Book Title: Mallinatha Bhagwana
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 1
________________ ભગવાન મલ્લિનાથ 3. ભગવાન મલનાથ ઘણાં વર્ષો પહેલાં જંબુદ્વીપના મહાવિદેહમાં વીતશોકા શહેરમાં મહાબલ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને છ લંગોટિયા મિત્રો હતા. આ સાતેય મિત્રોની મિત્રતા એટલી ગાઢ હતી કે કોઈ કોઈને પૂછ્યા વિના કશું જ કરતા નહિ. - a ll e / GR રાજકુમાર મહાબલ અને તેના છ મિત્રો એકવાર ધર્મઘોષસૂરિ નામના ખૂબ જાણીતા આચાર્ય વીતશોકા શહેરમાં આવ્યા. રાજા મહાબલ અને તેના મિત્રો તેમનો ઉપદેશ સાંભળવા ગયા અને તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયા. મહાબલને સમજાયું કે આ ભૌતિક જીવન દુઃખોથી ભરેલું છે. એમણે ભૌતિક સુખો છોડવાનું નક્કી કર્યું. તેમના મિત્રોને પણ તેમણે પોતાનો નિર્ણય જણાવ્યો. અને રાજા મહાબલ અને છ મિત્રોએ ધર્મઘોષસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી. સાધુ થઈને સાતે મિત્રો સંયમ અને તપની સાધના સાથે જ કરતા. મહાબલ પોતાની મુક્તિની સાથે સાથે જગતના જીવ માત્રને દુઃખોમાંથી મુક્તિ અપાવવા ઇચ્છતા હતા. કરુણાની આવી તીવ્ર ભાવનાથી તેમણે તીર્થંકર નામ કર્મ બાંધ્યું. મહાબલ અને તેનાછમિત્રો આત્મસંયમને માર્ગે આગળને આગળ વધી રહ્યા હતા. તેઓના મૃત્યુ બાદ તેઓને સ્વર્ગનાં સુખો મળ્યાં. સ્વર્ગનો સમય પસાર કર્યા બાદ તેઓએ જુદી જુદી જગ્યાએ મનુષ્ય તરીકે અવતાર લીધો. આ સમયે ભારતના મિથિલા શહેરમાં કુંભ નામે રાજા રાજય કરતા હતા. તેમની પ્રભાવતી નામની રાણીએ ગર્ભાવસ્થા દરમિયાન તીર્થંકરના આત્માના અવતરણરૂપે 25 જૈન કથા સંગ્રહ

Loading...

Page Navigation
1 2 3 4