Book Title: Mallinatha Bhagwana Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee View full book textPage 2
________________ 26 તીર્થંકરો પવિત્ર ચૌદ સ્વપ્ન (દિગંબર ફિરકા પ્રમાણે સોળ સ્વપ્ન) જોયાં. યથાસમયે પ્રભાવતીએ સુંદર રાજકુંવરીને જન્મ આપ્યો. જેનું નામ મલ્લી રાખવામાં આવ્યું. (દિગંબર માન્યતા પ્રમાણે તીર્થંકર મલ્લીનાથ પુરૂષરૂપે જ અવતર્યા હતા.) થોડા વર્ષ બાદ રાણીએ એક દીકરાને પણ જન્મ આપ્યો જેનું નામ મલ્લુદીન રાખવામાં આવ્યું. બાકીના છ મિત્રો હસ્તિનાપુર, અયોધ્યા, ચંપા, કાશી, કાંપિલ્યપુર અને શ્રાવસ્તીમાં રાજકુંવર તરીકે જન્મ્યા. આ બધાં શહેરો આજના ઉત્તર પ્રદેશ અને બિહારમાં આવેલાં છે. કુંભ અને પ્રભાવતી પોતાના બંને સંતાનોનો ઉછેર પ્રેમપૂર્વક કરતાં હતાં. રાજકુંવરી મલ્લી ખૂબ જ સુંદર અને આકર્ષક હતી. મલ્લુદીન પોતાની બહેનનું ખૂબ જ માન જાળવતો. રાજા કુંભ પોતાના બંને સંતાનોને ઉત્તમ પ્રકારનું શિક્ષણ આપવા માંગતા હતા, તેઓ વિવિધ કલાઓમાં પારંગત થાય તે હેતુથી સારા ખુબ કેળવાયેલા શિક્ષકો રાખ્યા હતા. રાજકુંવરી મલ્લી વિવિધ ક્લાઓમાં પારંગત થઈ. મલીન સુંદર સશક્ત રાજકુંવર બન્યો. અને કુશળ રાજ્યકર્તા થયો. રાજા કુંભે મિથિલામાં કલાભવન સ્થાપવાનું નક્કી કર્યું. આ માટે તેમણે ઉત્તમ પ્રકારના મકાનનું નિર્માણ કર્યું, અને સિદ્ધહસ્ત પ્રખ્યાત કલાકારોને આમંત્રણ આપ્યું. હસ્તિનાપુરના એક ક્લાકાર પાસે આગવી સુઝ અને અસામાન્ય શક્તિ હતી. તે કોઈપણ વ્યક્તિના શરીરના એક અંગને જોઈને તેની આબેહૂબ છબી બનાવી શકતો. એકવાર રાજકુંવરી મલ્લીના એક અંગુઠાને જોઈને દીવાલ પર તેનું નખિશખ આબેહૂબ ચિત્ર દોર્યું. તેના ભાઈ મલ્લૂદીને તેનું આ ચિત્ર જોયું ત્યારે ઘડીભર તો તેને થયું કે અહીં ખરેખર મારી બહેન મલ્લી જ ઊભી છે હમણાં તેની જોડે વાતો કરશે એટલે એને બે હાથ જોડીને તેને નમસ્કાર કર્યા. પણ જ્યારે તેણે જાણ્યું કે આ તો ખાલી ચિત્ર જ છે ત્યારે તેને નવાઈ લાગી કે બહેનના શરીરની ઝીણામાં ઝીણી માહિતી આ કલાકારને કેવી રીતે મળી ? ખરેખર ક્લાકારમાં રહેલી આગવી આવડત અને તેની અસામાન્ય શક્તિથી આ ચિત્ર બન્યું હતું. પણ આવી શક્તિનો ભવિષ્યમાં થનારો ખોટો ઉપયોગ પણ તે સમજી શકતો હતો. તેથી પોતાની રાજવી તરીકેની સત્તાનો ઉપયોગ કરી કલાકારની કલા પર પ્રતિબંધ મૂક્યો, ભવિષ્યમાં થનારો તેનો દુરૂપયોગ અટકાવવા માટે તેના જમણા હાયનો અંગૂઠો કાપી લેવામાં આવ્યો. કલાકાર ખુબ નિરાશ થઈ ગયો અને બદલાની આગમાં કરવા લાગ્યો. ગુસ્સે ભરાયેલો કલાકાર ખ્રિસ્તનાપુર ગયો. ત્યાં તેના કલાકાર મિત્ર પાસે રાજકુંવરી મલ્લીનું મોટા કદનું ચિત્ર દોરાવ્યું, પહેલાં કરતાં પણ વધુ સુંદર અને આકર્ષક ચિત્ર બનાવીને હસ્તિનાપુરના રાજાને ભેટ આપ્યું. (જે રાજા આગલા ભવમાં કુમારી મલ્લીનો મિત્ર હતો) રાજા તે ચિત્ર જોઈ ખૂબ જ પ્રસન્ન થયા અને કુમારી મલ્લીના પ્રેમમાં પડી ગયા. તેને પોતાની પત્ની બનાવવાનું નક્કી કર્યું. મિથિલાના રાજા કુંભને તેણે લગ્નનું કહેણ મોકલ્યું. એ જ પ્રમાણે અયોધ્યા, ચંપા, કાશી, કપિલ્યપુર, અને શ્રાવસ્તીના રાજાઓ પણ કુમારી મલ્લીના રૂપથી પાગલ બન્યા અને કુંભને લગ્નનું કહેણ મોકલ્યું. રાજા કુંભને આ એકેય રાજા રાજકુંવરી મલ્લીને લાયક ન લાગ્યા. તેથી તેણે કોઈનું કહેણ ના સ્વીકાર્યું. કુંભનો જવાબ સાંભળીને બધા રાજાઓ ખૂબ જ ગુસ્સે ભરાયા. અને કુમારી મલ્લીને મેળવવા મિથિલા સામે યુદ્ધ જાહેર કર્યું. રાજા કુંભે બધાનો બહાદુરીપૂર્વક સામનો કર્યો પણ છે રાજાઓની શક્તિ જૈન ક્થા સંગ્રહPage Navigation
1 2 3 4