Book Title: Mallinatha Bhagwana Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee Catalog link: https://jainqq.org/explore/201003/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મલ્લિનાથ 3. ભગવાન મલનાથ ઘણાં વર્ષો પહેલાં જંબુદ્વીપના મહાવિદેહમાં વીતશોકા શહેરમાં મહાબલ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને છ લંગોટિયા મિત્રો હતા. આ સાતેય મિત્રોની મિત્રતા એટલી ગાઢ હતી કે કોઈ કોઈને પૂછ્યા વિના કશું જ કરતા નહિ. - a ll e / GR રાજકુમાર મહાબલ અને તેના છ મિત્રો એકવાર ધર્મઘોષસૂરિ નામના ખૂબ જાણીતા આચાર્ય વીતશોકા શહેરમાં આવ્યા. રાજા મહાબલ અને તેના મિત્રો તેમનો ઉપદેશ સાંભળવા ગયા અને તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયા. મહાબલને સમજાયું કે આ ભૌતિક જીવન દુઃખોથી ભરેલું છે. એમણે ભૌતિક સુખો છોડવાનું નક્કી કર્યું. તેમના મિત્રોને પણ તેમણે પોતાનો નિર્ણય જણાવ્યો. અને રાજા મહાબલ અને છ મિત્રોએ ધર્મઘોષસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી. સાધુ થઈને સાતે મિત્રો સંયમ અને તપની સાધના સાથે જ કરતા. મહાબલ પોતાની મુક્તિની સાથે સાથે જગતના જીવ માત્રને દુઃખોમાંથી મુક્તિ અપાવવા ઇચ્છતા હતા. કરુણાની આવી તીવ્ર ભાવનાથી તેમણે તીર્થંકર નામ કર્મ બાંધ્યું. મહાબલ અને તેનાછમિત્રો આત્મસંયમને માર્ગે આગળને આગળ વધી રહ્યા હતા. તેઓના મૃત્યુ બાદ તેઓને સ્વર્ગનાં સુખો મળ્યાં. સ્વર્ગનો સમય પસાર કર્યા બાદ તેઓએ જુદી જુદી જગ્યાએ મનુષ્ય તરીકે અવતાર લીધો. આ સમયે ભારતના મિથિલા શહેરમાં કુંભ નામે રાજા રાજય કરતા હતા. તેમની પ્રભાવતી નામની રાણીએ ગર્ભાવસ્થા દરમિયાન તીર્થંકરના આત્માના અવતરણરૂપે 25 જૈન કથા સંગ્રહ Page #2 -------------------------------------------------------------------------- ________________ 26 તીર્થંકરો પવિત્ર ચૌદ સ્વપ્ન (દિગંબર ફિરકા પ્રમાણે સોળ સ્વપ્ન) જોયાં. યથાસમયે પ્રભાવતીએ સુંદર રાજકુંવરીને જન્મ આપ્યો. જેનું નામ મલ્લી રાખવામાં આવ્યું. (દિગંબર માન્યતા પ્રમાણે તીર્થંકર મલ્લીનાથ પુરૂષરૂપે જ અવતર્યા હતા.) થોડા વર્ષ બાદ રાણીએ એક દીકરાને પણ જન્મ આપ્યો જેનું નામ મલ્લુદીન રાખવામાં આવ્યું. બાકીના છ મિત્રો હસ્તિનાપુર, અયોધ્યા, ચંપા, કાશી, કાંપિલ્યપુર અને શ્રાવસ્તીમાં રાજકુંવર તરીકે જન્મ્યા. આ બધાં શહેરો આજના ઉત્તર પ્રદેશ અને બિહારમાં આવેલાં છે. કુંભ અને પ્રભાવતી પોતાના બંને સંતાનોનો ઉછેર પ્રેમપૂર્વક કરતાં હતાં. રાજકુંવરી મલ્લી ખૂબ જ સુંદર અને આકર્ષક હતી. મલ્લુદીન પોતાની બહેનનું ખૂબ જ માન જાળવતો. રાજા કુંભ પોતાના બંને સંતાનોને ઉત્તમ પ્રકારનું શિક્ષણ આપવા માંગતા હતા, તેઓ વિવિધ કલાઓમાં પારંગત થાય તે હેતુથી સારા ખુબ કેળવાયેલા શિક્ષકો રાખ્યા હતા. રાજકુંવરી મલ્લી વિવિધ ક્લાઓમાં પારંગત થઈ. મલીન સુંદર સશક્ત રાજકુંવર બન્યો. અને કુશળ રાજ્યકર્તા થયો. રાજા કુંભે મિથિલામાં કલાભવન સ્થાપવાનું નક્કી કર્યું. આ માટે તેમણે ઉત્તમ પ્રકારના મકાનનું નિર્માણ કર્યું, અને સિદ્ધહસ્ત પ્રખ્યાત કલાકારોને આમંત્રણ આપ્યું. હસ્તિનાપુરના એક ક્લાકાર પાસે આગવી સુઝ અને અસામાન્ય શક્તિ હતી. તે કોઈપણ વ્યક્તિના શરીરના એક અંગને જોઈને તેની આબેહૂબ છબી બનાવી શકતો. એકવાર રાજકુંવરી મલ્લીના એક અંગુઠાને જોઈને દીવાલ પર તેનું નખિશખ આબેહૂબ ચિત્ર દોર્યું. તેના ભાઈ મલ્લૂદીને તેનું આ ચિત્ર જોયું ત્યારે ઘડીભર તો તેને થયું કે અહીં ખરેખર મારી બહેન મલ્લી જ ઊભી છે હમણાં તેની જોડે વાતો કરશે એટલે એને બે હાથ જોડીને તેને નમસ્કાર કર્યા. પણ જ્યારે તેણે જાણ્યું કે આ તો ખાલી ચિત્ર જ છે ત્યારે તેને નવાઈ લાગી કે બહેનના શરીરની ઝીણામાં ઝીણી માહિતી આ કલાકારને કેવી રીતે મળી ? ખરેખર ક્લાકારમાં રહેલી આગવી આવડત અને તેની અસામાન્ય શક્તિથી આ ચિત્ર બન્યું હતું. પણ આવી શક્તિનો ભવિષ્યમાં થનારો ખોટો ઉપયોગ પણ તે સમજી શકતો હતો. તેથી પોતાની રાજવી તરીકેની સત્તાનો ઉપયોગ કરી કલાકારની કલા પર પ્રતિબંધ મૂક્યો, ભવિષ્યમાં થનારો તેનો દુરૂપયોગ અટકાવવા માટે તેના જમણા હાયનો અંગૂઠો કાપી લેવામાં આવ્યો. કલાકાર ખુબ નિરાશ થઈ ગયો અને બદલાની આગમાં કરવા લાગ્યો. ગુસ્સે ભરાયેલો કલાકાર ખ્રિસ્તનાપુર ગયો. ત્યાં તેના કલાકાર મિત્ર પાસે રાજકુંવરી મલ્લીનું મોટા કદનું ચિત્ર દોરાવ્યું, પહેલાં કરતાં પણ વધુ સુંદર અને આકર્ષક ચિત્ર બનાવીને હસ્તિનાપુરના રાજાને ભેટ આપ્યું. (જે રાજા આગલા ભવમાં કુમારી મલ્લીનો મિત્ર હતો) રાજા તે ચિત્ર જોઈ ખૂબ જ પ્રસન્ન થયા અને કુમારી મલ્લીના પ્રેમમાં પડી ગયા. તેને પોતાની પત્ની બનાવવાનું નક્કી કર્યું. મિથિલાના રાજા કુંભને તેણે લગ્નનું કહેણ મોકલ્યું. એ જ પ્રમાણે અયોધ્યા, ચંપા, કાશી, કપિલ્યપુર, અને