Book Title: Mahendra Jain Panchang 1963 1964 1965
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 4
________________ ૨ સાથે તેને સમાપ્તિ કાળ કલાક મિનિટમાં આપેલ છે. પછી કરણ (અક્ષરમાં) અને તેની સાથે તેને સમાપ્તિ કાળ કલાક મિનિટમાં આપેલ છે, પંચાંગમાં આપેલ કરણના સમાપ્તિ સમયે તે ફક્ત તિથિના મધ્ય ભાગે પુરા થતા કરણોના જ છે. બાકૉનાં કારણો તિથિ સાથે જ સમાપ્ત થતાં હોઈ, તિથિના સમાપ્તિ સમયને જ કરણના સમાપ્તિ સમયો તરીકે ગણી લેવાના રહે છે. પછી મુંબઈ અને અમદાવાદના સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે (સ્ટાનડર્ડ ટાઈમમાં) આપ્યા છે. પછી ચંદ્રની રાશિમાં પ્રારંભ કાળ કલાક મિનિટમાં આપે છે. ત્યાર બાદ મુબઈને સાંપાતિક કાળ (સ્થાનિક ટાઈમ ૦ ક. ૦ મિનિટનો ) આપવામાં આવ્યું છે. તેને ઉપગ કુંડલી મુકવા માટે થાય છે. તે ઉપયોગ પૃ. ૧૬ માં સમજાવ્યું છે. પછી જૈન તિથિ સમાચારી પ્રમાણે આપેલ છે. ત્યારબાદ ભારતીય (રાષ્ટ્રીય) તારીખનું કેલમ છે. જેમાં માર્ચની ૨૨ મી તારીખે ચૈત્રની પહેલી તારીખ ગણીને વર્ષની શરૂઆત કરવામાં આવેલ છે. ત્યારબાદ દૈનિક નેધને માટે કેલમ છે. જેમાં પ, ગ્રહોના સાયન-નિચન રાશિ પ્રવેશકાળ, ગ્રહના લેપ-દર્શન (અસ્ત-ઉદય) જૈન તહેવારે, રવિયેગ, રાગ, કુમારગ, અમૃતસિદ્ધિયોગ, યમઘંટ, યમદ, કાળમુખીયાગ, મૃત્યુયોગ, વજુમુસલ, જવાળામુખી આદિ વેગો, પંચક, ભદ્રા (વિષ્ટિ) પ્રવેશ-નિવૃત્તિ આદિ આપેલ છે. તેમ જ સૂર્યને નક્ષત્ર પ્રવેશ કાળ તથા વૈધૃતિ-વ્યતિપાત મહાપાત પણ આપેલ છે. તથા કૌંસ ( ) માં સનાતન વ્રત તહેવારો આદ પણ આપેલ છે. દર મહિનાના પંચાંગની સામે જ દરેક મહિનાના દૈનિક રહે તથા દૈનિક ક્રાંતિ પણ આપેલ છે. જ્યારે ચંદ્ર ગ્રહ બાર બાર કલાકને અંતરે આપેલ છે. નવ ગ્રહ ઉપરાંત હર્ષલ (પ્રજાપતિ ) નેટુન (વરૂણ ) તું અને સાથે પાક્ષિક કુંડલી અને અયનાંશ પણ આપેલ છે. આ ગ્રહોમાં આપેલ રાશિનો આંકડા પૂણ રાશિનો સમજ, દાખલા તરીકે ૧ રાશિ ૧૦ અંશ એટલે એક રાશિ પૂર્ણ થઈ અને બીજી એટલે વૃષભના ૧૦ અંશ થયા, એમ સમજવું. સાંપાતિક કાળ ઉપરથી લગ્ન અને દશમભાવ કેવી રીતે કાઢવા તેની રીત તથા ઘાતચક્ર પા. ૧૬ માં આપેલ છે. પા. ૧૭ માં મુંબઈ અને અમદાવાદનાં સાયને લગ્નો અને સાયન દશમભાવ તૈયાર આપેલ છે. ૫.