Book Title: Mallinatha Bhagwana
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 3
________________ ભગવાન મલ્લિનાથ સામે તે હિંમત હારી ગયા. તેમણે પોતાના શહેરના દરવાજા બંધ કરી દીધા. છ રાજ્યના રાજાઓનો સામનો કરવો મિથિલા માટે દુષ્કર હતો. રાજકુમારી મલ્લીને જ્યારે આ પરિસ્થિતિની જાણ થઈ ત્યારે તેણે આ પ્રશ્નનો ઊંડો વિચાર કર્યો. છઠ્ઠી ઇંદ્રિયના પ્રતાપે તે જાણી શકી કે આ પ્રશ્ન પોતાની પાછલી જિંદગી સાથે જોડાયેલો છે. તેને પાછલા ભવનું જ્ઞાન થતાં જ ખ્યાલ આવ્યો કે પોતે મહાબલ હતી અને આ છ રાજાઓ તેના મિત્રો હતા. એક બીજા માટે ઊંડા પ્રેમ-ભાવના કારણે તેઓ સહુ આજુબાજુ નજીક જ હતા. કુમારી મલ્લીએ નક્કી કર્યું કે આ પ્રશ્ન પોતાને લીધે ઊભો થયો છે તો તેનું નિરાકરણ પણ પોતે જ લાવશે. તેણે પોતાના પિતાને નિશ્ચિત થવા કહ્યું, અને પોતે જ આનો નિવેડો લાવશે તેવું જણાવ્યું, RRRRRRR() 5. એક કુમારી મલ્લીના પૂતળાને નિહાળતાં છ રાજવીઓ મહેલના મોટા ઓરાને છ ભારતાં હતાં. દરેક ભારણાં પાછળ ખુબ જ સરસ શણગારેલા ઓરડા બનાવ્યા. દરેક બારણાંમાં કાચ એવી રીતે ગોઠવ્યા હતા કે ઓરડામાં રહેલા દરેક જણ મોટા ઓરડામાં શું બની રહ્યું છે તે જોઈ શકે પણ બીજા ઓરડામાં ન જોઈ શકે. રાજકુમારી મલ્લીએ પોતાની અસલ પ્રતિકૃતિ જેવું આબેહૂબ પૂતળું બનાવ્યું. પૂતળું અંદરથી ખાલી ખોખા જેવું હતું. મોંનો ઉપરનો ભાગ ખૂલતો હતો. મોટા ઓરડાની વચ્ચોવચ્ચ પૂતળું મૂકાવ્યું. અને દાસીઓને દિવસમાં બે વખત મોંના જૈન કથા સંગ્રહ 27

Loading...

Page Navigation
1 2 3 4