શ્રાવસ્તીના રાજાઓ પણ કુમારી મલ્લીના રૂપથી પાગલ બન્યા અને કુંભને લગ્નનું કહેણ મોકલ્યું. રાજા કુંભને આ એકેય રાજા રાજકુંવરી મલ્લીને લાયક ન લાગ્યા. તેથી તેણે કોઈનું કહેણ ના સ્વીકાર્યું. કુંભનો જવાબ સાંભળીને બધા રાજાઓ ખૂબ જ ગુસ્સે ભરાયા. અને કુમારી મલ્લીને મેળવવા મિથિલા સામે યુદ્ધ જાહેર કર્યું. રાજા કુંભે બધાનો બહાદુરીપૂર્વક સામનો કર્યો પણ છે રાજાઓની શક્તિ જૈન ક્થા સંગ્રહ Page #3 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મલ્લિનાથ સામે તે હિંમત હારી ગયા. તેમણે પોતાના શહેરના દરવાજા બંધ કરી દીધા. છ રાજ્યના રાજાઓનો સામનો કરવો મિથિલા માટે દુષ્કર હતો. રાજકુમારી મલ્લીને જ્યારે આ પરિસ્થિતિની જાણ થઈ ત્યારે તેણે આ પ્રશ્નનો ઊંડો વિચાર કર્યો. છઠ્ઠી ઇંદ્રિયના પ્રતાપે તે જાણી શકી કે આ પ્રશ્ન પોતાની પાછલી જિંદગી સાથે જોડાયેલો છે. તેને પાછલા ભવનું જ્ઞાન થતાં જ ખ્યાલ આવ્યો કે પોતે મહાબલ હતી અને આ છ રાજાઓ તેના મિત્રો હતા. એક બીજા માટે ઊંડા પ્રેમ-ભાવના કારણે તેઓ સહુ આજુબાજુ નજીક જ હતા. કુમારી મલ્લીએ નક્કી કર્યું કે આ પ્રશ્ન પોતાને લીધે ઊભો થયો છે તો તેનું નિરાકરણ પણ પોતે જ લાવશે. તેણે પોતાના પિતાને નિશ્ચિત થવા કહ્યું, અને પોતે જ આનો નિવેડો લાવશે તેવું જણાવ્યું, RRRRRRR() 5. એક કુમારી મલ્લીના પૂતળાને નિહાળતાં છ રાજવીઓ મહેલના મોટા ઓરાને છ ભારતાં હતાં. દરેક ભારણાં પાછળ ખુબ જ સરસ શણગારેલા ઓરડા બનાવ્યા. દરેક બારણાંમાં કાચ એવી રીતે ગોઠવ્યા હતા કે ઓરડામાં રહેલા દરેક જણ મોટા ઓરડામાં શું બની રહ્યું છે તે જોઈ શકે પણ બીજા ઓરડામાં ન જોઈ શકે. રાજકુમારી મલ્લીએ પોતાની અસલ પ્રતિકૃતિ જેવું આબેહૂબ પૂતળું બનાવ્યું. પૂતળું અંદરથી ખાલી ખોખા જેવું હતું. મોંનો ઉપરનો ભાગ ખૂલતો હતો. મોટા ઓરડાની વચ્ચોવચ્ચ પૂતળું મૂકાવ્યું. અને દાસીઓને દિવસમાં બે વખત મોંના જૈન કથા સંગ્રહ 27 Page #4 -------------------------------------------------------------------------- ________________ તીર્થકો ઉપરના ભાગથી ખોરાક નાંખવાનું કહેવામાં આવ્યું, અને તરત ઉપરનો ભાગ બંધ કરી દેવામાં આવતો, પછી કુમારી મલ્લીએ પોતાના પિતાને જણાવ્યું કે છએ રાજાઓ મને મળવા ભલે આવે. દરેક રાજાને તેમના નક્કી કરેલા ઓરડામાં બેસાડવામાં આવ્યા. તેમણે કાચમાંથી કુમારી મલ્લીને જોઈ. પહેલાં