાય છે. માનસિક ગ્રંથિઓ અને દુરાગ્રહો એ જ સત્યદર્શનનાં આવરણો છે. ત્રીજી મજલમાં તો સત્યદર્શનનો આલેક એટલો બધે તત્ર અને સ્થિર બને છે કે તેને જીવનના મૌલિક પ્રશ્ન વિષે સંદેહ જ નથી ઊઠતો. એના Page #4 -------------------------------------------------------------------------- ________________ 192] દર્શન અને ચિંતન વિચાર અને વર્તન એ ધર્મમેધ * બની જાય છે. એનું જીવન જોતાં જ, એનાં વચનો સાંભળતાં જ, એની કર્તવ્યદિશા નિહાળતાં જ માણસનું ચિત્ત ભક્તિથી પ્રવવા લાગે છે. મંગળયાત્રા જીવનમાં શરૂ થઈ પછી તેને યાત્રિક ગમે તે ક્ષેત્રમાં ને ગમે તે વિષયમાં વિચારતો કે કામ કરતે હશે તો તેમાં એને મનની ગૂંચ કંઈ બાધા નાખી નહિ શકે, એટલું જ નહિ પણ તે આખા વિશ્વને આત્મવત જ લેખશે. -“પ્રબુદ્ધજીવન” તા. 25-9-1953 * “ધર્મમેઘ” એક પ્રકારની સમાધિ છે. તે અવસ્થા સમાધિમાં બહુ ઊંચા ગણાય છે. જ્યારે ચિત્તમાંથી કલ્યાણની જ વર્ષા થાય, અને શુદ્ધ અને શુભ વિચાર તેમ જ પ્રવૃત્તિને ઝરે ફૂટે. યોગશાસ્ત્રમાં આ ખાસ શબ્દ છે.