Book Title: Mangalyatra Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ મગળયાત્રા [૧] જીવન પોતે જ યાત્રામય છે. માણસ કે ખીજું પ્રાણી જીવે છે તે સાથે એની વનયાત્રા સંકળાયેલી જ છે. એ એક અથવા બીજી રીતે પ્રગતિ, અને અપ્રતિના ચક્રમાં ફેરા ફર્યાં જ કરે છે. એવા ફેરાઓને આપણે જાણતા પણ હાઈ એ છીએ. ઘણીવાર જાણુવા છતાં જાણે અજાણ્યા હાઈ એ તે રીતે પણ વીએ છીએ. એવા અજ્ઞાનથી ઉગરવા અને કાંઈક જાણુતા હાઈ એ તા તેથી વધારે ઊંડું, વધારે સ્પષ્ટ અને વધારે સ્થાયી જાણુવાની દૃષ્ટિએ ધવી પુરુષોએ મંગળયાત્રા વિષેના પોતાના અનુભવ આપણી સમક્ષ રજૂ કર્યો છે. તે યાત્રા કઈ અને કેવી એ જાણીએ તા પશુસણના દિવસે। કાંઈક સાથૅક અને. મંગળયાત્રાનું પહેલું લક્ષણુ એ છે કે જે પરિમિતમાંથી અપરિમિત ભણી લઈ જાય, જે લઘુતામાંથી મહત્તા સર્જ, જે અપને ભૂમા (મેટા) બનાવે. ખીજું લક્ષણ એ છે કે તે યાગ્ય રીતે જ ઉપર ઉપરના પગથિયે ચડાવે, જેથી એના યાત્રિકને પાવા વારા કે પીછેહઠ કરવા વારા ન આવે. ત્રીજી અને મહત્ત્વનું ખાસ લક્ષણ એ છે કે એ તેના યાત્રિકમાં કદી પણ વિષાદ, કંટાળા કે ચાફ આવવા ન દે. મનુષ્યમાં કાંઈ પણ સૌની નજરે તરે તેવુ જીવિત તત્ત્વ હાય તે તે તેની જિજ્ઞાસાવૃત્તિ છે. જાવું, કાંઇક જાણવું, નવું નવું જાણુલું, ગમે તે રીતે પણ જાણવું ને નવું જ, એ માણસની અદૃમ્ય ત્તિ છે. એ વૃત્તિ તેની મંગળયાત્રાને મૂળ પાયેા છે. જિજ્ઞાસાને જોરેજ માણુસ જુદી જુદી ઈંદ્રિયાથી જ્ઞાન મેળવે છે, જ્યાં ઇંદ્રિયાની ગતિ ન હોય એવા વિષયાને કે એવી બાબતાને તે વિશ્વાસપાત્ર મનાતાં શાસ્ત્રોમાંથી સાંભળી જ્ઞાન મેળવે છે. આ ભૂમિકા મંગળયાત્રાની પહેલી મજલ છે. આ મજલ બહુ જ લાંખી છે. તેમાં માણસ નજીકના, દૂરના, કામના, કાવિનાના, સ્થૂળ, સૂક્ષ્મ એવા અનેક વિષયાનુ જ્ઞાનભડાળ સંચિત કરતા જાય છે. એ સંચયથી એનેા આત્મા પ્રફુલ્લ થાય છે, ભર્યાભર્યાં અને છે. પણ માણસનું મૌલિક જિજ્ઞાસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4