Book Title: Mahavira Bhagwana Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee View full book textPage 2
________________ તીર્થકો વૈશાલીના રાજા ચેટકનાં બહેન હતાં તથા પિતા સિદ્ધાર્થ રાજવી કુળના હતા. ભગવાન મહાવીરને નંદીવર્ધન નામે મોટાભાઈ તથા સુદર્શના નામની બહેન હતી. ભગવાન મહાવીર માતાના ગર્ભમાં હતા ત્યારથી રાજવી કુટુંબમાં સોનું-ચાંદી તથા રાજ્યમાં ધનધાન્યની અકલ્પિત વૃદ્ધિ થઈ હોવાથી તેમનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું જેનો અર્થ ‘વૃદ્ધિ’ એવો થાય. T - |ીને કી લિશ પ૬ દિક્યુમારીઓ દ્વારા ભગવાન મહાવીરનો જન્મ મહોત્સવ વર્ધમાન બાળપણથી જ નીડર, બળવાન, જ્ઞાની અને પ્રેમાળ હતા. વિદ્યાભ્યાસમાં પણ તેઓ ખૂબ જ ચતુર હતા. શિક્ષક એમનું જ્ઞાન જોઈ આશ્ચર્ય પામતા. એકવાર ગૃહ ઉદ્યાનમાં આમલી-પીપળીની રમત રમતા હતા ત્યારે ઝાડ પર ભયંકર વિષધર સાપને વીંટળાયેલો જોઈ, બીજા છોકરાઓ ડરીને નાસી ગયા પણ વર્ધમાને ડર્યા વગર તેને પકડીને દૂર મૂકી દીધો. નીડરતાનો ગુણ હોઈ વર્ધમાન વિજયી બન્યા. વિકરાળ રાક્ષસ વર્ધમાનને ડરાવવા આવ્યો પણ તેવે સમયે તેમણે તેમની વીરતા અને ધીરતાનો પરચો બતાવ્યો અને તેઓ મહાવીર તરીકે ઓળખાયા. તેઓ નાની ઉંમરે જ સમજી ગયા હતા કે ભૌતિક સુખ સાહ્યબી કાયમ રહેવાના નથી અને તે બીજાને દુ:ખી અને ગુલામ જ બનાવે છે. તેથી તેમણે ભૌતિક સુખ સંપત્તિ તથા સંસાર ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. તે જાણતા હતા કે તેમના નિર્ણયથી માતા-પિતા દુઃખી થશે એટલે તેમની હયાતી સુધી આ વિચાર દર્શાવ્યો નહિ. તેઓ ૨૮ વર્ષના હતા ત્યારે તેમનાં માતા-પિતાનું મૃત્યુ થયું. હવે એમણે સંસારના ત્યાગની ઇચ્છા દર્શાવી. મહાવીરના આ નિર્ણયથી મિત્રો તથા અન્ય સભ્યો પણ દુઃખી થયા એટલે મોટાભાઈના કહેવાથી બે વર્ષ માટે એમણે સંસાર ત્યાગનો વિચાર મોકુફ રાખ્યો. આ સમય દરમિયાન તેમણે તેમની સંપત્તિ ગરીબો તથા જરૂરિયાતવાળાને દાનમાં આપવા માંડી. 18 જૈન કથા સંગ્રહPage Navigation
1 2 3 4 5