૧૮ થી પા. ૫૩ સુધીમાં અઢાર મહિનાનું પંચાંગ તથા હે આપેલ છે. તથા ૫. ૫૪ માં સૂર્યોદયાસ્તમાં ઉગી ચરાંતર મિનિટ કેપ્ટક આપેલ છે તથા તીર્થકરીના જન્મ નક્ષત્ર અને રાશિ આપેલ છે. પા. પ૫ માં ભારતનાં મુખ્ય મુખ્ય શહેરાનાં રખાંતર, અક્ષાંશ, રેખાંશ, પલભા આદિ કાષ્ટક આપેલ છે. પા. ૫૬ માં અમદાવાદની લગ્ન સારણી તથા પ. ૫૭ માં મુંબઈની લગ્ન સારણી આપેલ છે. પા. ૫૮ માં દશમભાવ સારણી આપેલ છે. જે દરેક સ્થળ માટે એક સરખી ઉપયોગી છે. ૫૯ માં ચોવીસ તીર્થ: કરીના કલ્યાણુકેના દિવસ આપેલ છે. પા. ૬૦ થી પા. ૬૫ સુધીમાં અમદાવાદના દૈનિક લગ્નના આરંભ કાળ તૈયાર આપેલ છે. જેથી જોનારને કોઈપણ સમયનું લગ્ન તૈયાર મળે. તથા દીક્ષા, પ્રતિષ્ઠા, પ્રતિમા પ્રવેશ, ધ્વજારોપણ, કુંભસ્થાપન, શાંતિ કાર્ય, સોળ સંસ્કાર આદિનાં માઁ સંબંધી વિગત વિસ્તારથી આપેલ છે. તેમ જ આનંદાદિ યોગ પણ આપેલ છે. સાંકેતિક (સંક્ષિપ્ત) શબ્દો માસિક પંચાંગના તિથિના ખાનામાં પ્ર. દિ. તુ. ચ. આદિ શબ્દો મુકાયેલા છે. તેને બદલે પ્રતિપદા, દ્વિતીયા, તૃતીયા, ચતુથી આદિ સમજવા. માસિક પંચાંગના નક્ષત્રના ખાનામાં અ. ભ. . રા. આદિ શબ્દો મુકાયેલા છે. તેના બદલે અશ્વિની ભરણી, કૃત્તિકા, રહિણી આદિ સમજવા. માસિક પંચાંગના યુગના ખાનામાં વિ. પ્રી. આ. સૌ. આદિ મુકાયેલા છે. તેના બદલે વિષ્કભ, પ્રીતિ, આયુષ્માન, સૌભાગ્ય આદિ સમજવા. માસિક પંચાંગનાં કરણના ખાનામાં બ. બ. ક. ત. આદિ શબ્દ મુકાયેલા છે. તેના બદલે બવ. બાલવ. કૌલવ. તૈતિલ. આદિ સમજવો (આ બધાં નામે પૃ. ૩ ઉપર આપેલ છે. સૂર ઉ= સૂર્ય ઉદય | મું. અ = સૂર્ય અસ્ત પંચક પ્રા = પંચક પ્રારંભ રાજ = રાજયોગ પંચક સ = પંચક સમાપ્ત ' અમૃતસિ = અમૃતસિદ્ધિગ ભ-પ્ર = ભદ્રા પ્રવેશ કુમાર = કુમારયોગ ભ-નિ = ભદ્રા નિવૃત્તિ રવિ = રવિયોગ વીર સંવત ૨૪૮૯ આચાર્ય વિજ્યવિકાશચંદ્રસૂરિ વિક્રમ સંવત ૨૦૧૯ ( જેનઉપાશ્રય ચૈત્ર સુદ ૧૧ ગુરૂ તા. ૪-૪-૬૩ ખુડાલા (રાજસ્થાન)

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 130