કરતાં પણ વધુ સ્વરૂપવાન લાગી. અને વધુ પ્રેમ અનુભવવા લાગ્યા. કુમારી મલ્લી ગુપ્ત દરવાજેથી આવીને પેલા પૂતળા પાછળ ઊભી રહી ગઈ. તેણે પૂતળાનું મોં ખોલી નાંખ્યું જેથી અંદર એકઠા થયેલા વાસી ખોરાકની ખરાબ વાસ આવવાને કારણે બધા જ રાજાઓ પોતાના નાક પર કપડું દબાવીને ઊભા રહ્યા. કુમારી મલ્લીએ આગળ આવીને રાજાઓને પૂછ્યું કે તમે જેને જીવથી પણ અધિક પ્રેમ કરો છો છતાં તેની પાસે કેમ ઊભા રહી શકતા નથી? તેઓએ કબૂલ્યું કે તેઓ તેની ગંદી વાસ સહન કરી શકતા નથી. મલ્લીકુમારીએ સમજાવ્યું કે કુદરતી રીતે જ ખાધેલો ખોરાક શરીરમાં સડો ઉત્પન્ન કરે છે અને લોહી માંસના લોચા બને છે. તેણે રાજાઓને પૂછ્યું, “આવા સડેલા શરીરની તમને માયા છે?” ખરેખર તો જે શાશ્વત છે તેની જ શોધ કરો. રાજકુમારી મલ્લીએ પાછલા ભવની વાતો યાદ કરાવી અને તેઓ સાતે મિત્રો ખૂબ જ પ્રેમભાવથી રહેતા હતા તે સમજાવ્યું. તેઓને પણ પૂર્વભવનું જ્ઞાન થયું અને બધું જ ત્યાગીને આધ્યાત્મને માર્ગે વળી ગયા. રાજકુમારી મલ્લીએ સાંસારિક જીવન છોડી દીધું. તેઓ સહસ્ત્રાપ્રવનમાં આત્મધ્યાન માટે પહોંચી ગયા. આકરી તપશ્ચર્યા દ્વારા તેમણે તમામ ઘાતી કર્મોનો નાશ કર્યો અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. જૈનધર્મના તેઓ ઓગણીસમાં તીર્થંકર થયા. ગામેગામ ફરીને સહુને કર્મમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ બતાવ્યો. અંતે તેઓ સમેતશિખરના પર્વત પર મોક્ષ પામ્યાં. શ્વેતાંબર જૈન પંથ એમ માને છે કે તીર્થકર મલ્લીનાથ સ્ત્રી હતાં. બાકીના તીર્થકરો પુરુષ હતા. તીર્થકરની પ્રતિમા આખરે તો અરિહંતના ગુણોને દર્શાવે છે, નહિ કે તેમના સ્થૂળ શરીરને. માટે તમામ તીર્થકરોની પ્રતિમાઓનો ભૌતિક દેખાવ એક સરખો સ્ત્રી પુરુષના ભેદ રહિતનો હોય છે. આ શરીર અમાને ધારણ કરનાર પાત્ર છે. જન્મ મરણના ફેરામાંથી જેને મુક્તિ નથી મળતું તેવા સ્માત્મા મૃત્યુબાદ બીજા શરીરમાં વાસ કરે છે. આ શરીર જે ચામડી, હાડકાં સ્મને માંસનું બનેલું છે તે તો નાશવંત છે. શારીરિક સૌંદર્યે ક્ષણિક અને છેતરામણું છે. રાજઘુમાર્સ મe(ઍ આ વાત પોતાના પૂતળા અને સડેલા ખોરાક દ્વારા સમજાવી. જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મેળવવી એ જ માનવ જીવનનું હાર્દ છે. જીવનનૈ ભૌતક દૃષ્ટિથી ઉપર લઈ જઈને આધ્યાત્મિક પ્રગતિ સાધવો જોઈઍ જે થકી મોક્ષ પ્રાપ્ત કરી શકીઍ. 28 જૈન કથા સંગ્રહ